તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Thursday, 19th November 2026
રાજકોટ જીલ્લામાં ચાઈનીઝ તુક્કલ-લેન્ટર્સ-માંઝા, ગ્લાસ કોટેડ દોરી, જેવી પ્રતિબંધિત વસ્તુના ઉત્પાદન-વેંચાણ પર પ્રતિબંધ
એડી.કલેકટર બારોટ દ્વારા જાહેરનામું: ૩૧ જાન્યુઆરી સુધી અમલમાં રહેશે

રાજકોટ, તા.૧૮: રાજકોટ જિલ્લામાં ચાઈનીઝ તુક્કલ-લેન્ટર્સ-લોન્ચર્સ તથા પતંગ ઉડાવવાના હેતુથી વપરાતા ચાઈનીઝ માંઝા, ગ્લાસ કોટેડ દોરી થ્રેડ, સિન્થેટિક કોટિંગ સાથેની પ્લાસ્ટિક દોરી, નાયલોન થ્રેડ દોરી જેવી પ્રતિબંધિત સામગ્રીના ઉત્પાદન, વેચાણ તથા સંગ્રહ પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે. એચ. બારોટ દ્વારા આ અંગે જાહેરનામું જારી કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લામાં આગ, અકસ્માતના બનાવો ન બને અને જાહેર સલામતી માટે તેમજ જાહેર જનતાને અગવડ ન પડે તે હેતુથી આ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જાહેરનામું તા. ૩૧મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે. (રર.૮)
ફિ્લપકાર્ટની સાથે મહિલા આંત્રપ્રિન્યોર ચાર્ટ વિકાસનો નવો પ્રવાસ આગળ વધારે છે
રાજકોટ તા. ૧૯ : ભારતમાં રજિસ્ટર્ડ એમએસએમઇસમાં લગભગ દર ૧૦માંથી ૪ મહિલા માલિકીની છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (પીઆઇબી)ના ડેટા અનુસાર, ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં આવા લગભગ ૩.૬૯ કરોડ ઉદ્યોગ અસ્તિત્વમાં છે. આ બિઝનેસીસ રોજગારીનું સર્જન કરે છે, સ્થાનિક સપ્લાઈ ચેઇન મજબૂત બનાવે છે અને આર્થિક વિકાસને વધુ વિસ્તારે છે.
ફિ્લપકાર્ટ ટાયર ૨ અને ટાયર ૩ શહેરોને સાંકળતા મહિલા ઉદ્યોગસાહસિકોને દેશભરના ગ્રાહકો સાથે જોડીને આ અંતરને દૂર કરવામાં મદદ કરી રહ્યું છે. ઓનર્બોડિંગ થવામાં સરળતા, સમયસર ચુકવણી અને સમર્પિત વિક્રેતા સપોર્ટ દ્વારા, માર્કેટપ્લેસ વ્યવસાયોને સ્થાનિક બજારોથી આગળ વધવા માટે સક્ષમ બનાવે છે. ધ બિગ બિલિયન ડેઝ જેવી ઇવેન્ટ્સ તેમની પહોંચને વધુ વિસ્તારે છે, જે ઉભરતા અને સ્થાપિત વિક્રેતાઓ માટે તકો ખોલે છે. મહિલા ઉદ્યોગસાહસિકતા દિવસ પર, તેમનો પ્રવાસ આવી જ એક દ્રઢ નિશ્ચયની શક્તિને તેમજ ભારતના ઉદ્યોગસાહસિક ભવિષ્યમાં મહિલાઓના નેતળત્વ હેઠળના વ્યવસાયોના વધતા યોગદાનને દર્શાવે છે.
એક ભૂતપૂર્વ શિક્ષક એવા મુક્તા માથુર એ બાપ્પા એસોસિયેટ્સની શરૂઆત ૨૦૧૫માં કરી હતી, તે સમયે ભારતમાં ઇ-કોમર્સ ક્ષેત્રની હજી શરૂઆત હતી. આજે હવે તે, ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં એક સ્થાપિત બિઝનેસ બની ગયું છે. અહીં ઘડિયાળ એ મુખ્ય શ્રેણીમાં છે, ઉપરાંત તેમાં કેલકયુલેટર્સ અને અન્ય સાધનોનું પણ વેચાણ કરવામાં આવે છે.
(3:10 PM IST)










