News of Wednesday, 7th October 2026
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરી રાષ્ટ્રીય નેતૃત્વ સુધીની નરેન્દ્રભાઇની ૨૫ વર્ષની અવિરત જનસેવા યાત્રા

રાજકોટ, તા.૭: નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લઈને રાજ્યની જવાબદારી સંભાળી અને એક એવી રાજકીય યાત્રાનો પ્રારંભ થયો, જે આજે ૨૫ વર્ષના ઐતિહાસિક પડાવ સુધી પહોંચી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજી એ તેમના કાર્યકાળમાં કરેલા વિકાસ કાર્યો ને કારણે આજે વિશ્વમાં વિકાસ પુરૂષ તરીકે ની ઓળખાણ બની છે તેમના શાસન ને ૨૫ વર્ષ પૂર્ણ થતાં રાજકોટ ભારતીય જનતા પાર્ટી પ્રેસ મીડિયા અગ્રણી અરૂણ નિર્મળે અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, કોઈપણ લોકશાહી વ્યવસ્થામાં લાંબા સમય સુધી જાહેરજીવનમાં સક્રિય રહેવું એક વાત છે, પરંતુ સતત સરકારના વડા તરીકે જવાબદારી નિભાવવી એ અલગ જ બાબત છે. ૨૦૦૧માં ગુજરાતથી શરૂ થયેલી નરેન્દ્રભાઈ મોદીની આ યાત્રા ૨૦૧૪માં ભારતના વડાપ્રધાન પદ સુધી પહોંચી અને આજે પણ ચાલુ છે. ૬ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ કેન્દ્રીય મંત્રિમંડળે પણ સરકારના વડા તરીકે તેમની સતત ૨૫ વર્ષની નેતળત્વયાત્રાને અભિનંદન આપતો ઠરાવ પસાર કર્યો છે. ૨૦૦૧નું ગુજરાત અનેક પડકારોમાંથી પસાર થઈ રહ્યું હતું. ખાસ કરીને વિનાશક ભૂકંપ બાદ રાજ્યના પુનર્નિર્માણની મોટી જવાબદારી સામે હતી. નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વમાં ગુજરાતના પુનર્નિર્માણ, વિકાસ અને વહીવટી વ્યવસ્થાને નવી દિશા આપવાના પ્રયાસો થયા. વડાપ્રધાન તરીકે પોતાના ૨૫ વર્ષની યાત્રા અંગે તેમણે પણ ૨૦૦૧ના સમયગાળાને યાદ કરીને ગુજરાતના પુનર્નિર્માણમાં જનશક્તિના સહયોગને મહત્વ આપ્યું છે. આ સમયગાળામાં ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ, રોકાણ, રસ્તા-વીજળી-પાણી જેવી માળખાકીય સુવિધાઓ અને વહીવટી સુધારાઓ અંગે વિશાળ ચર્ચા થઈ. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો અનુભવ બાદમાં રાષ્ટ્રીય સ્તરે તેમની કામગીરી માટે પણ મહત્વપૂર્ણ આધાર બન્યો. ૨૦૧૪માં નરેન્દ્રભાઈ મોદીએ ભારતના વડાઙ્ઘધાન તરીકે શપથ લીધા અને ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૪ની લોકસભા ચૂંટણી બાદ તેઓ સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા. આ સમયગાળામાં કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયા, જનધન, સ્વચ્છ ભારત, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મેક ઇન ઇન્ડિયા, કલ્યાણકારી યોજનાઓ અને ડિજિટલ પેમેન્ટ જેવા વિવિધ ક્ષેત્રોમાં અનેક પહેલ કરવામાં આવી. છેલ્લા વર્ષોમાં ભારતે વૈશ્વિક મંચ પર આર્થિક, રાજદ્વારી, ટેક્રોલોજી અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં પોતાની ભૂમિકા વધુ સક્રિય રીતે રજૂ કરી છે. G20 જેવી આંતરરાષ્ટ્રીય પહેલોમાં ભારતની આગેવાની અને વૈશ્વિક દક્ષિણના દેશોના મુદ્દાઓને પ્રાથમિકતા આપવાની દિશામાં ભારતની ભૂમિકા ચર્ચામાં રહી છે.ને જીવંત રાખે છે. નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની યાત્રાને માત્ર વ્યક્તિગત રાજકીય સફળતાના ચશ્માથી જોવી પૂરતી નથી. આ યાત્રા એ પણ બતાવે છે કે ભારતીય લોકશાહીમાં એક કાર્યકર્તા રાજ્યના મુખ્યમંત્રી અને ત્યારબાદ દેશના વડાપ્રધાન સુધી પહોંચી શકે છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ થયેલી સફર ભારતના વડાપ્રધાન તરીકેની સતત જવાબદારી સુધી પહોંચી છે. આ સમયગાળો ભારતીય રાજકારણમાં નોંધપાત્ર છે અને આવનારા સમયમાં ઇતિહાસકારો, રાજકીય વિશ્લેષકો અને સંશોધકો માટે અભ્યાસનો વિષય બની રહેશે. આજે ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે ગુજરાતની ધરતી પરથી શરૂ થયેલું નેતળત્વ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની રાજકીય ઓળખનો એક મહત્વપૂર્ણ ભાગ બન્યું છે. આ માત્ર ૨૫ વર્ષની રાજકીય કારકિર્દી નથી આ ગુજરાતથી દિલ્હી સુધી સતત જાહેર જવાબદારી નિભાવવાની એક ઐતિહાસિક ગાથા છે. ગુજરાતથી શરૂ થયેલી યાત્રા આજે ભારતના વૈશ્વિક પ્રભાવ સુધી પહોંચી છે. (આલેખનઃ- અરૂણ નિર્મળ પ્રેસ મીડિયા અગ્રણી ભારતીય જનતા પાર્ટી, રાજકોટ)
(4:00 PM IST)










