News of Thursday, 5th November 2026
રવિવારે દિપાવલી નિમિતે ઓશો પ્રકાશ ધ્યાન મંદિરે તથા ઓશો ગીતા નિવેદિતા ધ્યાન મંદિરે ધ્યાનોત્સવ, સંધ્યા સત્સંગ

રાજકોટ, તા. પ : ઓશોના સૂત્ર ઉત્સવ આમાર જાતી આનંદ આમાર ગોત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિર, ઓશો સાહિત્ય પ્રદર્શન, ઓશો સન્યાસ ઉત્સવ, ભજન કિર્તન, ગીત સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, મૃત્યુ ઉત્સવ, વિશ્વ દિન વિગેરે રાજકોટમાં ર૪ કલાક ઓશો કાર્યોથી ધમધમતું વિશ્વનું એકમાત્ર ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર છેલ્લા ૪૧ વર્ષોથી અવાર નવાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેનું સંચાલન સ્વામી સત્ય પ્રકાશ કરી રહ્યા છે.
આગામી તા. ૮ રવિવારે દિપાવલીના ત્યોહારને અનુલક્ષીને સાંજના ૬:૩૦ થી ૮ દરમ્યાન ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર તથા ઓશો ગીતા નિવેદિતા ધ્યાન મંદિર પર ઓશો ધ્યાનોત્સવ તથા સંધ્યા સત્સંગના કાયૃક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરોકત દિપાવલીના ઓશો ધ્યાનોત્સવના કાર્યક્રમમાં સહભાગી થવા ઓશો સન્યાસી પ્રેમીઓને ત્રિપુટીબંધુએ હાર્દિક અનુરોધ કરેલ છે.
સ્થળ : (૧) ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે, ૪, વૈદવાડી, ડી માર્ટ પાછળ, રાજકોટ. (ર) ઓશો ગીતા નિવેદિતા ધ્યાન મંદિર, કિસાનપરા ચોક, રેસકોર્સ સામે, એ.જી. ઓફિસ પાછળ, રાજુભાઇ ફુલવાળાની બાજુમાં, રાજકોટ. વિશેષ માીહતી માટે સ્વામિ સત્ય પ્રકાશ - ૯૪ર૭રપ૪ર૭૬, સ્વામિ સંજીવ રાઠોડ - ૯૮ર૪૮૮૬૦૭૦નો સંપર્ક કરવા જણાવાયું છે.
(4:42 PM IST)










