News of Monday, 4th May 2026
પદ્મવિભુષણ ગિરિજાદેવીની યાદમાં કાર્યક્રમ : પૂ. પૂરણ મહારાજ અને એડવોકેટ મધુકર શાહનું સન્માન
ગાયિકા ડો. મોનિકાબેન શાહ, પૂ.પૂરણ મહારાજ, અંકિતા મહારાજ દ્વારા સૂરસાધના રજૂ : ગિરિજા આરાધના ફેસ્ટીવલની ઉજવણી

રાજકોટ : આરાધના સંગીત એકેડમી અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકેડમી દ્વારા ખ્યાતનામ ગાયિકા પદ્મવિભૂષણ ગિરિજા દેવીની યાદમાં બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
પ્રથમ દિવસેકાર્યક્રમની શરૂઆત આરાધના સંગીત એકેડમીના વિદ્યાર્થીઓએ સરસ્વતી વંદના અને બનારસ ઘરાનાના રામઝૂલા દ્વારા કરી. ત્યારબાદબનારસ ઘરાનાનાં જગવિખ્યાત પદ્મવિભૂષણ પં. કિશન મહારાજના પુત્ર.પં.પૂરણ મહારાજને ૧૨માં ‘‘કલા આરાધના'' એવોર્ડથી નવાજીત કરવામાં આવ્યા. વળી એડવોકેટ શ્રી મધુકરભાઇ શાહને આજીવન સેવા બદલ સન્માનિત કરવામાં આવ્યા.
પ્રથમ સોપાનમાં ડો. મોનિકાબેન શાહે રાગ રાગેશ્વરીમાં બડાખ્યાલ અને છોટા ખ્યાલ છેડયા. વિલંબિત કપતાલના શબ્દો ‘‘ સાધે પ્રથમ સૂર'' અને છોટા ખ્યાલમાં તિનતાલના શબ્દો ‘‘બેગુન કે ગુનવંતા''ને ધરાને દાર, મજબૂત ગાયકીની સુ઼દર ઓપ આપ્યો. ત્યારબાદ રાગ માંઝ ખમાજમાં ઠુમરી ગાઇને પોતાના ગુરૂ ગિરિજાદેવીને અંજલી આપી ગુણી રસિકગણે તેમને તાળીઓના ગડગડાટથી નવાજ્યા. તેમની શ્રી બિમલ ભટ્ટ ચાર્યએ તબલા પર અને શ્રી આકુલ પંચાલે હાર્મોનિયમ પર સુયોગ્ય સંગત કરી.
બીજા સોપાનમાં પં.પૂરણ મહારાજ અને તેમના પુત્રી અંકિતા મહારાજે બનારસ ધરાનાની તાલ, ત્રિતાલમાં સુંદર પારંપરિક પ્રસ્તુતિ કરી. તેરણે ઉપજઅંગથી ઉઠાન, આડ, અવાઇ અને ઝૈલનાની લયોમાં લયકારી પધ્ધતિસર કરી. તેના પછી ધરાને દા બાંટ, અમાદ, પરાલ તથા નિહાઇની પ્રસ્તુતિ કરી. તબલાના અંતિમ ચરણમાં ગત, કર્દ, પરન, ટુકડા અને ચક્રદાર જેવી પ્રાચીન અને દુર્લભ રચના પ્રસ્તુત કરી શ્રોતાગણને મંગમુગ્ધ કર્યા. તેમની સાથે શ્રી શિશિર ભટ્ટે હાર્મોનિયમ પર સમદારી-પૂર્વક સુસંગત કરી. પ્રથમ દિવસ ભરચક સંગીત શ્રોતાગણે ખૂબ માણ્યો.
દ્વિતીય દિવસઃ ૭માં ગિરીજા આરાધના ફેસ્ટીવલના બીજો દિવસ પણ ખૂબ ઉત્સાહભેર ઉજવાયો. સર્વપ્રથમ આરાધના સંગીત એકડેમીની પ્રાર્થના બાદ ઉત્કર્ષ ટ્રસ્ટના પ્રેણેતા શ્રીમતી રેખાબેન અધ્વર્યુને તેમની સમાજ માટેની મહત્વપૂર્ણ કામગીરી બદલે સન્માનિત કરવામાં આવ્યાા.
સભાના પ્રથમ સોપાનમાં ગોવાથી આવેલ પંડ્તિ પ્રવિણ રાગ બિહાગ પારંપરિક ઢબથી ખૂબ ચૈનદારી પૂર્વક છેડયો. બડાખ્યાલ વિલંબિત એકતાલ અને છોટાખ્યાલ તીનતાલમાં તિબધ્ધ હતા. ત્યારબાદ રાગ પહાડીમાં ઠુમરી પ્રસ્તુત કરી. તેમની ગાયકોથી શ્રતાગણ તરબોળ થઇને શાંતિ અને આનંદનો અનૂભવ કર્યો. તેમની સાથે સારંગી પર શ્રી ઇકરામખાને, તબલા પર શ્રી જાજવલ્ય શુકલ અને હાર્મોનયમ પર વનશ્રી રાવલે સુસંગત કરી.
સભાના બીજા સોપાનમાં કલકસાથી પધારેલ પંડિત પાર્થા બોસે સિતાર ઉપર રાગ સિનધારોકાડી છેડીને રસિક શ્રોત-ગણના દિલ જીતી લીધા, અંતમાં રાગ મિશ્રપિલુ વગાડી અદ્ભૂત, દૈવી વાતાવરણ સજર્યું. તેમની સાથે ઇન્દોરથી આવેલ શ્રી અંશુલ પ્રતાપસિંહે સુંદર સંગત કરી સભામાં સંગીતિક રંગ ભર્યો.
સંગીત રસિકગણે, આરાધના લીસનર્સ કલ્બના મેમ્બરથી ખીચોખીચ ભરેલ. હોલમાં સોૈ કલાકારોને અુબ માણ્યા. ખૂબ ઉત્સાહભર આનંદભર કાર્યક્રમ પૂર્ણ થયાં.
(1:41 PM IST)










