News of Thursday, 28th May 2026
સૂર મહિમા ગ્રુપ દ્વારા શનિવારે ‘‘સુરો કી સાધના'' શિર્ષક તળે મ્યુઝિકલ નાઇટ

રાજકોટઃ તા.ર૮, સુર મહિમા ગ્રુપ દ્વારા આગામી તા.૩૦ ના શનિવારે ‘‘સુરો કી સાધના'' શિર્ષકતળે કરાઓ કે મ્યુઝિકલ નાઇટનું આયોજન કરાયું છે.
‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા સર મહિમા ગ્રુપના આગેવાનોએ જણાવ્યું હતું કે તા. ૩૦ ના શનિવારે રાત્રે મીની હેમુ ગઢવી હોલ ખાતે રાત્રે ૮:૩૦ થી ૧રઃ૩૦ સુધી આયોજીત આ કાર્યક્રમનું એંકરીંગ નંદન સોની સંભાળશે.
જયારે ગાયક વૃંદમાં રાજેશભાઇ ભાડેસિયા, જલ્પાબેન ભાડેસિયા, હિતેષભાઇ મહેતા, જયેશભાઇ પોપટ, વિનોદભાઇ પીઠડીયા, વિશાખાબેન ગજજર, જયેશભાઇ જોષી, વિમલભાઇ દેસાઇ, મંદીપ આમરણીયા, મેઘા આમરણીયા કર્ણપ્રિય ગીતોની રજૂઆત કરશે.
સૂર મહિમા ગ્રુપના આયોજક અને ફાઉન્ડર વિશાલ સોની તથા સહઆયોજક હેતલ ઠાકર પણ ગીતોની રજૂઆત કરશે. સહઆયોજક પ્રકાશભાઇ સોલંકી છે.
રસ ધરાવતા સંગીત પ્રેમીઓ કાર્યક્રમમાં નિઃશુલ્ક પ્રવેશ છે. કાર્યક્રમોની વધુ વિગતો માટે મો. ૯૦૯૯૧ ૦૩૦૦૦ અને મો.૯૮૯૮૭ ૮૪૬૫૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
તસ્વીરમાં ‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા વિશાલભાઇ સોની, પ્રકાશભાઇ સોલંકી, વિનોદભાઇ પીઠડીયા, સંદિપભાઇ પાટડીયા, મંદિપભાઇ આમરણીયા, નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(4:10 PM IST)










