News of Friday, 16th October 2026
સમસ્ત પ્રજાપતિ સમાજ માટે દશેરાએ ‘બાય બાય નવરાત્રી' એક દિવસીય રાસોત્સવનું આયોજન
સહિયરના ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ ઝુમી ઉઠશે : સારો દેખાવ કરનારાઓને લાખેણા ઇનામો : ટોકન દરે પાસ વિતરણ ચાલુ

રાજકોટ તા. ૧૬ : સમસ્ત પ્રજાપતિ સમાજ માટે SPYG ગ્રુપ દ્વારા સતત ૧૨મા વર્ષે દશેરાના દિવસે મગળવારે તા. ૨૦ ના રેસકોર્સ સહિયર ગ્રાઉન્ડ ખાતે બાય-બાય નવરાત્રી અંતર્ગત એક દિવસીય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
સમાજના યુવાનોને સાંસ્કળતિક, સામાજિક મંચ ઉપલબ્ધ કરાવવા હેતુથી ્પ્રજાપતિ સમાજના નવયુવાનો દ્વારા સ્થાપિત સમસ્ત પ્રજાપતિ યુવા ગ્રુપ (SPYG) છેલ્લા ૧૧ વર્ષથી વિવિધ લોકહિતના કાર્યક્રમો યોજી રહ્યું છે. તેની જ કડીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ એક દિવસીય રાસોત્સવ યોજવામાં આવેલ છે.
આ રાસોત્સવમાં પ્રખ્યાત કલાકારો રાહુલ મહેતા, તેજસ શિશાંગીયાના સુમધુર સ્વરે રાસની રમઝટ બોલાવાશે. સાથે વિજેતાઓ માટે લાખેણા ઇનામો પણ રાખવામાં આવ્યા છે.
સમાજના દરેક ખૂણે વસતા સભ્યોને સહેલાઈ રહે તે માટે SPYG દ્વારા વિવિધ સ્થળોએ પાસ વિતરણ કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. સંતકબીર મેઇન રોડ (રાજન વેફર), ગ્રીનલેન્ડ ચોકડી (શિવનગર-૨, ચામુંડા ફ્લોર મિલ), નાનામવા રોડ બેકબોન શોપિંગ સેન્ટરની સામે (ટ્રેકોન કુરિયર), ૪૧૨- આર. કે. એમ્પાયર, ૧૫૦ ફૂટ રિંગ રોડ, મવડી ચોકડી પાસે, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, મોરબી રોડ, માંડા ડુંગર, ૧૫૦ ફૂટ રીંગ રોડ વગેરે સ્થળોએથી સાંજે ૭ થી ૮ દરમિયાન સંપર્ક કરી રાસોત્સવના પાસ મેળવી શકાશે.
આ રાસોત્સવમાં રાજકીય આગેવાનો, સમાજના શ્રેષ્ઠિઓ તથા દાતાઓ ઉપસ્થિત રહી પ્રેરણા આપશે. કાર્યક્રમને સફળ બનાવવા અતુલભાઈ સુરાણી, રમેશભાઈ સોરઠિયા, વિકીભાઈ ટાંક, વિજયભાઈ મુલીયા, અનિલભાઈ મુલીયા, જાબાલ કટકિયા, આકાશ પ્રજાપતિ, કપિલ પ્રજાપતિ, કૌશલ પ્રજાપતિ, મંથન પ્રજાપતિ, અમિત પ્રજાપતિ, સંજય સરવૈયા, દિલીપ વેગડ, પ્રથમ પ્રજાપતિ, રોહિત પ્રજાપતિ, સાગર પ્રજાપતિ, કલ્પેશ પ્રજાપતિ, ભૌતિક પ્રજાપતિ, દિવ્યેશ સંચાણીયા, પ્રિન્સ ખોખર, જય પ્રજાપતિ, મિતેન પ્રજાપતિ સહિત અનેક યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.
સમાજના તમામ પરિવારોને આ અનોખા સાંસ્કળતિક સમારોહ ‘બાય-બાય નવરાત્રી' ઉજવણીમાં જોડાવા જાહેર આમંત્રણ પાઠવાયુ છે. વધુ માહિતી માટે અતુલભાઇ સુરાણી મો.૯૮૨૫૨ ૬૮૨૬૩, જાબાલ કટકિયા મો.૯૮૯૮૧ ૫૪૧૫૩, વિજયભાઈ મૂલીયા મો.૯૮૭૯૯ ૭૭૦૦૭, વિકિભાઇ ટાંક મો.૯૬૮૭૨ ૭૨૭૨૬ અને અનિલભાઈ મૂલીયા મો.૭૫૬૭૬૧૦૦૨૩ નો સંપર્ક કરવા અનુરોધ છે.તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સમસ્ત પ્રજાપતિ યુવા ગ્રુપના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:27 PM IST)










