News of Friday, 13th November 2026
પાંચ પાંચ વૃક્ષોની નિર્દયી રીતે કતલ સામે સુંવાળું, બેસણું સહિતના કાર્યક્રમો યોજાયા
વિપક્ષી નેતા, વિપક્ષી કોર્પોરેટરો, લતાવાસીઓ, પર્યાવરણ પ્રેમી, જાગૃત નાગરિકોની ઉપસ્થિતિઃ ઘટાદાર વૃક્ષો કાપવાની મંજૂરી બતાવી ન શકનાર મહાનગરપાલિકા સામે પોલીસ ફરિયાદ નોંધાવી, આરટીઆઈ કરાશે

રાજકોટઃ શહેરના જાગૃત નાગરિકો, પર્યાવરણ પ્રેમી, લતાવાસીઓની સંયુક્ત યાદી જણાવે છે કે વોર્ડ નંબર ૧૪ ના કોઠારીયા કોલોની અને જુનો પારડી માર્ગ વાણીયાવાડી નો વચ્ચે આવેલ વોકળામાં મુખ્યમંત્રી દ્વારા થોડા સમય પહેલા અંદાજે ૪૫ કરોડના ખર્ચે ફાયર બ્રિગેડ અને કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત થયા બાદ મહાનગરપાલિકા દ્વારા જ્યાં પ્રોજેક્ટ કરવામાં આવશે ત્યાં વોકળા પર સંપૂર્ણપણે વોટર વે ની જગ્યા પર બે થી ત્રણ માળના આલીશાન બિલ્ડીંગો બનાવવાની હિલચાલ સામે અને આ પ્રોજેક્ટ ની જમીન પર ૭૫ ઘટાદાર વૃક્ષો હયાત તેમાના મોટા વૃક્ષો કપાત થાય તેમ છે. જે પગલે સ્થાનિક રહેવાસીઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો છે અને તેમ છતાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાંચ મોટા ઘેઘુર અને ઘટાદાર વૃક્ષો જેમાં ધાર્મિક વૃક્ષોની કત્લેઆમઆમ કરી નાખવામાં આવેલ છે જેમાં ઘટાદાર બીલીપત્ર વૃક્ષ પણ સામેલ છે.
નિરપરાધ વૃક્ષોની નિર્દયી કત્લેઆમ સામે લતાવાસીઓએ અને શહેરના જાગૃત નાગરિકો અને પર્યાવરણ પ્રેમીઓ, કોર્પોરેટરો દ્વારા અનોખી રીતે શોક વ્યક્ત કરેલ હતો સુવાળું અને બેસણા નો કાર્યક્રમ રાખેલ હતો જેમાં પર્યાવરણ પ્રેમી પ્રવીણભાઈ લાખાણી, કાંતિભાઈ ભૂત, ગજેન્દ્રસિહ ઝાલાએ દિવાળીના તહેવારો હોવા છતાં મહાનગરપાલિકા સામે ભારે આક્રોશ વ્યક્ત કરી મુંડન કરાવેલ હતું. અને તારીખ ૯/૧૧ ના સોમવારે સાંજે ૫ થી ૬ રાજકોટ કોર્પોરેશનની આ પર્યાવરણ વિરોધી કામગીરી સામે અવાજ ઉઠાવવા અને શહીદ થયેલા વૃક્ષોને સ્મૃતિમાં અને તેમનો શોક વ્યક્ત કરવા માટે શાષોક્ત વિધિથી ર્ંવૃક્ષ બેસર્ણું યોજવામાં આવ્યું હતું. જેણે આપણને પ્રાણ વાયુ (ઓક્સિજન), છાંયડો, અને મૂંગા પશુ પક્ષીઓને પણ આશરો આપ્યો છે એ વૃક્ષો જ આજે મૌન થઈ ગયા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૧૪માં કોઠારીયા કોલોની ખાતે લીમડા સહિતના પાંચ જેટલા જુના ઘટાદાર અને ઘેઘુર વૃક્ષોનું અતિ નિર્દયી રીતે છેદન કરવામાં આવ્યું પર્યાવરણ અને માનવ જીવનના સાચા હિતેચ્છુ. એવા વૃક્ષો આપણા સ્વજનો સમાન હતા તેમના વિના કારણે થયેલા વિનાશથી રાજકોટના પર્યાવરણ પ્રેમીઓ અને જાગૃત નાગરિકોએ લડતનો પ્રારંભ કરેલ છે. પ્રાપ્ત વિગતો મુજબ જ્યારે કોઠારીયા કોલોની ના જાગૃત નાગરિક અને પર્યાવરણ પ્રેમી ગજેન્દ્રસિહ ઝાલાએ આ બાબતે વૃક્ષો કાપવાની મંજૂરી કોણે આપી ? તે અંગે મહાનગરપાલિકાના કમિશનર, ગાર્ડન ડાયરેક્ટરને મંજૂરી અંગે સ્પષ્ટતા કરતા આજ દિન સુધી મંજૂરી બતાવી શક્યા ન હોવાને કારણે આગામી દિવસોમાં હજુ ૭૦ વૃક્ષો આ નિર્માણાધીન પ્રોજેક્ટમાં આવતા હોય ત્યારે આક્રમક વિરોધ કરાશે અને જે વૃક્ષોનું નિકંદન થયું છે તે અંગે મંજૂરી ની નકલ સહિતના પ્રશ્નોની વિગતો આરટીઆઇ દ્વારા માગવામાં આવશે. અને જે કોઈની વૃક્ષ કાપવામાં સંડોવણી પુરવાર થશે તે કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે જરૂર પડે લીગલ અભિપ્રાય મેળવી કોર્ટ કાર્યવાહી પણ કરવામાં આવશે જેની રાજકોટ મહાનગરપાલિકાના પર્યાવરણ વિરોધી અધિકારીઓ પણ નોંધ લે.
વૃક્ષોના બેસણા ના કાર્યક્રમમાં સ્થાનિક લતાવાસીઓ, એડવોકેટ મિત્રો, પર્યાવરણ પ્રેમી, જાગૃત નાગરિકો સિનિયર સિટીઝનો જેમાં ગજેન્દ્રસિહ ઝાલા, પ્રવીણભાઈ લાખાણી, મહાનગરપાલિકાના વિપક્ષી નેતા વોર્ડ નંબર ૧૬ ના કોર્પોરેટર દિપ્તીબેન સોલંકી, ભરતભાઈ સુરેજા, વોર્ડ નંબર ૧૬ ના કોર્પોરેટર ઇબ્રાહીમભાઇ સોરા, એડવોકેટ હિમતભાઈ લાબડીયા, મનોજભાઈ ચોટલીયા, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, સુરેશભાઈ ગરૈયા, હર્ષદીપસિહ ઝાલા, મહેશભાઈ ચોટલીયા, સતિષભાઈ માણેક, નટવરસિહ સરવૈયા, ભરતસિહ જાડેજા, વિજયભાઈ ગોહેલ, મનુભાઈ ગઢવી, અમિતભાઈ મહેતા, ચંદ્રેશભાઇ રાઠોડ, અશોકભાઈ બુટાણી, મગનભાઈ પટેલ, કમલેશભાઈ પારેખ, શક્તિસિહ ઝાલા, હુસેનભાઇ બેલીમ બહેનોમાં જયશ્રીબેન વસાણી, મીનાબા ઝાલા, રસમિતાબેન મહેતા, દિશાબેન મહેતા, ભાવનાબેન પરમાર, ઇલાબેન પરમાર, જ્યોતિબેન કથરેચા, ભાવનાબા ઝાલા, મંજુલાબેન કથરેચા, સોનલબેન મોરી, શીતલબેન વાઘેલા, નફીસાબેન બેલીમ અનેક રાજકીય સામાજિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
(3:57 PM IST)










