News of Saturday, 7th November 2026
રિલ લાઈફ નહિ, રિયલ લાઈફ હીરો વિજયસિંહ ગુર્જરે વન વર્લ્ડ રેસીડન્સીની મુલાકાતે
ધર્મના ભેદભાવ વગર તમામ તહેવારો સાથે ઉજવવા, પાડોશી ધર્મ, સિકયોરિટી વ્યવસ્થાથી રાજકોટ રૂરલ એસપી આફ્રિન અગ્રણી રાજભા જાડેજા અને ટીમ દ્વારા ઉમળકાભેર આવકાર, જિલ્લા પોલિસ વડાની કામગીરીનું બહુમાન કરાયું

રાજકોટ તા.૭: રિલ લાઈફ નહિ, રિયલ લાઈફના હીરો, જેવોએ ૧૩૦ કરોડની ગરીબોની જમીન પરત પરત અપાવી ઇતિહાસ સર્જયો, રાજકોટ જિલ્લામાં આપઘાતના વધતા બનાવો રોકવા લોકોને પોલિસને એક તક આપો સૂત્ર દ્વારા અમદાવાદના પોલિસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતમાંથી પ્રેરણા મેળવી, સંખ્યાબંધ લોકોના જીવ બચાવવા પ્રેરણા કેન્દ્ર બનાવ્યું, રાજ્કોટ રૂરલ પોલીસ ઓફિસને ISO સર્ટિફિકેટ અપાવ્યું તેવા નાની ઉંમરે લોકો અને સિનિયર સીટીઝનો સાથે ખુબપ્રેમપૂર્વક વર્તન કરતા રાજકોટ ગ્રામ ય એસપી શ્રી. વિજયસિંહ ગુર્જરને ૧૫૦ ફીટ રિંગ રોડ પર આવેલ ધ વન વર્લ્ડ રેસીડન્સી જે એક નાના ગામ જેવી વસ્તી ધરાવે છે, તે સ્થળે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંના ગોકુલ ધામ જેમ તમામ ધર્મના તહેવારો બધા સાથે ઈજવે, અને દાતાઓના સહયોગથી ખુબ મોટા આયોજન, રોજ અલ્પાહાર સાથે થાય, cctv સાથે સિકયોરીટીના તમામ નિયમોનું સ્વયંભુ પાલન થવાની વાત જાણી. તેવોએ પોતાના સ્નેહી એવા અકિલા પરિવારના વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ ગણાત્રા સાથે વાતચીત કરી, અને વન વર્લ્ડના અગ્રણી રાજભા જાડેજા ટીમેં પણ નિમંત્રણ આપ્યુ. અને મુલાકાતે આવ્યા હતા
એસપી વિજયસિંહ ગુર્જરનું અગ્રણી રાજભા જાડેજા, જગદીશભાઈ ગણાત્રા, મદનસિંહ સીસોદીયા, લલિતભાઈ બંસલ,સુરેશભાઈ ગદેશા, ભરતભાઈ નંદાણી, દોલતભાઈ ગાદેશા, પ્રદીપભાઈ મહેતા, સંઘવી દાદા, હરેશભાઈ ગણાત્રા, સુધીરભાઈ પટેલ, હરિશભાઈ પોપટ, વિવિક ગણાત્રા, વિજયભાઈ ચગ, પરેશભાઈ ભૂત, આનંદભાઈ દક્ષિણી અને ચીમનભાઈ પટેલ સહીતના રહેવાસીઓ દ્વારા બહુમાંન કરી શુભેચ્છા આપેલ, વિજયસિંહ ગુર્જરે તમામ સ્થળોની વિઝીટ સાથે સિકયોરિટી વ્યવસ્થા વિગેરે નિરીક્ષણ કરેલ.
(3:18 PM IST)










