<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

રાજકોટ શહેર - જીલ્લામાં ૭૦૦ જેટલી સસ્‍તા અનાજની દુકાનો ઉપર લોકોએ આશીર્વાદના દિવડા પ્રગટાવ્‍યાઃ વડાપ્રધાનને શુભેચ્‍છા

રાજકોટઃ પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના તા. ૧૭ સપ્‍ટેમ્‍બરના રોજ ૭૬મા જન્‍મદિન નિમિત્તે રાજકોટ જિલ્લાના આશરે ૭૦૦ જેટલા પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર (સરકાર માન્‍ય વાજબી ભાવની દુકાનો) ઉ૫ર લાભાર્થીઓ દ્વારા ‘‘આશીર્વાદ'' ના દીવડાઓ પ્રગટાવવામાં આવ્‍યા હતા. પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્ન યોજના અંતર્ગત રાજકોટ જિલ્લામાં કુલ- ૩૦૭૫૯૩ જેટલા રેશનકાર્ડના કુલ ૧૧૭૯૨૨૫ જેટલા લાભાર્થીઓ લાભ મેળવે છે.  પ્રધાનમંત્રીના જન્‍મદિન નિમિત્તે  લાભાર્થીઓએ વડાપ્રધાન માટે ‘‘આશીર્વાદ'' ના દીવડાઓ પ્રગટાવી દીર્ઘાયુ માટે શુભકામનાઓ કરી. સરકાર તરફથી જરૂરિયાતમંદ પરિવારોને પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્ન યોજના અંતર્ગત દર માસે નિયમિત અને વિના મૂલ્‍યે અનાજનો લાભ મળી રહ્યો હોવાથી લાભાર્થીઓ દ્વારા પ્રધાનમંત્રી માટે ‘‘કળતજ્ઞતા'' વ્‍યક્‍ત કરી જન્‍મદિનની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

(2:26 PM IST)