News of Thursday, 25th June 2026
જુલુસવેળા કાચ નહીં ફોડવા તથા તાજીયા સમયે રાત્રે ૧૦થી સવારે ૬ સુધી ડી.જે. વાંજીત્રો નહી વગાડવા મનાઇ
રાજકોટ શહેર તાજીયા કમિટીના પ્રમુખ આસિફ સલોતની તમામ કમિટીઓને અપીલ

રાજકોટ તા.રપઃ રાજકોટ શહેર તાજીયા કમીટીના પ્રમુખ આસીફભાઈ સલોતે એક નિવેદનમાં જણાવેલ છે કે હિન્દુસ્તાનમાં એકમાત્ર રાજકોટ શહેર એકતા અને ભાઈચારાના માહોલનું છે જયાં ૧૦૦ ટકા હિન્દુભાઈઓના ૧૦૦ ટકા વિસ્તારોમાં ત્રણ તાજીયાઓના ઝુલુસો બે દિવસ સુધી લાખો હિન્દુ-મુસ્લીમ સમાજની હાજરીમાં ફરે છે. કોઈપણ રાજયના શહેરમાં આવું થતુ નથી હઝરત ઈમામ હુશેન અને ૭૨ શહીદોના માન માં દુનીયા ભરના મુસ્લીમો ગમગીન થઈને ૭૨ શહીદોની યાદ માં મહોરમનો તહેવાર મનાવે છે રાજકોટના ૩૬ મુસ્લીમ વિસ્તારોમાં ૫૦૦ થી પણ વધારે શબીલો નાખવામાં આવેલ છે જેમા પાણીથી લઈને દુધ કોલ્ડ્રીંકસ સુધીનુ ઈમામ હુશેનની યાદમાં હજારો હિન્દુ-મુસ્લીમ ભાઈઓને પાવવામાં આવે છે રાજકોટ ના ઘણા મુસ્લીમ વિસ્તારોમાં સબીલોમાં હિન્દુ સમાજના ભાઈઓ પણ પુરો સાથ અને સહકાર આપે છે તેવી જ રીતે રાજકોટમાં ઘણા વિસ્તારોમાં તાજીયા બનાવવામાં પણ હિન્દુ ભાઈઓ પુરી મહેનતો કરે છે હઝરત ઈમામ હુશેનને મુસ્લીમ સીવાય હિન્દુ સમાજ પણ આસ્થા પુર્વક માનતા હોય છે અને પોતાની અલગ અલગ માનતાઓ તાજીયાઓ પાસે જઈને માનતા હોય છે જે માનતાઓ પુરી થઈ જતા આવતા વર્ષે જે તે તાજીયા પાસે માનતા માનેલ હોય તે માનતાઓ આસ્થાભેર પુરી કરતા હોય છે રાજકોટમાં ૩૨ મુસ્લીમ વિસ્તારોમાં રોશનીઓથી રોડ રસ્તાઓ શણગારમાં આવે છે. ઠેક ઠેકાણે સાંજના સમયે ન્યાઝના કાર્યક્રમો અલગ અલગ કમીટી દ્વારા કરવામાં આવી રહેલ છે અને હિન્દુસ્તાનમાંથી વાયઝની તકરીર કરવા આવેલ મૌલાનાઓ પણ ૧૦ દિવસ સુધી તકરીરો કરી રહેલ છે રાતના સમયે મુસ્લીમ વિસ્તારોમાં હજારોની સંખ્યામાં મુસ્લીમ સમાજ જોવા મળે છે.
રાજકોટ શહેર તાજીયા કમીટીના પ્રમુખ આસીફભાઈ સલોતે મહામંત્રી, જનરલ સેક્રેટરી રજાકભાઈ જામનગરી રાજકોટ શહેરની તમામ ધમાલ કમીટીઓ, અખાડા કમીટીઓ, તાજીયા કમીટીઓ જોગ જણાવતા રાજકોટ શહેરમાં તા. ૨૫ અને તા. ૨૬ બન્ને દિવસ રાજકોટના રાજમાર્ગો ઉપર તાજીયાના ઝુલુસો બે દિવસ ફરવાના હોય આ બન્ને દિવસના ઝુલુસમાં બે લાખથી વધારે હિન્દુ-મુસ્લીમ સમાજ જોડાતો હોય તેને ધ્યાનમાં રાખીને ધમાલ કમીટીના તમામ સંચાલકો અને રમનારાઓને રાજકોટ શહેર અપીલ કરેલ છે કે તાજીયાની પાછળ ખળીચોકીની માનતા રાખનારા ઉઘાડા પગે ચાલતા હોય છે અને રોડની બન્ને બાજુ તાજીયા જોવનારા લોકો લાખોની સંખ્યામાં ઉભા હોય છે જેથી ધમાલ કમીટીવાળાઓ કાચની ટયુબ લાઈટો ફોડીને જે દાવપેચ રમતા હોય છે અને રોડ ઉપર કાચની સોડાબોટલો ફોડીને દાવપેચ રમતા હોય છે જેથી તાજીયાની પાછળ ખડીચોકી કરનારા લોકોના પગમાં આ કાચ લાગતા હોય છે અને ટયુબ લાઈટો ફોડતા હોય છે ત્યારે તેમા રહેલી ઝેરી ભુકીઓ તાજીયા જોવનારા લોકોની આંખમાં જાય છે જેથી આ બન્ને ચીજ ન રમવા વિનંતી છે અને રાજકોટ શહેરમાં બનતા તાજીયાઓના આગળના ભાગમાં તાજીયાના નંબર અને કયા વિસ્તારનો તાજીયા છે તે લખેલા બોર્ડ મારવા ફરજીયાત છે જેથી કોઈ અવ્યવસ્થા ન સર્જાય રાજકોટ શહેરમાં બન્ને દિવસ તાજીયાની ઝુલુસની વ્યવસ્થાઓનું નિરક્ષણ કરતા આસીફભાઈ સલોત, રજાકભાઈ જામનગરી, મજીદભાઈ સમા, મકબુલભાઈ દાઉદાણી, હારૂનભાઈ શાહમદાર, મજીદભાઈ સમા, હારૂનભાઈ ગામેતી, વાહીદભાઈ સમા, સમીરભાઈ જસરાયા, હનીફભાઈ માડકીયા, ઈન્તુભાઈ દાઉદાણી, રફીકભાઈ દાઉદાણી, મેહબુબભાઈ રાઉમા, મેહબુબભાઈ પરમાર, પપુભાઈ સમા, રાજુભાઈ દલવાણી, અબ્દુલબાપા ખુરશીવાલા, ઈરસાદભાઈ, મેહુબુબભાઈ રાઉમા, એહજાદભાઈ મેણ, બીલાલભાઈ પઠાણ, બાબાખાન પઠાણ, મુર્તુજાભાઈ માજોઠી, તારીકભાઈ હિંગોરજા, અફઝલભાઈ રાઉમા, સોકતભાઈ મેતર, સમીરભાઈ ચૌહાણ, અસ્તાકભાઈ મેમણ, અફઝલભાઈ દાઉદાણી, તકરૂભાઈ રાઉમા, યાકુબભાઈ પઠાણ, ફારૂકભાઈ કટારીયા, મમુભાદ મકરાણી, લાલાભાઈ રાઉમા, જમાલભાઈ મેતર, સમીરભાઈ પઠાણ, નાશીરભાઈ ભગવતીપરા, વગેરે શહેર તાજીયા કમીટી જહેમત ઉઠાવી રહી છે. આ ઉપરાંત સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન મુજબ રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી ડી.જે. અને વાજીંત્રો નહી વગાડવા અપીલ છે.
(2:30 PM IST)










