<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

પોલીસનો ‘સાતરંગી' સપાટો : રોડથી લઇ મકાનમાંથી દારૂ સાથે સાત શખ્‍સો ઝડપાયા

કોઇ એક ચપલા તો કોઇ ૧ર હજારના દારૂના જથ્‍થા સાથે ઝપટે ક્રાઇમ બ્રાંચ, એલસીબી ઝોન-૧, માલવીયાનગર, ભકિતનગર, યુનિવર્સિટી અને પ્ર.નગર પોલીસના ૭ સ્‍થળે દરોડા

રાજકોટ, તા., ૪: શહેરમાં પોલીસે ૭ સ્‍થળે દરોડા પાડી વ્‍હીસ્‍કી, વોડકાના ૧ ચપલાથી લઇ સાથે ૭ શખ્‍સોને પકડી લીધા હતા. જેમાં ક્રાઇમ બ્રાન્‍ચ, એલસીબી ઝોન-૧, માલવીયાનગર, ભકિતનગર, યુનિવર્સિટી અને પ્ર.નગર પોલીસે પેડક રોડ, માલીયાસણ ચોકડી પાસે, આંબેડકરનગરમાં, કૃષ્‍ણનગર મેઇન રોડ, દેવપરા રોડ, જામનગર રોડ અને રેલનગર વિસ્‍તારમાં દરોડા પાડી કાર્યવાહી કરી હતી.

ક્રાઇમ બ્રાન્‍ચના એએસઆઇ વિજયસિંહ જાડેજા, કોન્‍સ. સંજયભાઇ ખાખરીયા સહિતની ટીમે પેડક રોડ પર રણછોડનગરમાં આવેલા પ્રવિણ રાઘવભાઇ ઠુમ્‍મર (ઉ.વ.૬૩) ના મકાનમાં દરોડો પાડી તેને યુ.પી.ના માર્કાવાળા અને દમણ -દિવના માર્કાવાળા  રરપ૦ની કિંમતના વ્‍હીસ્‍કીના ૧પ ચપલા સાથે ઝડપી લીધો હતો.

બીજા દરોડામાં એલસીબી ઝોન-૧ ની ટીમના હેડ કોન્‍સ. હિતેશભાઇ પરમાર, કોન્‍સ. નીખીલભાઇ પીરોજીયા સહિતના સ્‍ટાફે માલીયાસણ ચોકડી પાસેથી વેપારી જયદીપ મગનભાઇ અકવાલીયા (ઉ.વ.૪૦ રહે. શ્રી એવન્‍યુ ફલેટ, જે.કે. પાર્ક, આલાપ ગ્રીન સીટી પાછળ, રૈયા રોડ)ને એમપીના માર્કાવાળી વ્‍હીસ્‍કીના રૂા. ૮ હજારના ર૪ ચપલા કબ્‍જે કર્યા હતા.

ત્રીજા દરોડામાં માલવીયાનગર પોલીસના એએસઆઇ કે.કે. નછીકોલા હેડ કોન્‍સ. કૃણાલસિંહ ઝાલા સહિતે ૧પ૦ ફૂટ રીંગ રોડ પર આંબેકડરનગરમાં રહેતા નયન ઉર્ફે નયલો કિશોરભાઇ ચાવડા (ઉ.વ.ર૬) ના મકાનમાંથી ચંદીગઢ માર્કાવાળા રૂા. ૧ર હજારના દારૂના ૩૮ ચપલા સાથે તેને ઝડપી લીધો હતો.

ચોથા દરોડામાં માલવીયાનગર પોલીસનાં હેડ કોન્‍સ. એ.બી. જીલરીયા, કોન્‍સ. કરમણભાઇ જાદવ સહિતના સ્‍ટાફે કૃષ્‍ણનગર મેઇન રોડ પર આરએમસીના બગીચામાંથી રાજેન્‍દ્ર ઉર્ફે રવી ભરતભાઇ મથુરીયા (ઉ.વ.ર૪) રહે. નગલનગર, મવડી રોડ મહારાષ્‍ટ્રના માર્કાવાળા દારૂના પાંચ ચપલા સાથે ઝડપી લીધો હતો.

પાંચમાં દરોડામાં ભકિતનગર પોલીસના હેડ કોન્‍સ. મયુરદાન બાટી, કોન્‍સ. યુવરાજસિંહ જાદવ સહિતે દેવપરા મેઇન રોડ પરથી અશ્વીન વલ્લભભાઇ રાઠોડ (ઉ.વ.૪પ) રહે. મેહુલનગર ને રૂા. ૧ર૦૦ના મહારાષ્‍ટ્રના માર્કાવાળા દારૂના ચાર ચપલા કબ્‍જે કર્યા હતા.

છઠ્ઠા દરોડામાં યુનિવર્સિટી પોલીસનાં હેડ કોન્‍સ. દિવ્‍યરાજસિંહ જાડેજા સહિતના સ્‍ટાફે જામનગર રોડ પર મનહરપુરમાં રહેતા યશપાલ ધોહાભાઇ બોરીચા (ઉ.વ.ર૪)ને વ્‍હીસ્‍કીના બે ચપલા સાથે પકડી લીધો હતો.

સાતમાં દરોડામાં પ્ર.નગર પોલીસના એએસઆઇ આર.જી. પઢારીયા, કોન્‍સ. વિશ્વજીતસિંહ ઝાલાએ કુગશીયા ચોક પાસેથી ભાવેશ રમેશભાઇ દલસાણીયા (ઉ.વ.ર૩) રહે. સંતોષીનગર, રેલનગરીને રાજસ્‍થાનના માર્કાવાળી વોડકાની દારૂના ૧ ચપલા સાથે પકડી લીધો હતો.

યુવતી સાથે બોલાચાલી કરનાર પાસેથી દારૂની બોટલ મળી

રાજકોટ, તા., ૪ : આજી ડેમ પોલીસનો સ્‍ટાફ ફરજ પર હતો ત્‍યારે સરીતા નામની યુવતીએ તેની સાથે રહેતા સંદીપગીરી સુરેશગીરી મેઘનાથી (ઉ.વ.ર૭) (રહે. કોઠારીયા સોલવન્‍ટ) બોલાચાલી કરતો હોવાની જાણ કરતા પોલીસ સ્‍ટાફ ત્‍યાં પહોંચ્‍યો હતો. જેમાં સંદીપગીરી પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી. જેમાં એક ભરેલી હોવાથી આજી ડેમ પોલીસે દારૂની બોટલ કબ્‍જે કરી તેની સામે ગુન્‍હો દાખલ કર્ર્યો હતો.

(2:43 PM IST)