<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

પ્રધાનમંત્રી સૂર્ય ઘરઃ મફત વિજળી યોજના અંગે સમીક્ષા બેઠક

ઘરની છત પર સોલાર રૂફટોપ લગાવો, વીજળીના બિલમાં બચત કરો અને પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાનો લાભ મેળવો

રાજકોટઃ શહેરના વહીવટી ભવન ખાતે પ્રધાનમંત્રી સૂર્ય ઘરઃ મફત વીજળી યોજનાની પ્રગતિની સમીક્ષા માટે મહત્‍વપૂર્ણ બેઠકમાં રાજકોટના સોલાર ડીલરો તેમજ સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ અત્‍યાર સુધી થયેલી પ્રગતિ, લાભાર્થીઓને રહેણાંક સોલાર રૂફટોપ માટે લોન મેળવવામાં આવતી મુશ્‍કેલીઓ તેમજ તેના ઉકેલો અંગે વિસ્‍તળત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને લાભાર્થીઓ માટે લોન મંજૂરી અને વિતરણની પ્રક્રિયા વધુ સરળ, પારદર્શક અને ઝડપી બનાવવા પર ભાર મૂકવામાં આવ્‍યો હતો, જેથી પાત્ર ગ્રાહકોને યોજનાનો લાભ કોઈપણ બિનજરૂરી વિલંબ વિના મળી શકે.

 આ ઉપરાંત બેંક અને સોલાર ડીલરો વચ્‍ચે વધુ સારો સંકલન સ્‍થાપિત કરવા, દસ્‍તાવેજી પ્રક્રિયા સરળ બનાવવા તથા લોન અરજીઓનો ઝડપી નિકાલ થાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્‍થિત તમામ સંબંધિત પક્ષોએ પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાના અસરકારક અમલીકરણ માટે સંકલિત રીતે કામગીરી કરવા તથા વધુમાં વધુ નાગરિકો સુધી યોજનાનો લાભ પહોંચાડવા પ્રતિબદ્ધતા વ્‍યક્‍ત કરી હતી.

રાજકોટના નાગરિકોને તેમના ઘર પર સોલાર રૂફટોપ સ્‍થાપિત કરાવવા તેમજ  એસબીઆઇ બેંક મારફતે રહેણાંક સોલાર લોન અંગે માર્ગદર્શન અને માહિતી માટે મુકેશ પરમાર મો. ૯૮૨૫૧ ૫૮૩૩૧ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:00 PM IST)