<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ કરણસિંહજી બાલાજી હનુમાનજી દાદાના ચરણોમાં શીશ ઝુકાવ્‍યું

શહેરની શાંતિ-સુરક્ષા માટે પ્રાર્થના કરીઃ સંતો દ્વારા ઉષ્‍માભર્યુ સ્‍વાગત અને આશીવર્ચન

રાજકોટઃ રજકોટવાસીઓના દુઃખ દૂર કરતાં કરણસિંહજી હાઇસ્‍કૂલ કમ્‍પાઉન્‍ડમાં બીરાજતાં મહાપ્રતાપી શ્રીબાલાજી હનુમાનજી મહારાજના દર્શને શહેરના પોલીસ કમિશનર  બ્રજેશકુમાર ઝા પહોંચ્‍યા હતાં. તેમણે દાદાના દરબામાં આસ્‍થાભેર દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી. શ્રી ઝાએ શ્રીબાલાજી હનુમાનજી મહારાજની વિશેષ આરતી અને પૂજા-અર્ચના કરી હતી. આ અવસરે તેમણે રાજકોટવાસીઓની સુખ-શાંતિ, સલામતી અને કાયદો-વ્‍યવસ્‍થાની જાળવણી વધુ મજબૂત બને તેવી દાદાના ચરણોમાં પ્રાાર્થના કરી હતી. મંદિરમાં ઉપસ્‍થિત ભાવિકોએ પણ પોલીસ વડાની આ શ્રદ્ધા અને સાદગીને બિરદાવી હતી. પોલીસ કમિશનરનું મહંત વિવેકસાગરદાસજી સ્‍વામી, સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિરના મહંત શાષાી  રાધારમણદાસજી સ્‍વામી અને કોઠારી  મુનિવત્‍સલદાસજી સ્‍વામી દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. સંતોએ કમિશનરશ્રીને પ્રસાદીનો હાર પહેરાવી અને આશીર્વાદ પાઠવતા જણાવ્‍યું હતું કે દાદાની કળપાથી શહેરની જનતા હંમેશા સુરક્ષિત અને સુખી રહે. આ મુલાકાત વેળાએ મંદિરના ટ્રસ્‍ટીઓ અને પોલીસ વિભાગના અન્‍ય અધિકારીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા. 

(2:43 PM IST)