News of Friday, 10th July 2026
સનસાઈન ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂશનમાં ઓરિએન્ટેશન પ્રોગ્રામ

રાજકોટઃ વિદ્યાર્થીઓના જીવનમાં શાળા અને કોલેજનો પ્રથમ દિવસ કારકિર્દીની શરૂઆતમાં એક મહત્વનો દિવસ હોય છે ત્યારે સનસાઈન ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂશનમાં બી.વોક બી.એફ઼એસ.આઈ અને બી.વોક સેલ્સ એન્ડ માર્કેટિગ ના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શ્રી મેહુલ રવાણી અને શ્રી જીતેન્દ્ર ટાંક અતિથિ વિશેષ અને મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડો.ખુશ્બુ દવેએ કર્યું હતું. સાથો સાથ આ પછી બીબીએના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન અભિવાદન-૨૦૨૬ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ડો. વિવેક શર્મા અને શ્રી જીજ્ઞેશ દવે મુખ્ય અતિથિ અને અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રો. સીમા અરોરાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના ડિરેક્ટર ડો.પ્રો.વિકાસ અરોરાના નેતૃત્વ હેઠળ ડો.અમિત પોપટ બી.વોક કોઓર્ડીનેટર, ડો. કોમલ પટેલ બીબીએ કોઓર્ડીનેટર સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. સંસ્થાના ચેરમેન શ્રી મિનેષ માથુરએ તમામ વિદ્યાર્થીઓને આવકારતા ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હોવાનું સંસ્થા જણાવે છે
(2:22 PM IST)










