તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Wednesday, 28th October 2026
મનપાના 'સ્વદેશી મેળા-૨૦૨૬'માં લોકો ઉમટયાઃ બહોળો પ્રતિસાદ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત'ના વિઝનને સાકાર કરવાની દિશામાં તેમજ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને 'વિકસિત ભારત' બનાવવાના સંકલ્પને વધુ વેગ આપવા માટે 'સ્વદેશી મેળા શોપિંગ ફેસ્ટિવલ-૨૦૨૬'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા.૨૩ ઓકટોબરથી તા.૩ નવેમ્બર, ૨૦૨૬ સુધી ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્સ, રાજકોટ ખાતે યોજાઈ રહેલા આ મેળામાં નાગરિકો ઉત્સાહપૂર્વક સહભાગી બની રહ્યા છે. સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા, સ્થાનિક વેપારીઓ, કારીગરો, નાના ઉદ્યોગસાહસિકો અને સ્વદેશી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા ઉત્પાદકોને વિશાળ બજાર ઉપલબ્ધ કરાવવા તેમજ નાગરિકોમાં સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અંગે જાગૃતિ લાવવાના હેતુથી યોજાયેલા આ મેળામાં વિવિધ પ્રકારની સ્વદેશી ચીજવસ્તુઓ અને ઉત્પાદનો એક જ સ્થળે ઉપલબ્ધ બન્યાં છે. મેળામાં ખરીદીની સાથે મનોરંજન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પણ સુંદર સમન્વય કરવામાં આવ્યો છે. ખાસ કરીને સાંસ્કૃતિક કોર્નરમાં કલાકારો દ્વારા રજૂ કરવામાં આવતી વિવિધ કલાપ્રસ્તુતિઓ મેળામાં ઉપસ્થિત નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના મેયરશ્રી ડો.નેહલ શુકલ, ડેપ્યુટી મેયરશ્રી દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાશ્રી ડો.હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડકશ્રી સંજયસિંહ રાણા અને શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેનશ્રી કેતનભાઈ પટેલ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ પરિવારજનો અને મિત્રો સાથે 'સ્વદેશી મેળા-૨૦૨૬'ની અવશ્ય મુલાકાત લે, વિવિધ સ્વદેશી ઉત્પાદનોની ખરીદી કરી સ્થાનિક વેપારીઓ અને કારીગરોને પ્રોત્સાહન આપે તેમજ સાંસ્કૃતિક કોર્નરમાં યોજાતી કલાકારોની કલાઙ્ખસ્તુતિઓનો આનંદ માણે
(3:22 PM IST)










