News of Monday, 14th September 2026
કોટેચા ચોક સહિત શહેરના સાત સ્થળે નવા ટ્રાફિક સિગ્નલ મુકશે મનપા
કોર્પોરેશન ચોક, નાણાવટી ચોક, ભૂતખાના ચોક, કિસાનપરા ચોક અને કુવાડવા રોડના ડી-માર્ટ ચોકનો સમાવેશઃ દિવાળી સુધીમાં સાતેય સિગ્નલ કાર્યરત કરવાનો લક્ષ્યાંક

રાજકોટ, તા.૧૪: શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુચારુ બનાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોટેચા ચોક સહિત શહેરના સાત સ્થળોએ નવા ટ્રાફિક સિગ્નલ મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મહાનગરપાલિકાની આઇટી બ્રાન્ચ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ બ્રાન્ચ તથા રોશની બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે આ કામગીરી શરૂ કરવામાં આવી છે. નવા ટ્રાફિક સિગ્નલ માટે હાલ વિવિધ સ્થળોએ પોલ ઇન્સ્ટોલ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
નવા સિગ્નલ માટે પસંદ કરાયેલા સ્થળોમાં કોટેચા ચોક, કોર્પોરેશન ચોક, નાણાવટી ચોક, ભૂતખાના ચોક, કિસાનપરા ચોક તથા કુવાડવા રોડ પરના ડી-માર્ટ ચોક સહિત કુલ સાત સ્થળોનો સમાવેશ થાય છે.
મહાનગરપાલિકા દ્વારા કામગીરી ઝડપથી પૂર્ણ કરી દિવાળી સુધીમાં સાતેય નવા ટ્રાફિક સિગ્નલ કાર્યરત કરી દેવાનું આયોજન છે. નવા સિગ્નલ શરૂ થતાં સંબંધિત વિસ્તારોમાં વાહન વ્યવહારનું નિયમન વધુ અસરકારક બનશે અને ટ્રાફિકની સમસ્યામાં રાહત મળવાની અપેક્ષા છે.
(3:43 PM IST)










