News of Thursday, 28th May 2026
રાજકોટના ૨૩માં મેયર તરીકે નેહલ શુકલ, ડે.મેયર દક્ષાબેન વસાણી,સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પરેશ પીપળીયા
શાસક નેતા પદે હીરેન ખીમાણીયા અને દંડક તરીકે સંજયસિંહરાણાઃ અનુભવી નવનિયુકત યુવા કોર્પોરેટરો મહત્વના પદઃ ખાસ બોર્ડમાં મ.ન.પા.ની પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે પદાધિકારીઓ સર્વાનુમતે ચૂંટાયાઃ મ.ન.પા.માં ભાજપે અનુભવીઓ અને યુવા શકિતનો સમન્વય સાધ્યો

રાજકોટ , તા. ર૮ : ઈન્ચાર્જ મ્યુનિ. કમિશનર આનંદુ સુરેશ ગોવિંદ ની અધ્યક્ષતામાં મ્યુનિ. કોર્પોરેશન કચેરીનાં બીજા માળે આવેલ રમેશભાઈ છાયા સભાગળહમાં વર્ષ ૨૦૨૬ની પહેલી કોર્પોરેશનની ખાસ સભા યોજાઈ હતી. નવા જાહેર કરાયેલા મેયર, ડેપ્યુટી મેયરની આ પહેલી સામાન્ય સભા હતી. આ પહેલાં આજે સવારે ભાજપ સંકલનની બેઠકમાં મેયર તરીકે નેહલ શુકલ તથા ડે . મેયર તરીકે દક્ષાબેન વસાણી અને સ્ટેન્ડીંગ ચેરમેન તરીકે પરેશ પીપળીયાના નામની જાહેરાત કરવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકામાં મેયરપદ સામાન્ય વર્ગ જાતિના ઉમેદવાર માટે હોવાથી નવા મેયર તરીકે નેહલ શુકલની વરણી થઈ છે. જ્યારે દક્ષાબેન વસાણી ડેપ્યુટી મેયર બન્યાં છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનપદે પરેશ પીપળીયા અને હિરેન ખીમાણીયા શાસક પક્ષ નેતા બન્યા છે. જ્યારે દંડક તરીકે સંજયસિંહ રાણાને જવાબદારી અપાઇ છે. આમ શાસકપક્ષે અનુભવી કોર્પોરેટરો અને નવનિયુકત યુવા કોર્પોરેટરોને બેસાડી અનુભવીઓ અને યુવા શકિતનો સમન્વય સાધ્યો છે.
આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ તાજેતરમાં જ મ.ન.પા.ની ૨૦૨૬થી ૨૦૩૧ સુધીની પાંચ વર્ષની ટર્મ માટે કોર્પોરેટરોની સામાન્ય ચૂંટણીઓ યોજાઇ ગઇ. જેમાં ભાજપે ૭૨માંથી ૬૫ બેઠકો મેળવી ભવ્યાતિભવ્ય વિજય મેળવી અને શાસન જાળવી રાખ્યું છે.
દરમિયાન મ.ન.પા.ના ઈન્ચાર્જ મ્યુનિ. કમિશનર આનંદુ સુરેશ ગોવિંદની
અધ્યક્ષતામાં આજે સવારે ૧૧ વાગ્યે મ.ન.પા.ના રમેશભાઇ છાયા સભાગળહમાં ખાસ બોર્ડ મળ્યુ હતુ. આ બોર્ડમાં પ્રથમ વખત મેયર પદ માટે ફોર્મ ભરવામાં આવ્યુ હતુ. તેઓએ સભાનું કામકાજ આગળ ચલાવી ૨ા વર્ષ માટે મેયર પદે નેહલ શુકલની સર્વાનુમતે ચુંટાયા હતા.
ત્યારબાદ નવનિયુકત મેયર નેહલ શુકલએ સભાનું અધ્યક્ષ સ્થાન સંભાળીને ૨ાા વર્ષ માટે ડે.મેયર તરીકે દક્ષાબેનનું નું ફોર્મ ભરવામાં આવ્યુ હતુ અને તેઓ સર્વાનુમત મંજુર થયુ હતુ. સ્ટેન્ડીંગ કમિટિના ૧૨ સભ્યોની વરણી કરેલ.
નોંધનિય છે કે, વિપક્ષ કોંગ્રેસના માત્ર ૭ કોર્પોરેટરો જ ચુંટાયા હોઇ કોંગ્રેસ તરફથી પદાધિકારીની ચુંટણીમાં કોઇ જ ઉમેદવારો ઉભા રખાયા ન હતા તેથી આ તમામ પદાધિકારીઓની વરણી સર્વાનુમતે થયેલ.
(11:58 AM IST)










