<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

ગુજરાતની મહાનગરપાલિકાઓ અને નગરપાલીકાઓ RTI ઓનલાઇન પોર્ટલ સાથે જોડાઇ

રાજયભરના હજારો નાગરીકો માટે RTI અરજીઓ દાખલ કરવાનું સરળ બન્‍યુઃ ગૃહ, પંચાયત, મહેસુલ, કચેરીઓ દ્વારા ઓનલાઇન પોર્ટલ ઉપર જોડાવવાની કવાયત શરૂઃ ૭ મહાનગરપાલીકા અને ૧૬૦ નગરપાલીકાઓ પોલીસ કમિશનર કચેરી,જીલ્લા- પંચાયત-કલેકટર કચેરીઓનું મેપીંગ પૂર્ણ થયુઃ અરજી કરનારા નાગરીકોને હવે કચેરીએ નહિ જવુ પડે

રાજકોટ તા.૨૩: ગૂજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ, ગળહ વિભાગ, પંચાયત અને મહેસૂલ વિભાગે તેમના જીલ્લા અને તાલુકા સ્‍તરની કચેરીઓને ઓનલાઈન આરટીઆઇ પોર્ટલ પર જોડવા માટેની કવાયત શરૂ કરી દીધી છે. અત્‍યાર સુધીમાં ૭ મહાનગરપાલિકાઓ, ૧૬૦ ઉપરાંત નગરપાલિકાઓ, પોલીસ કમિશનરશ્રીની કચેરીઓ, જીલ્લા પંચાયતો તેમજ કલેકટર કચેરીઓનું મેપિંગ પૂર્ણ થઈ ગયું છે. તેથી આ કચેરીઓમાં નાગરિકોને હવે RTI અરજી લઈને રૂબરૂ કચેરીમાં નહીં જવું પડે, અથવા સ્‍પીડ પોસ્‍ટના પૈસા ખર્ચ નહીં કરવા પડે

રાજકોટ સ્‍થિત આરટીઆઇ કાર્યકર્તા શૈલેન્‍દ્ર સિંહ જાડેજા દ્વારા ગૂજરાતમાં RTI online પોર્ટલ હોવું જોઈએ તે અંગે એક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. ૨૦૧૮ માં આ મુદ્દે ગૂજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની રીટ પિટિશન દાખલ થઈ અને પરિણામે ડિસેમ્‍બર ૨૦૨૧માં મુખ્‍યમંત્રીશ્રી દ્વારા www.onlinerti. gujarat.gov.in નામનું RTI પોર્ટલ નાગરિકો માટે ખુલ્લું મુકાયું હતું.

ત્‍યારબાદ ૨૦૨૫ સુધી આ પોર્ટલ પર સચિવાલયના ૨૭ વિભાગોનું જ મેપિંગ થયું હતું, તેથી જીલ્લા કે તાલુકા સ્‍તરની કોઈ કચેરીઓમાં RTI કરવી હોય તો નાગરીકોને ખુબજ મુશ્‍કેલી ઊભી થતી હતી. ગૂજરાતમાં આરટીઆઇની અરજી ફી ૨૦ રૂપિયા છે. પણ ૨૦ રૂપિયાના સ્‍ટેમ્‍પ પેપર હવે મળતા નથી. કોર્ટ ફી અથવા રેવેન્‍યુ ટિકિટો મેળવવામાં પણ મુશ્‍કેલી પડતી હતી. નાની પોસ્‍ટ ઓફિસમાં પોસ્‍ટલ ઓર્ડર સહેલાઈથી મળતા ન હતા. ઉપરાંત રજી. એ. ડી સુવિધા બંધ થતાં. નાગરીકોને સ્‍પીડ પોસ્‍ટ માટે વધુ પૈસા ચૂકવવા પડતાં હતા. આ અંગે નાગરીકો અને RTI કાર્યકર્તા સામાન્‍ય વહીવટ વિભાગ તેમજ RTI Cell માં અવાર નવાર રજૂઆતો કરતાં હતા.

અમદાવાદના જાગળત નાગરિક અને RTI એકતા મંચના સભ્‍ય અલ્‍પેશભાઈ ભાવસાર દ્વારા આ મુદ્દે ઓકટોબર ૨૦૨૫ માં RTI કરવામાં આવી. તેમાં માલૂમ પડ્‍યું કે સામાન્‍ય વહીવટ વિભાગ દ્વારા અનેકવાર સ્‍મળતિપત્રો મોકલ્‍યા હોવા છતાં વિભાગો તેમની જીલ્લા સ્‍તરની કચેરીઓનું ઓનલાઈન પોર્ટલ પર મેપિંગ કરતાં નથી. ત્‍યારબાદ આ મુદ્દે ચાર મુખ્‍ય વિભાગો પંચાયત, મહેસૂલ, ગળહ અને શહેરી વિકાસ વિભાગોના વડાને વિગતવાર રજૂઆત કરવામાં આવી. પણ તે અંગે પણ કોઈ જવાબ ન મળતાં, એમણે દરેક વિભાગોમાં RTI ની અરજીઓ કરી.

આ RTIઅરજી બાદ મહેસૂલ વિભાગે ‘‘મેપિંગ નું કાર્ય પ્રગતિમાં છે'' તેવી માહિતી આપી. જ્‍યારે શહેરી વિકાસ વિભાગે તમામ નગરપાલિકાઓ અને ૭ મહાનગરપાલિકાઓ નું મેપિંગ પૂર્ણ થયાનો અહેવાલ મોકલ્‍યો હતો. ગળહ વિભાગે તમામ કમિ‘રશ્રીની કચેરીઓને ONLINE RTI PORTAL પર જોડવા અંગે IGPકચેરીને નિર્દેશ આપ્‍યો. જ્‍યારે પંચાયત વિભાગે કેટલીક જીલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોનું મેપિંગ કર્યું. જો કે એમણે RTI માં હજુ કોઈ માહિતી આપેલ નથી.

નોંધનીય બાબત એ છે કે, ગૂજરાત રાજ્‍ય માહિતી આયોગના ગત વાર્ષિક અહેવાલમાં મહેસૂલ, ગળહ અને શહેરી વિકાસ વિભાગમાં સૌથી વધુ RTIઅરજીઓ અને અપીલો થયાનો ઉલ્લેખ છે.

ભારતમાં ડિજિટલ ઈન્‍ડિયા મિશન ૨૦૧૫થી લોન્‍ચ થયું છે. તેના ભાગરૂપ ‘‘પેપરલેસ વહીવટ'' તરફ જઇને પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય તેવા પ્રયાસો કરવા માટે સરકાર અવાર નવાર કહે છે. પરંતુ સરકારી વિભાગો આ મિશનના ઉદ્દેશ્‍યને ગંભીરતાથી લેતા ન હોય તેવું લાગી રહ્યું છે. સામાન્‍ય નાગરીકોને પોલીસ સ્‍ટેશનો, મામલતદાર કચેરીઓ, નગરપાલિકાઓ, ટીડીઓ કચેરીઓમાં અવાર-નવાર કામ પડતું હોય છે. તેથી તેમના કામના સંદર્ભમાં ઉપરોક્‍ત કચેરીઓ મોટા પ્રમાણમાં RTI અરજીઓ પણ થાય છે. ત્‍યારે ૨૦૨૧ થી માત્ર સચિવાલયના વિભાગો પૂરતું મર્યાદિત રહેલું RTI પોર્ટલ આખરે જીલ્લા અને તાલુકા સ્‍તર સુધી પહોંચવાથી નાગરીકોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

વધુ માહિતી માટે અલ્‍પેશ ભાવસાર મો. ૯૯૭૪૮ ૮૮૯૬૫ તથા શૈલેન્‍દ્ર સિંહ જાડેજા મો. ૯૮૨૫૧ ૯૭૯૭૩ નો સંપર્ક સાધવા જણાવાયુ છે.

શૈલેન્‍દ્રસિંહ જાડેજા

આર.ટી.આઇ.એકિટવીસ્‍ટ

અને  એડવોકેટ

(11:52 AM IST)