News of Saturday, 28th November 2026
પાણીપુરીવાળા મનોજભાઇનો મોબાઇલ કર્મચારી પુનિત ચોરી ગયો ને ઓનલાઇન ૫.૫૬ લાખ ઉપાડી લીધા!
ગાંધીગ્રામ રામાપીર ચોકડી પાસે શાષાીનગરમાં બનાવઃ યુનિવર્સિટી પોલીસે તપાસ આદરી મનોજભાઇ અગાઉ મુંબઇ ધંધો કરતાં ત્યારે સાથે કામ કરતાં આકાશે પુનિત નામના શખ્સને કામ માટે મોકલ્યો હતોઃ એક જ દિવસ કામ કરી ભાગી ગયો

રાજકોટ તા. ૨૮: શહેરની રામાપીર ચોકડી પાસે શાષાીનગર વિસ્તારમાં રહેતા અને પાણીપુરીનો ધંધો કરતાં મુળમધ્યપ્રદેશના પ્રોૈઢનો મોબાઇલ ફોન તેણે કામે રાખેલો શખ્સ ચોરી કરી લઇ ગયાબ ાદ આ મોબાઇલનો ઉપયોગ કરી ઓનલાઇન રૂા. ૫,૫૬,૮૪૫ ઉપાડી લેતાં ફરિયાદ નોંધાવાઇ છે. આ શખ્સને અગાઉ મુંબઇ ખાતે સાથે કામ કરતાં પરિચીત યુવાનના કહેવાથી પાણીપુરીના ધંધામાં કામેથી રાખ્યો હતો.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે શાષાીનગર-૭માં ભાડેથી રહેતાં મુળ મીરા કોલોની એમપીના મનોજભાઇ સંતોષીલાલ બાથમ (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી તેના કર્મચારી પુનિત વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. મનોજભાઇ પંદર વર્ષથી પાણીપુરીનો ધંધો કરે છે. જેમાં આઠ વર્ષથી રાજકોટમાં છે અગાઉ સાતેક વર્ષ મુંબઇમાં પાણીપુરી વેંચતા હતાં. ત્યારે તેની સાથે આકાશ નામનો યુવાન કામ કરતો હતો. આશરે બે મહિના અગાઉ આકાશે ફોન કરીને કામ માટે માણસોની જરૂર છે કે કેમ તેમ પુછતાં મનોજભાઇએ એક માણસની જરૂર હોવાનું કહ્યું હતું.
ત્યારબાદ તા. ૧૨/૧૦ના રોજ આકાશ અને તેનો મિત્ર પુનિત રાજકોટ ખાતે મનોજભાઇના સરનામે આવ્યા હતા અને એક દિવસ રોકાયા હતા. તા. ૧૪/૧૦ના રોજ મનોજભાઇ કામ પર હતા ત્યારે આકાશ બપોરના સમયે જાણ કર્યા વગર જતો રહ્યો હતો. તેઓ રાતે ઘરે આવ્યા ત્યારે પોતાનો મોબાઇલ ફોન રૂા. ૧૬ હજારની કિંમતનો બાજુમાં રાખી સુઇ ગયા હતાં. સવારે ઊઠીને જોતા મોબાઈલ જોવા મળ્યો નહોતો. તપાસ કરતા કામદાર પુનિત પણ હાજર નહોતો અને અન્ય છોકરાઓના જણાવ્યા મુજબ પુનિત તા. ૧૫/૧૦ની રાત્રે આશરે બે વાગ્યાની આસપાસ ત્યાંથી નીકળી ગયો હતો.
આ પછી ૧૭મીએ આકાશે મનોજભાઇના જૂના નંબર પર ફોન કરીને જણાવ્યું કે તે મોબાઈલ પુનિત પાસે છે અને તે બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી રહ્યો છે. ત્યારબાદ મનોજભાઇએ બેંક ઓફ બરોડામાં પોતાના એકાઉન્ટની એન્ટ્રી કરાવતા ખબર પડી હતી કે તા. ૧૫/૧૦થી તા. ૧૭/૧૦ દરમિયાન ત્રણ દિવસમાં પુનિતે અલગ-અલગ સ્થળોએથી કુલ ૫,૫૬,૮૪૫ ઉપાડી લીધા છે. બનાવ અંગે ફરિયાદીએ તાત્કાલિક ૧૯૩૦ હેલ્પલાઈન પર ફોન કરીને ખાતાના ટ્રાન્ઝેક્શન બંધ કરાવ્યા હતા. ત્યારબાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાંથી ફોન આવતા પુછપરછ બાદ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનું કહેતાં હવે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પીઆઇ કે. કે. ગોહિલની રાહબરીમાં હેડકોન્સ. કે. ડી. ડોડીયાએ ગુનો દાખલ કરતાં વધુ તપાસ પીએસઆઇ એન. વી. ચાવડાએ તપાસ હાથ ધરી છે.
(3:45 PM IST)










