News of Monday, 28th September 2026
મનપા દ્વારા ‘ઓપન રાજકોટ ચેસ ટુર્નામેન્ટ': કુલ ૫૩૩ ખેલાડીઓએ ભાગ લીધો
વિજેતાઓને રોકડ ઈનામ, શિલ્ડ અને ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરાયા

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા બાળકો અને યુવા ખેલાડીઓમાં ચેસ રમત પ્રત્યે રસ અને પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે તા.૨૭ને રવિવારના રોજ સવારે ૮:૦૦ કલાકે ‘કવિશ્રી અમળત ઘાયલ કોમ્યુનિટી હોલ' ખાતે કરવામાં ‘ઓપન રાજકોટ ચેસ ટુર્નામેન્ટ'નું આયોજન કરવામાં આવ્યું હતું. મેયર ડૉ. નેહલ શુક્લના હસ્તે દીપ પ્રાગટય કરી આ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ અવસરે ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા અને ડો. દર્શીતાબેન શાહ, શહેર ભાજપ અધ્યક્ષ ડો. માધવભાઈ દવે, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ. હિરેનભાઈ ખીમાણીયા, તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષભાઈ ભટ્ટ, ઉપરાંત કોર્પોરેટરશ્રીઓ કિરણબેન માંકડિયા, જ્યોત્સનાબેન ટીલાળા, નીતાબેન, રીટાબેન સખીયા, અશ્વિનભાઈ ભોરણીયા, પ્રવીણભાઈ સેંગલિયા, ઘનશ્યામભાઈ હેરભા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મેયરશ્રીએ બાળકો સાથે ચેસ રમીને વિધિવતરીતે સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો. આ સ્પર્ધામાં ૦૩ થી ૧૧ વર્ષ (યુ-૧૧)ની કેટેગરીમાં ૨૪૧ તથા ૧૧ થી ૧૬ વર્ષ (યુ-૧૬) કેટેગરીમાં ૨૯૨ બાળકો એમ કુલ ૫૩૩ સ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં વિજેતાઓને રોકડ ઇનામ, શિલ્ડ અને તમામ ર્સ્પધકોને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહેમાનોનું શાબ્દિક સ્વાગત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયાએ કર્યું હતું. સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન મનીષભાઈ ભટ્ટે તમામ સ્પર્ધકોને શુભકામના પાઠવી હતી. આ આયોજનને સફળ બનાવવા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન મનીષભાઈ ભટ્ટ, વાઈસ ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા, સમિતિના સભ્યો પૂર્વ મેયર ડો. પ્રદીપભાઈ ડવ, પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, રાજેશ્રીબેન માલવિયા, તેમજ ગેસ્ફોર્ડ ચેસ ક્લબના પ્રમુખ વિશાલભાઈ સોલંકી, કિશોરસિંહ જેઠવા, અરવિંદભાઈ માલવી, બીપીનભાઈ પડીયા, વલ્લભભાઈ પીપળીયા, હર્ષિલભાઈ શાહ, રાજેશભાઈ કનુભાઈ ધ્રુવ, તથા ચીફ આર્બીટેટર તરીકે જય ડોડીયા અને આર્બીટેટર તરીકે હર્ષદભાઈ ડોડીયા અને તેમની ટીમ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સમીર ધડુક, સહાયક કમિશનર ડી. એમ. ડોડીયા, રેસકોર્સ સંકુલના મેનેજર હિતેશ ભસોટીયા અને તેમની ટીમ તથા આર.એસ.પી.એફ.ના સી.ઈ.ઓ. શ્રી રાજદિપસિંહ જાડેજાએ ભારે જહેમત ઉઠાવી હતી
(3:21 PM IST)










