તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
કાલે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી, સોમવારે ચૂંટણી
સામતભાઈ બાંભવા દેવેન્દ્ર ઝાપડીયા, સંજય પીપળીયા વગેરે નામ ચર્ચામાં અર્જુન ખાટરીયાનો નિર્ણય જો અને તો આધારિત

રાજકોટ, તા.૨૩: જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર થયો છે તે મુજબ આવતી કાલે રવિવારે સવારે ૧૧ થી ૨ વાગ્યા સુધી ઉમેદવારી પત્ર સ્વીકારવામાં આવશે. તારીખ ૨૫ સોમવારે બપોરે ૧૨:૦૦ વાગે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સામાન્ય સભામાં બંને સુકાનીઓને ચૂંટણી કરવામાં આવશે. ભાજપની સંપૂર્ણ બહુમતી છે તેથી પાર્ટી જેને પસંદ કરે તે બિનહરિફ ચુટાવવાના સંજોગો છે. પ્રથમ અઢી વર્ષ પ્રમુખ પદ બક્ષીપંચ અનામત છે.જિલ્લા પંચાયતની ગયા મહિને યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ૩૬ માંથી ૩૪ બેઠકો ભાજપને એક બેઠક આમ આદમી પાર્ટીને અને એક બેઠક કોંગ્રેસને મળી છે. ભાજપ દ્વારા પ્રમુખ ઉપપ્રમુખને પસંદગી માટે સેન્સ પ્રક્રિયા કરવામાં આવેલ. પાર્લામેન્ટરી બોર્ડમાં પણ સુનાવણી થઈ હતી. હવે પસંદગીને આખરી ઓપ અપાશે.પ્રમુખ પદ માટે કોળી સમાજના દેવેન્દ્ર જાપડીયા અને સંજય પીપળીયાનું નામ ચાલી રહ્યું છે. ગોંડલના કોલીથડમાંથી ચૂંટાયેલા ભરવાડ સમાજના સામંતભાઈ બાભવાનું નામ પણ મોખરે છે. ઉપરાંત અમરશીભાઈ ચૌહાણ અને દિલીપ ધીરુભાઈ સરવૈયા જેવા કામ ચર્ચામાં છે.
અર્જુન ખાટરીયાને કોંગ્રેસી મૂળનો મુદ્દો ન નડે તો તેઓ પ્રમુખ બની શકે છે. મહિલાને પ્રમુખ બનાવે તેવી શકયતા નહિવત છે. પાર્ટી આવતીકાલે ફોર્મ ભરતા પૂર્વે થોડા સમયે ઉમેદવારનું નામ જાહેર કરે તેવા નિર્દેશ છે.
(3:55 PM IST)










