<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

દેશીદારૂના ગુનામાં લોઠડાનો રાજા ગણોદીયા પાસામાં પુરાયો પીસીબી પી.આઇ. એમ.આર. ગોંડલીયાની

ટીમ દ્વારા પાસા વોરંટની બજવણી કરાઇ

 

 

રાજકોટ તા. ૯ :.. રાજકોટ અને ગોંડલમાં દેશી દારૂના ગુનામાં સંડોવાયેલા લોઠડાના શખ્‍સની પીસીબીએ પાસા તળે અટકાયત કરી અમદાવાદ જેલમાં ધકેલી દીધો હતો.

રાજકોટ ક્રાઇમ બ્રાંચમાં ૧, આજી ડેમમાં ૩, અને ગોંડલ તાલુકામાં ૧, મળી દેશી દારૂ અને મારામારીના કુલ પાંચ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા રાજા રવજીભાઇ ગણોદીયા (ઉ.ર૮ રહે. લોઠડા), ગામ, તા. રાજકોટ મુળ ગુંદાળા ગામ, તા. ગોંડલ) ની પીસીબીની ટીમે પાસા તળે અટકાયત કરી અમદાવાદ જેલમાં ધકેલવા કવાયત શરૂ કરી છે.

આ કામગીરી પી.સી.બી. પી.આઇ. એમ.આર.ગોંડલીયા, પીએસઆઇ પી.બી. ત્રાજીયા, આર.કે.જાડેજા, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, રાજુભાઇ દહેકવાલ, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, અનિલભાઇ સોનારા, પો.હેઙ.કોન્‍સ. કિરતસિંહ ઝાલા, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, સંજયકુમાર રૂપાપરા, પ્રદીપસિંહ સરવૈયા, પો.કોન્‍સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, હિરેન્‍દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે, હરપાલસિંહ જાડેજા, મહીલા પો.કોન્‍સ. દીપલબેન ચૌહાણે કરી હતી

(3:58 PM IST)