<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

રાજકોટમાં ‘મધર્સ ડે' નિમિત્તે બહેનો માટે ગુંજશે સુરીલી અંતાક્ષરી અને જામશે વાનગી સ્‍પર્ધાની રંગત

સરદાર પટેલ સ્‍મારક ટ્રસ્‍ટ દ્વારા ૯મીએ શનિવારે અનોખું આયોજન : મીઠાઈ, ઠંડા પીણાં અને ટોક શોના માધ્‍યમથી માતૃત્‍વની ઉજવણી કરાશે

રાજકોટ : શહેરમાં માતળત્‍વના પર્વ
‘મધર્સ ડે'ની ઉજવણીના ભાગરૂપે સરદાર વલ્લભભાઈ પટેલ સ્‍મારક ટ્રસ્‍ટ સંચાલિત ગુલાબચંદ તલકચંદ શેઠ પુસ્‍તકાલય દ્વારા બહેનો માટે વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું છે. આગામી ૯ મે, ૨૦૨૬ (શનિવાર)ના રોજ ‘સરદાર ભવન' ખાતે આ કાર્યક્રમ યોજાશે, જેમાં અંતાક્ષરી અને રાંધણકળા જેવી પ્રતિભાઓને મંચ મળશે.

આ કાર્યક્રમમાં બહેનો માટે મુખ્‍યત્‍વે ત્રણ પ્રકારની સ્‍પર્ધાઓ રાખવામાં આવી છે. અંતાક્ષરી સ્‍પર્ધામાં બે મહિલા પાર્ટનરની ટીમ બનાવી ભાગ લઈ શકાશે. વાનગી સ્‍પર્ધામાં જેમાં મીઠાઈ અને ઠંડા પીણાં (શરબત) જેવી આઈટમો ઘરેથી બનાવીને લાવવાની રહેશે.

આ ઉપરાંત માતળત્‍વના ગૌરવને વધારવા માટે એક ખાસ ટોક શોનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. આ સ્‍પર્ધામાં ભાગ લેવા ઈચ્‍છતી બહેનોએ ૬ મે, ૨૦૨૬ સુધીમાં પોતાનું રજિસ્‍ટ્રેશન કરાવી લેવું. વાનગી સ્‍પર્ધા માટે ખાસ સૂચના આપવામાં આવી છે કે શરબતમાં કોઈ પણ પ્રકારના પ્રિઝર્વેટિવ્‍સનો ઉપયોગ કરી શકાશે નહીં અને વાનગીની રેસિપી સાથે રાખવાની રહેશે.

કાર્યક્રમ તા. ૯ શનિવાર, સાંજે ૪:૩૦ વાગ્‍યે, સ્‍થળ : સરદાર ભવન, કિસાનપરા ચોક, રેસકોર્સ રોડ, રાજકોટ.

વિજેતાઓને આકર્ષક ઇનામોથી નવાજવામાં આવશે અને દરેક સહભાગીને પ્રોત્‍સાહક ભેટ આપવામાં આવશે. વધુ માહિતી કે રજિસ્‍ટ્રેશન માટે સંસ્‍થાના મા. નં.  ૯૪૨૯૮૯૭૭૬૩ પર સંપર્ક કરવા ડૉ. અલ્‍પના ત્રિવેદી દ્વારા યાદીમાં જણાવાયું છે.

તસ્‍વીરમાં સંસ્‍થાના કોમલબેન વૈષ્‍ણવ અને ધરાબેન પરમાર નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(4:16 PM IST)