News of Monday, 11th May 2026
પડધરી પોલીસે રાજકોટની વાહન ચોર ટોળકીને ઝડપી લીધીઃ ચાર બાઇક ચોરીનો ભેદ ખુલ્યો

તસ્વીરમાં પકડાયેલ વાહન ચોર ટોળકી (નીચે બેઠેલ) સાથે ચોરાઉ વાહનો અને પડધરી પોલીસનો સ્ટાફ નજરે પડે છે.
રાજકોટ, તા., ૧૧ : પડધરી પોલીસે રાજકોટની વાહનચોર ટોળકીને ઝડપી લઇ ચાર બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. અને ગુન્હામાં વપરાયે ત્રણ બાઇક સહિત કુલ સાત બાઇક કબ્જે કર્યો હતો.
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા મિલ્કત વિરૂધ્ધના તથા અનડીટેકટ ગુન્હા શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે પડધરી પોલીસ સ્ટેશનના સર્ર્વેલન્સ સ્ટાફને હયુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સથી માહીતી મળેલ કે ચાર શંકમંદ ઇસમો ચોરી કરેલ બે અલગ અલગ મો.સા. સાથે રાજકોટ જામનગર હાઇવે પર નીકળનાર છે જેથી વોચમાં રહી આરોપી નં. ૧ સમીર હસન મહમદ શેખ રહે. ભિસ્તીવાડગુલજારે મદીના મસ્જીદની બાજુમાં મકસુદભાઇ સંધીના મકાનમાં ભાડેથી શેરી નં.૩ રાજકોટ આરોપી નં. ર અનિકેત રાકેશભાઇ કુમાર રહે. પોપટપરા શેરી-૪ રાજકોટ આરોપી નં.૩ હમીદ હશનભાઇ હાજી રહે. જંકશન ગાયકવાડી-૧ દાઉદભાઇ જુણાજ સંધીના મકાનમાં ભાડેથી રાજકોટ તથા આરોપી નં.૪ અતિક દોસ્ત મહમદ સુમરા રહે. જામનગર રોડ પરસાણાનગર શેરી ૬-૭નો ખુણો રાજકોટને ઝડપી લઇ પુછતાછ કરતા સમીર શેખ તથા અતિકે બે મહિના પુર્વે તરઘડી ગામેથી હિરો સ્પ્લેન્ડર પ્લસ તથા સમીર અને હમીદ હાજીએ એક મહિના પુર્વે પડધરીમાંથી સુઝીકી એકસેસ ચોર્યાની કબુલાત આપી હતી. પકડાયેલ ચારેયએ મોવીયા ગામેથી એકટીવા તથા તરઘડી ગામેથી એકસેસ ચોરી કર્યાની કેફીયત આપી હતી. પડધરી પોલીસે ચોરાઉ ૪ બાઇક તથા ગુન્હામાં વપરાયેલ ત્રણ બાઇક મળી કુલ ૩,૯૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી. પકડાયેલ ટોળકી પૈકીના અતીક સામે રાજકોટમાં અગાઉ એક ગુન્હો નોંધાવેલ છે.
આ કાર્યવાહી પડધરી પોલીસ સ્ટેશનના પીઆઇ ેએમ.જી. ચૌહાણ, એએસઆઇ ભગીરથસિંહ જાડેજા, પીસી વસંતભાઇ ભુંડીયા, અબ્બાશભાઇ ભારમલ, અશોકભાઇ ડાંગર, સાગરભાઇ ખટાણા, નિકુલસિંહ ઝાલા તથા ના. પો.ગોંડલ કચેરીના એએસઆઇ છત્રપાલસિંહ મનસિંહ સહિતના સ્ટાફે કરી હતી
(3:24 PM IST)










