<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

મનપાના પદાદ્યીકારો-અધિકારીઓનું નૂતન વર્ષ સ્‍નેહમિલન યોજાયું

 

રાજકોટઃ મહાનગરપાલિકા ખાતે  મેયર  ડૉ.નેહલ શુક્‍લના અધ્‍યક્ષ સ્‍થાને નુતન વર્ષ સ્‍નેહ મિલન યોજાયું હતું. આ પ્રસંગે સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા, અગ્રણી કશ્‍યપભાઈ શુક્‍લ, રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ સમિતિના ચેરમેન, કોર્પોરેટર, નાયબ મ્‍યુનિસિપલ કમિશનર પથિક પટેલ, ચેતન નંદાણી,  હર્ષદ પટેલ, સમીર ધડુક તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ-કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

આ અવસરે મેયરે તમામ પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓને નવા વર્ષની શુભકામના પાઠવતા જણાવ્‍યું હતું કે, નવા વર્ષમાં રાજકોટને વિકાસની ગતિમાં વધુ આગળ લઈ જવું છે તેના માટે અધિકારીઓ તરીકે આપ સૌ અને પદાધિકારીઓ-કોર્પોરેટરો તરીકે અમે સૌ એક્‍ટીવ છીએ. મહાનગરપાલિકા એક પરિવાર છે અને આપણા પરિવારના તમામ સભ્‍યોને નવા વર્ષની શુભેચ્‍છા તેમજ પરિવારના તમામ સભ્‍યોનું સ્‍વાસ્‍થ્‍ય સારું રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના.

આ અવસરે સૌ પદાધિકારીઓ-કોર્પોરેટરોએ અધિકારીઓ-કર્મચારીઓને નવા વર્ષના પ્રારંભે મોઢું મીઠું કરીને શુભેચ્‍છા પાઠવી હતી.

(3:48 PM IST)