<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

રાજકોટમાં ગરમીમાં આંશિક ઘટાડોઃ બપોરે ૨:૩૦ વાગે પારો ૪૧.૪ ડિગ્રીએ પહોંચ્‍યો, ૧૬ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયા

 

રાજકોટઃ રાજકોટવાસીઓ માટે આજે બપોરે ગરમીના મોરચે સામાન્‍ય રાહતના સમાચાર આવ્‍યા છે. છેલ્લા થોડા દિવસોથી પડી રહેલા અસહ્ય તાપની સરખામણીએ આજે ગરમીના પારામાં આંશિક ઘટાડો નોંધાયો છે. બપોરે ૨:૩૦ વાગ્‍યાના સુમારે શહેરનું મહત્તમ તાપમાન ૪૧.૪ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું હતું. તાપમાનમાં આ સામાન્‍ય ઘટાડાની સાથે જ શહેરમાં ૧૬ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેને કારણે બપોરના સમયે લોકોને આકરા લૂના ઝાપટામાંથી થોડી રાહત અનુભવાઈ હતી. જો કે, બપોરના સમયે હજુ પણ ગરમ પવનો ફૂંકાવાનું ચાલુ જ છે.

(3:41 PM IST)