<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

નાકમાંથી ૧૮.પ સેમી લાંબો-૩ સેમી પહોળો નેસલપોલીપ દૂરબીન વડે દૂર કરાયો

રાજકોટના જાણીતા ENT સર્જન ડો. હિમાંશુ ઠકકર દ્વારા

રાજકોટઃ તા.ર૩, રાજકોટના જાણીતા ENT સર્જન ડો. હિમાંશુ ઠક્કર દ્વારા ૪૦ વર્ષીય મહિલા દર્દીના નાકમાંથી અંદાજે ૧૮.૫ સેન્‍ટિમીટર લાંબો અને ૩ સેન્‍ટિમીટર પહોળો નેસલ પોલિપ (નાકની અંદર થતો મસો) દૂરબીન દ્વારા કરવામાં આવેલી એન્‍ડોસ્‍કોપિક સાઇનસ સર્જરીથી દૂર કરવામાં આવ્‍યો હતો.

દર્દીને છેલ્લા આશરે બે વર્ષથી નાક સતત બંધ રહેવું, નાક દ્વારા શ્વાસ લેવામાં તકલીફ થવી, મોઢું ખુલ્લું રાખીને શ્વાસ લેવો, વારંવાર માથાનો દુખાવો થવો, નાકમાંથી પાણી પડવું અને કફ જેવી તકલીફો રહેતી હતી. સામાન્‍ય દવાઓ લેવા છતાં ખાસ રાહત ન મળતાં વધુ તપાસ કરવામાં આવી હતી.CT સ્‍કેનમાં નાકના મધ્‍યસ્‍થ પડદામાં વાંકાપણું (Deviated Nasal Septum) તેમજ નાકની અંદર મોટી પોલિપ જેવી વળદ્ધિ જોવા મળી હતી. આ વળદ્ધિ જમણા નાકના આગળના ભાગથી શરૂ થઈને સમગ્ર નાસિકાગુહા (Nasal Cavity), મેક્‍સિલરી અને ઇથ્‍મોઇડ સાઇનસ સુધી વિસ્‍તરેલી હતી અને નાકના સૌથી પાછળના ભાગ એટલે કે નેસોફેરિન્‍ક્‍સ સુધી પહોંચતી હતી.

 રાજકોટના ENT સર્જન ડો. હિમાંશુ ઠક્કર દ્વારા એન્‍ડોસ્‍કોપિક સાઇનસ સર્જરી કરવામાં આવી હતી.

આધુનિક દૂરબીન (એન્‍ડોસ્‍કોપ) અને વિશિષ્ટ સર્જિકલ સાધનોની મદદથી અંદાજે ૧૮.૫ સેન્‍ટિમીટર લાંબો અને ૩ સેન્‍ટિમીટર પહોળો પોલિપ નાકના છિદ્રો માંથી કુદરતી માર્ગે બહાર કાઢવામાં આવ્‍યો હતો. આ સર્જરીમાં ચહેરા પર બહારથી કોઈ કાપ મૂકવાની જરૂર પડી નહોતી. ઓપરેશન બાદ દર્દીની સ્‍થિતિ સ્‍થિર છે.

નાકની લાંબા સમયથી રહેતી તકલીફોને અવગણશો નહીં

જનજાગળતિના સંદર્ભમાં ડો. ઠક્કરે જણાવ્‍યું હતું કે લાંબા સમય સુધી નાક બંધ રહેવું, વારંવાર શરદી થવી, છીંકો આવવી, નાકમાંથી પાણી પડવું, માથાનો દુખાવો થવો અને નાક દ્વારા શ્વાસ લેવામાં તકલીફ થવી જેવી સમસ્‍યાઓને અવગણવી જોઈએ નહીં.

આવા લક્ષણો એલર્જિક રાઇનાઇટિસ, ક્રોનિક સાઇનસાઇટિસ, નાકના પોલિપ અથવા અન્‍ય તબીબી કારણોસર હોઈ શકે છે.

લાંબા સમય સુધી તકલીફ રહેતી હોય તો જાતે દવાઓ લેવાને બદલે ચ્‍ફવ્‍ નિષ્‍ણાત પાસે યોગ્‍ય તપાસ અને સારવાર કરાવવી જરૂરી છે.

સમયસર નિદાન અને યોગ્‍ય સારવારથી લાંબા સમયની તકલીફોમાં રાહત મેળવી શકાય છે, શ્વાસ લેવામાં સુધારો થઈ શકે છે અને જીવનની ગુણવત્તા જાળવી શકાય છે.

તેથી નાક અને સાઇનસ સંબંધિત લાંબા સમયથી રહેતી તકલીફો અંગે સમયસર તબીબી સલાહ લેવી જરૂરી છે.ડો. ઠક્કર્સ ઈએનટી એન્‍ડ ડેન્‍ટલ સર્જિકલ હોસ્‍પિટલ,૨૦૨, લાઈફલાઈન બિલ્‍ડિંગ, વિદ્યાનગર મેઈન રોડ, રાજકોટ, ગુજરાત. મો. નં. ૯૧૦૬૧ ૧૯૦૩૮

(2:35 PM IST)