News of Monday, 6th July 2026
પોક્સોના ગુનાના પાકા કેદીને પેરોલ ફરલો સ્ક્વોડે સોમનાથથી પકડયો
વચગાળાના જામીન પર છુટી ફરાર થઇ ગયો હતો : પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ એસ. બી. ધાસુરા અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૬: ગીર સોમનાથના વેરાવળ પોલીસ સ્ટેશનના પોક્સોના ગુનામાં મધ્યસ્થ જેલના વચગાળાના જામીન પર છુટી ફરાર થઇ ગયેલા કેદીને શહેરની પેરોલ ફરલો સ્ક્વોડે ગીર સોમનાથથી પકડી લઇ જેલમાં સોંપ્યો છે.
વેરાવળના પોક્સોના ગુનામાં પાકા કામનો કેદી શહેજાદ ઇકબાલભાઇ શાહમદાર (ઉ.વ.૨૮-રહે. દિવાનીયા કોલોની જલારામ ફાટક પાસે વેરાવળ)ને રાજકોટ જેલમાંથી વચગાળાના જામીન પર મુક્ત કરાયો હતો. પરંતુ મુદ્દત પુરી થયા પછી પણ તે જેલમાં હજાર થયો નહોતો. આ ફરાર કેદીને સોમનાથ ખાતેથી પેરોલ ફરલો સ્ક્વોડના પીઆઇ કે. કે. ગોહિલની રાહબરીમાં પીએસઆઇ એસ. બી. ધાસુરા અને ટીમના જાહીરખાન, ધર્મેન્દ્રસિંહ, રાજદિપસિંહ, હેડકોન્સ. સિરાજભાઇ, રાજદિપસિંહ ચોૈહાણ, રોહિતભાઇ, અંકિતભાઇ, અમીનભાઇ, કુલદીપસિંહ, શાંતુબેન મુળીયા, ડ્રા. કોન્સ. દોલતસિંહે આ કામગીરી કરી હતી.
(2:47 PM IST)










