News of Monday, 25th May 2026
રાજકોટમાં ગરમીમાં આંશિક ઘટાડો, પણ અસહ્ય બફારાથી જનતા ત્રાહિમામ
બપોરે ૨:૩૦ વાગે તાપમાનનો પારો ૪૧.૪ ડિગ્રીએ પહોંચ્યોઃ અસહ્ય ઉકળાટથી શહેરીજનો પરેશાન

રાજકોટ, તા. રપ : રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમીમાંથી આજે શહેરીજનોને આંશિક રાહત મળી છે. બપોરે ૨:૩૦ વાગ્યાના સુમારે શહેરમાં મહત્તમ તાપમાન ૪૧.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે અગાઉના દિવસો કરતાં થોડું ઓછું છે.
જો કે, તાપમાનમાં આ નજીવો ઘટાડો થવા છતાં શહેરીજનોને ગરમીમાંથી કોઈ ખાસ રાહત મળી નથી. હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે અસહ્ય તાપ અને બફારાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. બપોરના સમયે ફૂંકાતા ગરમ પવનો અને ઉકળાટને લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને બપોરે કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
(4:08 PM IST)










