News of Saturday, 27th June 2026
રાજકોટ ખાતે કાલે નરેન્દ્રભાઇ મોદી વિચાર મંચનું અધિવેશન યોજાશે

રાજકોટઃ તા.ર૭,સમગ્ર ભારતમાં દરેક જિલ્લાઓમાં નરેન્દ્રભાઇ મોદીના વિચારો તેમજ તેની યોજનાઓ અને તેના સંકલ્પોના પ્રચારપ્રપ્રસાર માટે જે સંસ્થા કાર્ય કરે છે તેવી વિચારમંચની સંસ્થાનું તા.૨૮/૦૬/૨૦૨૬ ના રોજ રાજકોટ મુકામે રાજકોટ મુકામે ગુજરાત પ્રદેશ અધિવેશન થઈ રહયુ છે અને તેમાં મોદી વિચારમંચના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણકયજી, ગુજરાત પ્રદેશ પ્રમુખ ચેહરભાઈ દેસાઈ, મહામંત્રી-દેવેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ જિલ્લા પ્રમુખ મનિષગીરી ગોસાઈ, રાજકોટ શહેર પ્રમુખ-ધર્મેશ સિધ્ધપુરા તથા રાજકોટ જિલ્લા તથા રાજકોટ શહેરની કારોબારીના હોદેદારો તથા મહીલા મોરચા, યુવા મોરચા, આઈ.ટી. શાખા ના હોદેદારોની ઉપસ્થીતીમાં તથા અંજલીબેન રૂપાણી, પુરૂષોતમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ભાનુબેન બાબરીયા, ઉદયભાઈ કાનગડ, માધવભાઈ દવે, લલીતભાઈ વાડોલીયા, વલ્લભભાઈ દુધાત્રા, યોગેન્દ્રસિંહ જાડેજા, નેહલભાઈ શુકલ, દક્ષાબેન વસાણી, પરેશભાઈ પીપળીયા, સંજયસિંહ રાણા, હિરેનભાઈ ખીમાણીયા, સુમીતભાઈ વોરા, દિલીપભાઈ પટેલ, ડેનીશભાઈ આડેસરા, મંગેશભાઈ દેસાઈ, રાજદીપસિંહ જાડેજા, ગોવિંદભાઈ પટેલ, સંજયભાઈ સાગઠીયા, પ્રખ્યાતીબેન ગોહેલ, પ્રદિપભાઈ ડવ, ઘનશ્યામભાઈ હેરભા, પરેશભાઈ ઠાકર, રક્ષિતભાઈ કલોલા, અલ્પાબેન દવે, કિશનભાઈ ટીલવા, રસિલાબેન સાકરીયા, બીનાબેન આચાર્ય, વિજયભાઈ પરમાર, દિલીપભાઈ સખીયા, ડો. મંડીર, કંચનબેન સિધ્ધપુરા, અશોકભાઈ જોષી, નિતીનભાઈ ભારદ્વાજ વિગેરેની હાજરીમાં ઉપરોકત અધિવેશનનું આયોજન કરેલ છે.
(2:20 PM IST)










