<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

સોમવારે સાંજે કલેકટરના અધ્‍યક્ષપદે પ્રિ-મોન્‍સુન

મિટીંગ ૧ લી જૂનથી શહેર-જીલ્લાના તમામ કન્‍ટ્રોલરૂમ શરૂ સિંચાઇ-ડેમના પણ કન્‍ટ્રોલરૂમ શરૂ કરી દેવાશેઃ બે ડઝન કચેરીના વડાઓને બોલાવ્‍યા..

રાજકોટઃ તા.૨, રાજકોટ જિલ્લામાં આગામી વર્ષાઋતુ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ થવાને કારણે પૂર, અતિવળષ્ટિ જેવી પરિસ્‍થિતિ તથા વાવાઝોડા અને અન્‍ય આપત્તિના સમયે તાત્‍કાલિક તકેદારી ના પગલાં લઈ રાહત બચાવની કામગીરી સત્‍વરે હાથ ધરી શકાય, તે માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેક્‍ટર શ્રી ડો. ઓમપ્રકાશના અધ્‍યક્ષસ્‍થાને ‘પ્રિ-મોન્‍સુન પ્રિપેર્ડનેસ' અંગેની મીટિંગ યોજાશે. આ બેઠક આગામી તા. ૦૪ મેના રોજ સાંજે ૦૪ કલાકે સભાખંડ, ત્રીજો માળ, કલેક્‍ટર કચેરી, રાજકોટ ખાતે રાખવામાં આવી છે.મીટીંગમાં શહેર-જીલ્લાની બે ડઝન સરકારી કચેરીના વડાઓને બોલાવાયા છે, કલેકટરે ‘‘અકિલા''ને જણાવેલ કે, ચેક ડેમના પાળા, તમામ તળાવ, તમામ ચેકડેમો, રસ્‍તાઓ, પૂલ, ડેમોની સ્‍થિતિ તમામ બાબતો ચકાસી  લેવાશે તેમણે ઉમેર્યુ હતું કે આગામી ૧ લી જૂનથી રાજકોટ કલેકટર કચેરી સહિત જીલ્લાના તમામ તાલુકા, સિંચાઇ ડેમો માટેના કન્‍ટ્રોલરૂમ પણ શરૂ કરી દેવાશે

(3:55 PM IST)