તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Wednesday, 22nd April 2026
પ્રી-આઈ પી ઓ ટ્રેડ રોકાણ કરી ઉચું વળતર આપવાની લાલચ આપીને અમરેલીના લુણસાપુર સિન્ટેક્ષ કંપનીના જનરલ મેનેજર સાથે સાયબર ફ્રોડ કરાયું
ખોટી ઓળખ આપી એચડીએફસી બેંકમાંથી રૂ.૫,૪૪,૧૦૦ ટ્રાન્સફર કરાવી સાયબર ફ્રોડ કર્યાની ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૨: લુણસાપુર સિન્ટેક્ષ કંપનીના મુળ તમીલનાડુના જનરલ મેનેજર માધવન મળર્ગન ઉ.વ.૫૬૪ ને આરોપીએ ફેસબુક એપ્લીકેશનના એટ મારફતે બનાવટી પોસ્ટથી એડ આપી પ્રી-આઇ પી.ઓ. ટ્રેડ રોકણ કરી ઉચુ વળતર આપવાની લાલચ આપી વોટસએપ ગ્રુપ આઇ.આઇ.એફ. એલ વેલ્થ-૨૧૭ ગ્રુપમાં માધવન મળર્ગનને ઉચુ વળતર આપવાની લાલચ આપી ફરિયાદીને એડ કરી આ ગ્રુપમાં મો.૯૮૮૦૮ ૧૦૭૦૬ રાધવ ગુપતા તથા મો.૯૬૩૨૧ ૮૮૦૨૦ રેનુ બૈડ તથા મો.૭૨૫૯૩ ૭૬૮૫૧, ૯૧૮૭૩ ૮૦૫૩૧ યતીન શાહ તથા મો.૬૦૨૬૪ ૫૩૬૬૧ તથા ૮૯૫૧૧ ૯૩૮૯૮ નંબરો વાળા એડમીન અને એડવઈઝર તરીકે ફરિયાદીને ખોટી ઓળખ આપી વાતચીત કરી ફરિયાદીને જુદી જુદી બેંકોના ખાતાઓની વિગતો મોકલી ફરિયાદીના એચ.ડી.એફ.સી. બેંક એકાઉન્ટ ૫૦૧૦૦૨૯૧૫૯૫૮૨૪માંથી કુલ રૂ.૫,૪૪,૧૦૦ ટ્રાન્સફર કરાવી તેમજ ફરિયાદીએ રોકેલ પૈસા ઉપાડવા માટે વધુ રૂપિયા મોકલવાની ધમકી આપી ફરિયાદી સાથે ઠગાઇ કરી ઓનલાઇન સાયબર ફ્રોડ કર્યાની જાફરાબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસને ગાળો બોલી ધમકી આપી
અમરેલી કુંડલા ચોકડી પાસે ટી.આર.બી જવાન મહેશભાઈ રાવતભાઈ ડેર તથા પોલીસ ટ્રાફિક જમાદાર અને અન્ય ટી.આર.બી. જવાન પોતાની કાયદેસરની ટ્રાફિક નિયમનની ફરજ પર હતા. તે દરમ્યાન અમરેલી જેંશીગપરાના રોહિત હીંમતભાઇ કાલેણા પોતાનો ટ્રક જી.જે.૦૧ યુયુ ૬૬૪૯ નો મોબાઇમાં વાત કરતા કરતા ચલાવી આવતા મહેશભાઇ તથા પોલીસના હુકમ મુજબ ટ્રક રોકવાઇસારો કરી જણાવવાછતા ઇરાદાપુર્વક ટ્રકઉભોનહી રાખીચાલુ ટ્રકેમહેશભાઇને ગાળો બોલી ટ્રક ઉભો નહી રાખતા મહેશભાઇ તથા તેની સાથેના કાયદેસરના હુકમનો અનાદર કરી અન્ય કાર્યવાહીથી બચવા પોતાનો ટ્રક પુર ઝડપે અને જોખમી રીતે ભગાડતા ટી.આર.બી. જવાન ટ્રકની પાછળ જઇ ટ્રક રોકી રોહીતને પોલીસ પાસે લઇ જવાનુ કહેતા અનાદર કરતા તેઓને પોલીસ સમક્ષ લઇ જતા ટ્રકના કાગળો માંગતા કાગળો રજુ કરવાની ના પાડી પોલીસના હુકમ ન માની રોહીતે ફોન કરી હીંમત કાલેણા તથા ચિંતન હીંમતભાઇ કાલેણાને બોલાવી એકબીજાએ મદદગારી કરી જેમ ફાવે તેમ ગાળો બોલી ચિંતને ટી.આર.બી. જવાન મહેશભાઈ તથા તેમની સથેનાને માથે ટ્રક ચડાવી લેવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કર્યાની અમરેલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જાળીયા ગામે પરણીતાને મારમારી ત્રાસ અપાયો
અમરેલી તાલુકાના જાળીયા ગામે રહેતી વિલાસબેન વિક્રમભાઈ ચાવડા ઉ.વ. ૩૩ એ પતિ વિક્રમ પાસે પૈસા માંગતા સારૂ નહી લાગતા ઢીકાપાટુ વડે માથામાં તેમજ વાસાના ભાગે મારમારી વાળ પકડી ઢસડી તું તારા માવતરના ઘરે જતી રહે એમ કહી ગાળો બોલી સસરા ગોવિંદ તથા સાસુ દયાબેન ગોવિંદભાઇ ચાવડાએ ગાળો બોલી શારીરિક અને માનસીક ત્રાસ આપયાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
રાજુલાના સાજણાવાવ ગામે યુવાન ગુમ
રાજુલા તાલુકાના સાજણાવાવ ગામે યુવાન માવા લેવા જવાનુ કહી કયાક જતો રહી ગુમ થયાનું ડુંગર પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
(1:03 PM IST)










