<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

‘પરમ ચગ’ ઉંમર છે નાની, ગણિતમાં છે જ્ઞાની

ગણિતમાં કેલકયુલેટરને પણ કાચુ પાડે તેવો વિલક્ષણ પ્રતિભા ધરાવતો બાળક : હજાર અને લાખના આંકડાઓ સુધીના અતિ-કઠિન ઘડિયાં પણ સેકન્‍ડોના છઠ્ઠા ભાગમાં એકદમ કડકડાટ બોલી શકે છે. રમકડા રમવાની ઉંમરે પરમ ગણિતના આંકડાઓથી રમે છે. ચોકલેટ, આઇસ્‍ક્રીમ, બિસ્‍કીટ શું હોય તે પરમને ખ્‍યાલ નથી, જંક ફુડ ખાતો નથી જે તેને ભાવતા જ નથી. ભાખરી-દૂધ વહાલું ભોજન. પરમની આ અદભૂત ક્ષમતા જોઈને મોટા-મોટા ગણિતશાષાીઓ અને સેલિબ્રિટીઝ પણ આヘર્યચકિત થઈ ગયા છે. કિર્તન, ભજન-ભક્‍તિ પણ બહુ ગમે છે.

 અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે અદ્ભુત સ્‍મરણશક્‍તિ સાથે ગણિત સાથે રમત રમતો બાળક પરમ ચગ, પરેશભાઇ-ડો.આશાબેન ચગ, ડો. હેતલ વડેરા અને  અકિલાના ઉદયભાઇ વેગડા તસવીરમાં નજરે પડે છે. (તસવીરઃ સંદીપ બગથરિયા)

રાજકોટઃતમને કોઇ પૂછે કે પાંચ ગુણ્‍યા પાંચ કેટલા થાય? તો તમે કહેશો ૨૫,બરોબર પણ જો તમને પૂછવામાં આવે કે ૨૦૦૨૨૭૪૮ ગુણ્‍યા ૫ કેટલા થાય? તમારે જવાબ આપવાનો છે અને એ પણ કેલ્‍યુલેટર વિના.. સાહેબ ચેલેન્‍જ આપુ છુ કે તમે ગોટે ચડી જશો તો પણ આનો જવાબ પાંચ સેકન્‍ડમાં નહિં આપી શકો. જોકે કુદરતે એવા અમુક જીનિયસને આ દુનિયામાં જન્‍મ આપ્‍યો છે જેના માટે આવું અઘરું કામ રમત વાત છે. સામાન્‍ય રીતે ૫ વર્ષનું બાળક માંડ ૧ થી ૧૦૦ સુધીના એકડા કે સામાન્‍ય સરવાળા શીખતું હોય છે જ્‍યારે રાજકોટનો અતિ-તિભાશાળી બાળ-ગણિતજ્ઞ પરમ ચગ નામનો માત્ર પાંચ વર્ષનો બાળક સેકન્‍ડોના ભાગમાં મોટા-મોટા ગુણાકાર, ભાગાકાર અને વર્ગમૂળ મોઢે ગણી નાખે છે. સામેવાળી વ્‍યક્‍તિ -‘ પૂર્ણ કરે તે પહેલાં તેનો જવાબ તૈયાર હોય છે. પરમ તેની અસાધારણ ફોટોજેનિક મેમરીને કારણે ૧ થી ૧૦ નહીં, પરંતુ હજાર અને લાખના આંકડાઓ સુધીના અતિ-કઠિન ઘડિયાં પણ સેકન્‍ડોના છઠ્ઠા ભાગમાં એકદમ કડકડાટ બોલી શકે છે. અકિલા ખાતે પણ પરમએ તેની આ ચમત્‍કારિક સિધ્‍ધિને ફેઇસબુક લાઇવમાં પણ દર્શાવી હતી.

આ બાબતે જાણીતા તબીબ ડો. હેતલ વડેરાએ જણાવ્‍યું હતું કે, પરમ એ માત્ર પાંચ વર્ષનો છે. આ ઉંમરે બાળઓને ૧૦૦ થી વધુ આંકડા પણ આવડતા ન હોય ત્‍યારે ગણિતના કોઇપણ ટેબલ્‍સ (ઘડિયા) જેમકે ૧,૫૦૦૦૦ પણ વધુ કોઇપણ ટેબલ્‍સ તેને વાંચવા આપો એટલે એકવારમાંજ યાદ રાખી તેના જવાબ આપી શકે છે. આ એક ગોડ ગીફ્‌ટ છે. તાજેતરમાં પરમે ૧ થી ૫૦ ના સ્‍ક્‍વેરનો વર્લ્‍ડ રેકોર્ડ પણ કર્યો અને થોડા સમયમાં ૧ થી ૫૦ કયુબનો વર્લ્‍ડ રેકોર્ડ પરમના નામે થઇ જશે. પરમના પિતા પરેશભાઇ ચગના જણાવ્‍યાનુંસાર, અમે જૂનાગઢ-વેરાવળ ગયા હતા ત્‍યાં અમને ખ્‍યાલ આવ્‍યો કે પરમને ગણિતમાં રસ છે. તે અમુક અમુક ઘડિયા મોઢે બોલતો હતો. ત્‍યારે અમને થયું કે કોઇ બાળકને જોઇને બોલતો હશે પણ જ્‍યારે તેના આ ગણતરીઓ વિશે અમે ઉંડાણમાં ગયા ત્‍યારે ખ્‍યાલ આવ્‍યો કે તે ગણતરીની મીનિટોમાં ઘડિયા યાદ રાખે છે અને ગણિતની અઘરી ગણત્રી કરી જાણે છે. એટલે અમે તેની ઉપર સમય આપવા લાગ્‍યા.

જ્‍યારે પરમના માતા ડો. આશાબેન ચગના જણાવ્‍યા મુજબ, પરમનો જ્‍યારે જન્‍મ થયો ત્‍યારે અમારા ગુરૂ મહંત સ્‍વામી મહારાજે આશીર્વાદ આપ્‍યા હતા કે તમારૂ બાળક ખુબ ભણશે, સત્‍સંગ કરશે અને કરાવશે. જે બધી અનુભૂતી અમને જાન્‍યુઆરી ૨૦૨૬ થી પરમમાં દેખાવા લાગી છે. પરમને કિર્તન, ભજન-ભક્‍તિ પણ બહુ ગમે છે. જ્‍યારે ગણિતમાં તો અમારા આશ્વર્ય વચ્‍ચે તે શૂન્‍યથી લઇ કરોડો સુધીના ગુણાકારના જવાબ, કયુબ વગેરે સેકન્‍ડમાં આપે છે. અમે પરમને કંઇજ કરાવ્‍યું નથી બધુ તેણે જાતે જ કર્યું છે. એકજ વખત વાંચી આખુ ટેબલ તે બોલી જાય છે. જો તેને વચ્‍ચેથી પણ પૂછવામાં આવે કે એક અઠવાડિયા પછી પૂછવામાં આવે તો પણ તેને યાદ હોય છે. રમકડા રમવાની ઉંમરે પરમ ગણિતના આંકડાઓથી રમે છે. જે મોઝાર્ટ ઓફ મેથ્‍સ છે.

ચોકલેટ, આઇસ્‍ક્રીમ, બિસ્‍કીટ શું હોય તે પરમને ખ્‍યાલ નથી કારણ તે તેને ભાવતાજ નથી. તે જમવામાં પણ સવારે ભાખરી-દૂધ, બપોરે રોટલી-દાળ-ભાત અને સાંજે ભાખરી-દૂધ જ તેનો ખોરાક છે. તેણે જંકફુડ જોયુ જ નથી એટલુંજ નહી બીજા બાળકોને પણ જંકફુડ ખાતા રોકે છે. પરમ ચગ પર ઇશ્વરની કોઇ અનન્‍ય કળપા વરસી છે.

માત્ર ૫ વર્ષની નાની ઉંમરે ગણિતના આંકડાઓ સાથે અદભુત રમત રમતો પરમ ચગ ખરેખર એક ‘ગોડ-ગિફ્‌ટેડ' અને વિલક્ષણ પ્રતિભા ધરાવતું બાળક છે. પરમએ ૮૩ નાઘડિયાને તેમજ ૩૦૫ ના ઘડિયાને ઘડિકમાં વાંચી પળવારમાં જવાબ આપી દિધા હતા. પરમએ કાલીઘેલી ભાષામાં કહ્યું હું સેન્‍ટ પોલ સ્‍કૂલમાં અને એલ.કે.જી મા ભણુ છુ. જોકે સ્‍કૂલમાં હજી તેને ગણિત ભણવામાં આવતુ નથી છતા પરમની આ અદભુત ક્ષમતા જોઈને મોટા-મોટા ગણિતશાષાીઓ અને સેલિબ્રિટીઝ પણ આヘર્યચકિત થઈ ગયા છે. એવું કહી શકાય કે પરમ આજની એ.આઇ ટેક્રોલોજી કરતા પણ આગળ છે.

અત્‍યારના બાળકોને મોબાઇલ, ટીવી, ઇન્‍ટરનેટનું વળગણ હોય છે જ્‍યારે પરમ તેનાથી જોજનો દુર છે. તેનો સ્‍ક્રિન ટાઇમ ખુબ ઓછો છે. મોટા ઘડિયા માટે તેને મોબાઇલ આપવો પડે એટલા પુરતોજ તે જુએ છે. તેને મોબાઇલમાં ગેઇમ રમવી કે વિડિયો જોવામાં જરા પણ રસ નથી. તેને ભગવાનના કિર્તનમાં રસ છે. એજ્‍યુકેશનલ વિડિયો હોય તો તેમાં રસ પડે છે. પરમના પિતા પરેશભાઇ કહે છે, પરમ સાડા ત્રણ વર્ષનો હતો ત્‍યારથી હું તેને સ્‍વામિનારાયણ મંદિર લઇ જાઉં છુ. દર રવિવારે સાંજે તેને સભામાં લઇ જાઉ છુ. મંદિરમાં પરમ જેવડા ૨૫૦ થી ૩૦૦ બાળકો હોય જે ભગવાનની વાર્તા રજુ કરે તેમાં પરમ પણ પર્ફોમ કરે. એટલે તેનામાં સ્‍ટેજનો ભય પણ નથી.

પરમ આખો દિવસ આંકડાઓ સાથે જ રમતો હોય છે. પરમને હાલ ઇન્‍ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં ૧ થી ૫૦ ના મેક્‍સીમમ ફાસ્‍ટેસ્‍ટ સ્‍ક્‍વેર બોલવા માટે પસંદગી થઈ છે. તેમજ ઇન્‍ડિયા બુક ઓફ રેકોર્ડમાં ૧ થી ૧૧૦ ના મેક્‍સીમમ કયુબના જવાબ આપ્‍યા છે. ત્રણ વર્ષની ઉમરમાં તે ૨૦૦ ઉપરના કાર્ડ પણ ઓળખી જતો. તે જનરલ નોલેજમાં પણ અગ્રેસર છે. ૨૯ રાજ્‍યો તેના કેપીટલના નામ, ડાયનાસોરની -જાતિના નામ તે ઓળખી બતાવતો. અક્ષય ખત્રી નામના મિસ્‍ટર કેલકયુલેટર તરીકે ઓળખાતા વ્‍યક્‍તિ પરમને મળવા ઘરે આવેલા અને કહેલું કે આ જીનિયસ ચાઇલ્‍ડ છે. આ મારા રેકોર્ડ પણ તોડશે. પરમને અનેક મોબાઇલ નંબર સહિત અનેક વિષયોમાં પણ યાદ રહી જાય છે. આ પરમ ખરેખર પરમેશ્વરનું અલૌકિક નિર્માણ છે. પરમ ચગને ‘‘મનવિય કેલકયુલેટર'' કે ૅવન્‍ડર કીડૅ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતનું આ નાનું રત્‍ન ખરેખર પ્રશંસાને પાત્ર છે.ઇન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ @param611.genius છે.સંપર્કઃ પરેશભાઇ

 

ગણતરીની સ્‍પીડ કેલ્‍કયુલેટર કરતાં પણ ફાસ્‍ટ..!

પરમના માતા ડો.આશાબેન ચગ કહે છે, અમે પરમનો એક ટેસ્‍ટ પણ કરેલો. જેમાં તેનીજ ઉંમરના બાળકને અને પરમને બંનેને એકજ ઘડિયા આપ્‍યા અને પાંચ મીનિટ વાંચવા આપી. એ પછી બંને ને પૂછતા પરમ એક જ વારમાં આખો ઘડિયો કડકડાટ બોલી ગયો જ્‍યારે બીજો બાળક તે ઘડિયો માત્ર ૩ સુધીજ બોલી શકયો. એજ ઘડિયો ત્રણ દિવસ સુધી પૂછતા જો ખોટો આંકડો બોલીએ તો તે તુરતજ પકડી પાડતો. એના પરથી સ્‍પષ્ટ થયું કે પરમની બુધ્‍ધિ ક્ષમતા અને અદભુત સ્‍મરણશક્‍તિ છે. તેની ગણત્રીની સ્‍પીડ કેલ્‍કયુલેટર કરતાં પણ ફાસ્‍ટ છે.

 

 તબીબી તારણ...પરમનું મગજ આઇનસ્‍ટાઇન જેવું હોય શકે છે..!

ગણિતના ઘડિયા કડકડાટ બોલવાની સાથે તેનું લખાણ પણ એટલુંજ વ્‍યવસ્‍થિત છે. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર ચોક્કસ રીત -પ્રમાણે તે લખે છે. રાજકોટમાં ન્‍યુરોસાયકયાટ્રીસ્‍ટ ડો. ગાયત્રી રાઠોડ છે તેમને પરમને બતાવવા લઇ ગયા હતા. તેમના જણાવ્‍યા મુજબ ૬ વર્ષથી ઉપરના બાળકો હોય તેનો આઇકયુ ટેસ્‍ટ જાણી શકાય. તેમણે પરમના સ્‍કેન અને ટેસ્‍ટ કર્યા. ગણિતના ઘડિયા પણપૂછયા. ખોટા સવાલો પૂછતા તેમાં પણ પરમએ સાચો જવાબ આપ્‍યો. ત્‍યારે તારણ કાઢયું કે પરમનો આઇકયુ ૧૨૦ થી ૧૪૦ સુધીનો હોય શકે. આનું મગજ આઇનસ્‍ટાઇન જેવું હોય શકે છે.

(3:32 PM IST)