News of Wednesday, 16th September 2026
ચોરાઉ બાઇક ફેરવતા જીતેશ વાઘેલા અને મીલન સીંધવને પોલીસે પકડયા
ક્રાઇમબ્રાંચના પીઆઇ એ.એસ. ચાવડા અને યુનિવર્સિટી પી.આઇ. કે.કે. ગોહીલની ટીમે પકડી બે બાઇક કબ્જે કર્યા

રાજકોટ, તા.૧૬: થોરાળા પોલીસ મથક હેઠળના વિસ્તારમાંથી ચોરી થયેલ બાઇક સાથે ક્રાઇમબ્રાંચે એકને અને રૈયાધાર વિસ્તારમાંથી ચોરી થયેલ એકટીવા સાથે યુનિવર્સિટી પોલીસે એકને ઝડપી લઇ કાર્યવાહી કરી વાહનો કબ્જે કર્યા હતા.
થોરાળા પોલીસ મથક હેઠળના વિસ્તારમાંથી બાઇક ચોરી થવા મામલે પોલીસ ફરીયાદ નોંધાઇ હતી જે ગુનાનો ભેદ ક્રાઇમબ્રાંચે ઉકેલી નાખી ભાવનગર રોડ પર ગંજીવાડા નાકા પાસેથી બાતમીના આધારે જીતેશ અમરશીભાઇ વાઘેલા (ઉ.વ.૩૭ રહે પરસાણાનગર શેરી નં.૬, જામનગર રોડને ઝડપી લઇ રૂા.૭૦ હજારનું બાઇક કબ્જે કર્યુ હતું આરોપી અગાઉ ત્રાસ વાહન ચોરી સહિત છ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.
શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા જેસીપી ચૈતન્ય મંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસપી ક્રાઇમ બી.બી. બસીયાની સુચનાથી આ કામગીરી ક્રાઇમબ્રાંચના પીઆઇ એ.એસ.ચાવડા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ, પીએસઆઇ સમીરભાઇ શેખ હેડકોન્સ્ટેબલ સાગરભાઇ માવદીયા, દિપકભાઇ ડાંગર, મુકેશભાઇ સબાડ, કોન્સ્ટેબલ જીતુભાઇ ગરચર, તોફીકભાઇ જુણાચ, અશ્વીનભાઇ પંપાણીયાએ કરી હતી.
જયારે ગાંધીગ્રામ-૨ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચાર દિવસ પહેલા રૈયાધાર બારમાળીયા કવાર્ટરના પાર્કિંગમાંથી એકટીવાની ચોરી કરનાર શખ્સ આર્ષવિદ્યા મંદિર પાસે, ટીટોડીયા વિસ્તારમાં જવાના પુલ પાસેથી એકટીવા સાથે પસાર થવાનો હોવાની બાતમીના આધારે ત્યાંથી મીલન વિનોદભાઇ સીંધવ (ઉ.વ.૨૩ રહે રૈયાધાર ઇન્દીરાનગર શેરી નં. ૩૨) ને રૂા.૮૯ હજારના ચોરાઉ એકટીવા સાથે ઝડપી લીધો હતો.
આ કામગીરી ગાંધીગ્રામ-૨ના પીઆઇ કે.કે. ગોહીલ અને પી.એસ.આઇ એસ.અને. સ્યોરા સહિતની ટીમે કરી હતી.
(3:48 PM IST)










