News of Friday, 19th June 2026
કાળીપાટ ચોકડીએથી વ્હીસ્કી, જામુન વોડકા ભરેલી કાર સાથે પિયુષ અને ભયલુ પકડાયા
પીસીબી પીઆઇ ગોંડલીયાની રાહબરીમાં એએસઆઇ મહિપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચોૈહાણ, હરદેવસિંહ રાણાની બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ તા. ૧૮: દારૂની હેરાફેરી અટકાવવા કાર્યરત પીસીબીની ટીમે વધુ એક દરોડો પાડી રાજકોટ-ભાવનગર હાઇવે પર ૧૫૦ રીંગ રોડ પર રૂા. ૯૩ હજારનો દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોને પકડી લીધા છે.
ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ મહિપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચોૈહાણ, હેડકોન્સ. હરદેવસિંહ રાણાને બાતમી મળતાં કાળીપાટ ચોકડીથી ત્રંબાથી રાજકોટ તરફતના રોડ પર કબુતરી કલરની સ્વીફટ કાર જીજે૧૩એઆર-૨૮૬૭ને આંતરી લીધી હતી. કારમાં તપાસ કરતાં સુપર જ્યુબીલી વ્હીસ્કીની ૭૫૦ એમએલની કુલ ૬૦ બોટલ કિંમત રૂ. ૩૫,૪૨૦ની તથા ઓલ્ડ સ્કૂલ ટ્રીપલ પ્યોર જામુન વોડકાના ૧૮૦ એમેઅલના રૂા. ૫૭૬૦૦ના ૨૪૦ ચપલા મળી આવતાં કુલ ૯૩૪૨૦નો દારૂ અને પાંચ લાખની કાર કબ્જે કર્યા હતાં.
કારમાંથી પોલીસે પિયુષ રામયમલભાઇ હુંબલ (ઉ.વ.૨૭-રહે. શીવધારા સોસાયટી-૨, ખોખડદળ પુલ પાસે, હુડકો ચોકડી) અને ભયલુ ભુપતભાઇ જળુ (ઉ.વ.૨૫-રહે. વેલનાથપરા-૨, ખોખડદળ પુલ પાસે)ને ઝડપી લીધા હતાં. દારૂ ક્યાંથી લાવ્યા તેની પ્રાથમિક તપાસ થતાં બોટાદ તરફથી દારૂ લાવ્યાનું રટણ કર્યુ હતું. પીઆઇ એમ. આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજા અને ટીમના મહિપાલસિંહ, ઘનશ્યામસિંહ, હરદેવસિંહ સહિતે આ કામગીરી કરી હતી. વિશેષ તપાસ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.
(3:44 PM IST)










