તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Thursday, 26th November 2026
રાજકોટ ડિવિઝનના ચાર રેલવે સ્ટેશનો પર સ્થાપિત કરવામાં આવ્યા પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીનો
સીએસઆર (CSR) યોજના હેઠળ મશીના મુકાયા; પ્લાસ્ટિક કચરાના યોગ્ય વ્યવસ્થાપન અને પર્યાવરણ સંરક્ષણને મળશે પ્રોત્સાહન

રાજકોટ, તા. ર૬ : પヘમિ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા રેલવે સ્ટેશનો પર સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ અંતર્ગત ડિવિઝનના ચાર રેલવે સ્ટેશનો પર પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીનો (Plastic Bottle Crushing Machines) સ્થાપિત કરવામાં આવ્યા છે. આ મશીનો કોર્પોરેટ સામાજિક જવાબદારી (સીએસઆર) યોજના હેઠળ રેલવે સ્ટેશનો પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ પહેલ હેઠળ બે મશીનો ભક્તિનગર અને રાજકોટ રેલવે સ્ટેશનો પર તથા અન્ય બે મશીનો જામનગર અને દ્વારકા રેલવે સ્ટેશનો પર સ્થાપિત કરવામાં આવ્યા છે.
આ મશીનોના માધ્યમથી ઉપયોગ બાદ ખાલી થયેલી પ્લાસ્ટિકની બોટલોને ક્રશ કરીને તેનું કદ નાનું કરવામાં આવશે, જેનાથી તેને એકત્રિત કરવામાં, પરિવહન કરવામાં તથા આગળના નિકાલમાં સુવિધા રહેશે. આનાથી રેલવે સ્ટેશનો પર પ્લાસ્ટિક કચરાનો ફેલાવો ઘટાડવામાં તથા પ્લાસ્ટિક વેસ્ટના બહેતર વ્યવસ્થાપનમાં મદદ મળશે. સાથે જ, આ પહેલ મુસાફરોને પ્લાસ્ટિક બોટલોના યોગ્ય નિકાલ પ્રત્યે જાગળત કરવામાં પણ સહાયક બનશે.
રાજકોટ ડિવિઝન ના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે રેલવે સ્ટેશનોને સ્વચ્છ અને પર્યાવરણ-અનુકૂળ બનાવવા માટે રાજકોટ ડિવિઝન સતત પ્રયત્નશીલ છે. પ્લાસ્ટિક કચરાનો યોગ્ય નિકાલ આ દિશામાં એક મહત્વપૂર્ણ કદમ છે. તેમણે મુસાફરોને આ મશીનોનો વધુમાં વધુ ઉપયોગ કરીને પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા અને પર્યાવરણ સંરક્ષણમાં સહયોગ આપવાની અપીલ કરી છે.
આ પહેલ સ્વચ્છ રેલવે પરિસરના નિર્માણ, પ્લાસ્ટિક કચરામાં ઘટાડો તથા પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે રાજકોટ ડિવિઝનની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
(4:22 PM IST)










