News of Tuesday, 12th May 2026
નવાગામ સોમનાથ સોસાયટીમાંમાં પૂજાબેનનું બેભાન થયા બાદ મોત
મુળ રાજસ્થાનની યુવતિએ બે વર્ષ પહેલા લવમેરેજ કર્યા'તા

રાજકોટ તા. ૧૨: નવાગામ આણંદપરમાં રંગીલા સોસાયટી પાસે સોમનાથ સોસાયટીમાં રેહતી પૂજાબેન સફીભાઇ મહમદ (ઉ.વ.૨૯) નામની પરિપણીતા રાતે એકાદ વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. બનાવની જાણ થતાં કુવાડવા પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારને વાલ્વની બિમારી હતી. તેણીએ બે વર્ષ પહેલા સફી સાથે લવમેરેજ કર્યા હતાં. પતિ છુટક મજૂરી કરે છે.
(1:27 PM IST)










