News of Wednesday, 8th July 2026
ડિસ્ટ્રીકટ બેંકની મુલાકાતે નાબાર્ડના ચેરમેન બી.કે. સિંધલઃ વહીવટી માર્ગદર્શન

રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંકમાં નાબાર્ડમાં ચેરમેન બી.કે. સિંધલ સાથે બેંકના ચેરમેન જયેશ રાદડિયા અને અન્ય ડીરેકટરોએ ચર્ચા કરેલ તે પ્રસંગની તસ્વીર
રાજકોટ, તા.૮: શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી. ના જનરલ મેનેજરશ્રી વી.એમ. સખીયાના જણાવ્યા મુજબ ગુજરાત સરકારના પૂર્વ કેબીનેટ મંત્રી અને બેંકના ચેરમેન શ્રી જયેશભાઈ રાદડિયા, વાઈસ ચેરમેન શ્રી મગનભાઈ વડાવીયા, મેનેજીંગ ડિરેકટર શ્રી ઘનશ્યામભાઈ ખાટરીયા તથા બોર્ડ ઓફ ડિરેકટર્સના કુશળ વહીવટથી શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ. બેંક રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવેલ છે.
તા.૬-૭-૨૦૨૬ ના રોજ બેંકની મુખ્ય કચેરી ‘‘વિઠલભાઈ રાદડિયા જિલ્લા બેંક ભવન'' ખાતે બેંકના ચેરમેન શ્રી જયેશભાઈ રાદડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેંકની બોર્ડ ઓફ ડિરેકટર્સની બેઠકમાં નાબાર્ડના ચીફ જનરલ મેનેજર શ્રી બી. કે. સીંઘલ વિશેષ ઉપસ્થિત રહી બેંકના મેનેજમેન્ટને જુદા બેંકીંગ પેરામીટર્સ, બેંકોના વહિવટને લગતી ચેલેન્જો બાબતે મહત્વપૂર્ણ માર્ગદર્શન પુરૂ પાડયુ હતું તેમજ તેમણે સહકારી બેંકીંગ ક્ષેત્રના સર્વાગી વિકાસ સાથે સબંધી મુદ્દાઓ પર ડિરેકટરશ્રીઓ સાથે રચનાત્મક અને માર્ગદર્શક ચર્ચાઓ કરેલ.
આ કાર્યક્રમની સાથે સાથે બેંકના કાર્યક્ષેત્રમાં નવી રચાયેલ પાંચ મલ્ટીપર્પઝ પ્રાથમિક કળષિ ધિરાણ મંડળીઓ (M-PACS) ના પ્રતિનિધિઓને મંજુરીપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત FPOs પૈકી જામકંડોરણાની અવનિકલ્પ ફાર્મર્સ પ્રોડયુસર કંપની લિમીટેડ તથા કોટડાસાંગાણીની પવનધારા ફાર્મર્સ પ્રોડયુસર કંપની લિમીટેડના મુખ્ય કાર્યકારી અધિકારીઓને તેમના વ્યવસાયના વિકાસ અને વિસ્તરણ માટે લોન મંજુરીપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.જસદણ પટારી હસ્તકલા સાથે સંકળાયેલા કારીગરોના પરંપરાગત કૌશલ્ય અને સંસ્કળતિ વાર્તાના જતન તથા સંવર્ધનમાં તેમના અમૂલ્ય યોગદાનની કદરરૂપે જસદણ પટારી હસ્તકલાને પ્રાપ્ત થયેલ ભૌગોલીક સંકેત (GI Tag) નોંધણીનું પ્રમાણપત્ર અર્પણ કરી કારીગર પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવેલ હતું.
(2:15 PM IST)










