News of Tuesday, 20th October 2026
વિજયાદશમી પર્વ નિમીતે પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસે શાસ્ત્રોક્ત વિધી અને મંત્રોચ્ચાર સાથે કર્યુ શસ્ત્રોનું પૂજન
શસ્ત્ર પૂજન એ માત્ર પરંપરા નહિ પણ જનતાની સુરક્ષા અને અપરાધમુક્ત સમાજની રચના માટે પોલીસની સજ્જતા અને વચનબધ્ધતાનું પ્રતિક છે : પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ દશેરાની શુભેચ્છા પાઠવીને કહ્યું-પોલીસે મોડી રાત સુધી નવ દિવસ બંદોબસ્ત જાળવ્યો, જનતાએ પણ ખુબ સહકાર આપ્યોઃ રાવણ દહનની સાથે સાથે સમાજમાં રહેલી બુરાઇઓ, કુરીતીનું પણ દહન થાય તે માટે મા દુર્ગાને પ્રાર્થના

રાજકોટઃ વિજયાદશમી એટલે કે દશેરાનો તહેવાર એટલે અસત્ય પર સત્ય અને અન્યાય પર ન્યાયના વિજયનું પ્રતીક. આ પાવન અવસરે રાજકોટ શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા નાગરિકોની સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતા આધુનિક અને પરંપરાગત શષાોનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું. રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા. શાષાોક્ત વિધિ અને મંત્રોચાર સાથે પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતા હથિયારોની પૂજા કરવામાં આવી હતી. આ પૂજાનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસકર્મીઓમાં દેશભક્તિ, ફરજ પ્રત્યેનિષ્ઠા અને નાગરિકોની રક્ષા માટેનો સંકલ્પ વધુ મજબૂત કરવાનો છે. શષા પૂજન દરમિયાન પોલીસ દ્વારા સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતા જુદા-જુદા પ્રકારના શષાોને શણગારીને પૂજવામાં આવ્યા હતા, જેમાં મુખ્યત્વે આધુનિક અગ્નિશષાો, રાઈફલ્સ, પિસ્તોલ અને ગન તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય સંરક્ષણ સાધનોની પૂજા થઇ હતી. તેમજ ડોગ સ્ક્વોડના ડોગની પણ પૂજા કરવામાં આવી હતી. પરંપરાગત માન્યતા અનુસાર આ શષાોને કુશળતા અને ન્યાયના માર્ગે વાપરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
પોલીસ અધિકારીઓઅ તમામ પોલીસ જવાનોને વિજયાાદશમીની શુભકામનાઓ પાઠવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે શષા પૂજન એ માત્ર એક પરંપરા નથી, પરંતુ તે જનતાની સુરક્ષા અને અપરાધમુક્ત સમાજની રચના માટે પોલીસની સજ્જતા અને વચનબદ્ધતાનું પ્રતીક છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ આ વખતે જણાવ્યું હતું કે-દશેરાની સોૈને શુભકામના, મા દુર્ગા બધાને ખુશ રાખે, બધાના જીવનમાં ખુશી લાવે એ માટે પ્રાર્થના. નવરાત્રીના નવ દિવસો સુધી રાજકોટવાસીઓ મોડી રાત સુધી ગરબા રમ્યા, પોલીસતંત્રએ પણ મોડી રાત સુધી ફરજ બજાવી કાયદો વ્યવસ્થા અને શાંતિ સલામતિ જળવાઇ રહે તે માટે ફરજ બજાવી હતી. તેમજ નાગરિકો તરફથી પણ પોલીસને ખુબ સહકાર મળ્યો છે એ બદલ સોૈનો આભાર. દશેરાને દિવસે રાવણના પુતળાનું દહન થશે. તેની સાથે સાથે સમાજમાં રહેલી બુરાઇ, કુરીતીનું પણ દહન થાય તે માટે મા દુર્ગાને હું પ્રાર્થના કરુ છું.
આ પ્રસંગે રાજકોટ શહેરના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અડીશનલ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી ટ્રાફિક ડો. હરપાલસિંહ જાડેજા, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ, ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇ, તમામ એસીપી, તમામ પીઆઇ, પીએસઆઇ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં અને શષાોનું પૂજન કર્યુ હતું, જે તસ્વીરોમાં જોઇ શકાય છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:29 PM IST)










