<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

રાજકોટ જિલ્લા પંચાયતમાં સુકાન સંભાળતા પીપળિયા અને બાંભવા

૬૯ દિવસના વહીવટદાર શાસનનો અંતઃ ટુંક સમયમાં સમિતિઓની રચના માટે સામાન્‍ય સભા બોલાવાશે

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે આજે કચેરી ખાતે કલેકટરશ્રી ઓમપ્રકાશના અધ્‍યક્ષ સ્‍થાને બેઠક મળેલ જેમાં પ્રમુખ તરીકે કુવાડવાના સંજય પીપળીયા તથા ઉપપ્રમુખ તરીકે કોલીથડના સામતભાઇ બાંભવા ચૂંટાઇ આવ્‍યા હતા. જિલ્લા વિકાસ અધિકારી આનંદુ સુરેશ ગોવિંદ તથા અન્‍ય અધિકારીઓ અને પદાધિકારીઓએ નવા સુકાનીઓને અભિનંદન આપેલ ભાજપના આગેવાનો અને કાર્યકરો પંચાયત કચેરી ખાતે ઉમટી પડેલ સમગ્ર સંકુલમાં ઉત્‍સવ જેવો માહોલ થઇ ગયો હતો. (તસ્‍વીરઃ સંદીપ બગથરિયા) (૯.ર૮)

રાજકોટ તા . ૨૫ :..  સૌરાષ્‍ટ્રની સૌથી મોટી રાજકોટ રાજકોટ જિલ્લા પંચાયતમાં ૩૬ માંથી ૩૪ બેઠકો સાથે ભાજપનું શાસન આવતા આજે સુકાનીઓની ચૂંટણી યોજાયેલી.

જેમાં ભાજપે પસંદ કરેલા પ્રમુખ પદના ઉમેદવાર સંજય પીપળીયા તથા ઉપપ્રમુખ પદના ઉમેદવાર સામતભાઈ બાંભવા ચૂંટાયા હતા  બંનેએ બીજી વિધિવત સુકાન સંભાળ્‍યું છે. સમિતિઓની રચના માટે ટૂંક સમયમાં ફરી સામાન્‍ય સભા મળશે .

ગઈકાલે પ્રમુખ પદ માટે સંજય પીપળીયાએ ફોર્મ ભરેલ તેની સામે આમ આદમી પાર્ટીના મોવિયાના સભ્‍ય ભારતીબેન જેતાણીએ ઉમેદવારી કરેલ તેમની પાસે સંખ્‍યા બળ ન હોવાથી ભાજપના પીપડીયા ચૂંટાઈ આવ્‍યા હતા. ઉપપ્રમુખ પદ માટે એક માત્ર સામંતભાઈની ઉમેદવારી હોવાથી તેઓ બિનહરીફ ચૂંટાયા છે .

જિલ્લા કલેક્‍ટર ઓમ પ્રકાશે ચૂંટણી કરાવેલ તેમણે બંને સુકાનીઓને ચૂંટાયેલા જાહેર કર્યા છે ૬૯દિવસના વહીવટી શાસનના અંત સાથે ચૂંટાયેલી પાખનું શાસન ફરી શરૂ થયું છે. નવા પ્રમુખ સંજયભાઈ પીપળીયા કુવાડવાથી ચૂંટાયા છે. તેઓ ચૂવાડિયા કોળી સમાજના છે.

 ઉપપ્રમુખ સામંતભાઈ માલધારી સમાજના છે .તેઓ ગોંડલના કોલીથડ વિસ્‍તારનુ  પ્રતિનિધિત્‍વ કરી રહ્યા છે .આ અગાઉના પાંચ વર્ષ ભુપત બોદર અને પ્રવિણાબેન રંગાણી પ્રમુખ પદે રહ્યા બાદ સતત ત્રીજી વખત રાજકોટ તાલુકાને જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ મળ્‍યું છે .ગોંડલ તાલુકાને સતત બીજી વખત ઉપપ્રમુખ પદ મળ્‍યું છે. અન્‍ય પદાધિકારીઓના નામ હવે પછી જાહેર થશે.

જિલ્લા પંચાયતમાં આજથી નવા શાસકોએ શાસન સંભાળતા હવે સમિતિઓની રચના માટે ટૂંક સમયમાં પ્રમુખ બેઠક બોલાવશે. જેમાં સમિતિઓ રચાયા બાદ જે તે સમિતિની બેઠકમાં સમિતિના અધ્‍યક્ષની ચૂંટણી થશે. આજે નવા પદાધિકારીઓની વરણી પ્રસંગે જિલ્લા પંચાયતમાં તેમના ટેકેદારો અને કાર્યકરો ઉમટી પડ્‍યા હતા.

જિલ્લા પંચાયતમાં ૭

વખત મહિલા પ્રમુખ

નામ                                   પક્ષ            વર્ષ

* ચેતનાબેન રાદડિયા         કોંગ્રેસ          ર૦૦૦

* ભાવનાબેન બાલધા         ,,              ર૦૦પ

* કાંતાબેન મેંદપરા                   ,,               ર૦૦૯

* હંસાબેન પારેધી                     ભાજપ         ર૦૧૪

* કંચનબેન બગડા                    કોંગ્રેસ          ર૦૧પ

* અલ્‍પાબેન ખાટરિયા         ,,               ર૦૧૮

* પ્રવીણાબેન રંગાણી         ભાજપ         ર૦ર૩

(3:29 PM IST)