<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

રાજકોટમાં દિવાળીના પાવન પર્વે લોકોએ પરિવાર સાથે ફટાકડા ફોડી ખુશીઓ મનાવી

વિવિધ પ્રકારના અવનવા ફટાકડા ફોડીને તહેવારની ઉજવણી:રંગબેરંગી આતશબાજી અને ફટાકડાની રોશનીથી વાતાવરણ દિવાળીમય બન્યું

રાજકોટમાં દિવાળીના પાવન પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી .શહેરના અમીન માર્ગ સહિતના વિસ્તારોમાં લોકો પરિવાર સાથે ફટાકડા ફોડી દિવાળીની ખુશીઓ મનાવી હતી  બાળકોથી લઈને મોટેરાં સુધી સૌ કોઈ આતશબાજીનો આનંદ માણતા જોવા મળ્યા હતા  લોકો વિવિધ પ્રકારના અવનવા ફટાકડા ફોડીને તહેવારની ઉજવણી કરી રહ્યા છે. પરિવારજનો સાથે એકત્ર થઈને રંગબેરંગી આતશબાજી અને ફટાકડાની રોશનીથી વાતાવરણ દિવાળીમય બન્યું છે. અમીન માર્ગ પર લોકોની ઉત્સાહભેર ઉજવણીના દૃશ્યો જોવા મળ્યા હતા .

(9:15 PM IST)