News of Wednesday, 30th September 2026
શુક્રવારે કલેકટર-એડી.કલેકટર સહિત તમામ અધિકારીઓ, કર્મચારીઓ સફાઇ અભિયાન હાથ ધરશેઃ રેવન્યુમાં મેગા આયોજન
ર ઓકટોબરે ગાંધી જયંતિએ સવારે ૮ વાગ્યાથી કાર્યક્રમઃ તમામ મામલતદાર-પ્રાંત કચેરીઓ આવરી લેવાઇ

રાજકોટ, તા. ૩૦: ગાંધી જયંતીના પાવન અવસર નિમિત્તે આગામી ૨ ઓક્ટોબરના રોજ રાજકોટ જિલ્લામાં મેઘા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં આવેલી વિવિધ સરકારી કચેરીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.આ સફાઈ અભિયાન અંતર્ગત કલેક્ટર કચેરી, મામલતદાર કચેરીઓ, જૂની કલેક્ટર કચેરી સહિતની સરકારી કચેરીઓ તમામ પ્રાંત-ડે.કલેકટર કચેરી ખાતે સઘન સફાઈ કામગીરી કરવામાં આવશે. કચેરીઓના પરિસર, આસપાસના વિસ્તારો તેમજ જાહેર ઉપયોગના સ્થળોએ સફાઈ કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ ગાંધી જયંતીના દિવસે નગર સફાઈ ઝુંબેશના ભાગરૂપે રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરવાનો આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો તેમજ વિવિધ સરકારી કચેરીઓને પણ આવરી લેવામાં આવશે.આ સમગ્ર મેઘા સફાઈ અભિયાનનું આયોજન રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશ અને જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
ગાંધી જયંતીના દિવસે યોજાનારા આ સફાઈ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સરકારી કચેરીઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા સાથે નાગરિકોમાં પણ સ્વચ્છતા અંગે જાગળતિ ફેલાવવાનો રહેશે. વિવિધ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ પણ સફાઈ કામગીરીમાં જોડાશે. રાજકોટ જિલ્લામાં એકસાથે અનેક સ્થળોએ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા અંગેનું વાતાવરણ ઊભું કરવાની દિશામાં આ અભિયાન મહત્વપૂર્ણ બની રહેશે.
(3:16 PM IST)










