<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

રાણી, રાજા અને પાક્કી રોન : છ સ્‍થળે ઘરમાં, જાહેરમાં જુગાર રમતા પ૩ ઝડપાયા

જુગાર રસિકો હજુ થાકયા નથીઃ તક મળે ત્‍યાં ‘તિનપતી'રમવા બેસી જનારા પોલીસની ઝપટે : બી ડીવીઝન, ક્રાઇમ બ્રાંચ, તાલુકા, માલવીયાનગર અને પીસીબીનાં જુના મોરબી રોડ, કોઠારીયા રોડ, મવડી, વિષ્‍ણુનગર, રાધાકૃષ્‍ણનગર અને ભગવતી પરામાં દરોડા : રૂા. ર.રર લાખની રોકડ કબ્‍જે કરાઇ

રાજકોટ, તા., ૧૨ : શહેરમાં તહેવારોઅને શ્રાવણમાસ પુરો થઇ જવા છતા પતાપ્રેમીઓએ જુગાર રમવાનું બંધ કર્યુ નથી પોલીસે છ સ્‍થળે દરોડા પાડી જુગાર રમતી ૧૩ મહિલાઓ  સહિત પ૩  પતાપ્રેમીને રૂા. ર.રર લાખની રોકડ સાથે ઝડપી લીધા હતા. જેમાં  બી ડીવીઝન પોલીસે જુના મોરબી રોડ પર, ક્રાઇમ બ્રાંચ કોઠારીયા રોડ પર, તાલુકા પોલીસે મવડીમાં માલવીયાનગર પોલીસ, વિષ્‍ણુનગરમાં પીસીબીએ રાધાકૃષ્‍ણનગર અને ભગવતીપરામાં દરોડો પાડી કાર્યવાહી કરી હતી.

બી ડીવીઝન પોલીસના પીએસઆઇ એચ.એન.જેઠવા, કોન્‍સ્‍ટેબલ જગદીશભાઇ વાંક સહીતના સ્‍ટાફ, જુના મોરબી રોડ પર ગાંધી વસાહત સોસાયટી મેઇન રોડ પર રહેતા સુરેશ મોહનભાઇ રાઠોડ (ઉ.વ.૩૭) ના મકાનમાંથી જુગાર રમતા સુરેશ ઉપરાંત ગીરીશ ભનુભાઇ પરમાર(ઉ.વ.૪૦) રહે. રોહીદાસ પરા શેરી નં. ૯ કોર્નર કુવડવા રોડ, ધવલ મહેશભાઇ ચાવડા (ઉ.વ.ર૭) દિપક કાનજીભાઇ પરમાર (ઉ.વ.૩પ) સાગર ગીરધરભાઇ ચાવડા (ઉ.વ.૧૯) મહેન્‍દ્ર નાનજીભાઇ દાફડા (ઉ.વ.૩પ) અશોક જીવણભાઇ પરમાર (ઉ.વ.૩૯) નરેશ નારણભાઇ પરમાર (ઉ.વ.૪૦)જીતેન્‍દ્ર જેન્‍તીભાઇ ચાવડા (ઉ.વ.૪ર) પુષ્‍પક ઉર્ફે ભુપત હરકાંતભાઇ પરમાર (ઉ.વ.૪પ) હીતેશ ઉર્ફે ગોપાલ જયંતીભાઇ ચાવડા (ઉ.વ.૩૩) અને રાહુલ ધીરજભાઇ ચાવડા (ઉ.વ.૩૦) રહે. બધા ગાંધી વસાહત સોસા. મેઇન રોડ)ને રૂા. ૪ર, રપ૦ની રોકડ સાથે પકડી લીધા હતા.

બીજા દરોડામાં ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ ડી.પી.ઝાલા, એએસઆઇ યશવંતભાઇ ભગત, હેડ કોન્‍સ્‍ટેબલ અમીતભાઇ ટુંડીયા, કરણભાઇ કોઠીવાળ અને કોન્‍સ્‍ટેબલ અરવિંદભાઇ ફતેપરા સહિતના સ્‍ટાફે કોઠારીયા મેઇન રોડ પર નંદા હોલ સામે કેદારનાથ સોસાયટી શેરી નં. ૧ માં રહેતા ભાવેશ ધીરૂભાઇ રાદડીયા (ઉ.વ.૪૪) ના મકાનમાંથી જુગાર રમતા ભાવેશ ઉપરાંત  હસમુખ વિઠ્ઠલભાઇ પોકીયા (ઉ.વ.૪૯) રહે. હરીધવા મે.રોડ રામેશ્વર વાડી પાછળ ભવનાથ પાર્ક, રમેશ બાબુભાઇ કાકડીયા (ઉ.વ.૪૮) રહે. રાધેશ્‍યામ પાર્ક, ગામ કોઠારીયા, સુરેશ ગોરધનભાઇ દેસાઇ (ઉ.વ.૪૪) રહે. પેડક રોડ પાણીના ટાંકા પાસે અવધપુરી સોસા. મે.રોડ, દિપક ગાંડુભાઇ ઠુમ્‍મર (ઉ.વ.૪૩) રહે. કોઠારીયા રોલેક્ષ રોડ રામેશ્વર સોસા. હિતેષ ગોરધનભાઇ દેસાઇ (ઉ.વ.૪૬) રહે. પેડક રોડ પાણીના ટાંકા પાસે, અવધપુરી સોસા. મે.રોડ) અને અશોક નાનજીભાઇ પરમાર (ઉ.વ.૪૯) રહે. કોઠારીયા મે.રોડ સહકાર રોડ ઘનશ્‍યામનગર)ને રૂા. ર૩,પપ૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

ત્રીજા દરોડામાં તાલુકા પોલીસના એએસઆઇ જે.એમ.સોંદરવા, કોન્‍સ્‍ટેબલ મયુરસિંહ જાડેજા સહિતના સ્‍ટાફે મવડી ગામે સ્‍મશાન પાસે સુદામા ટાઉનશીપ પાછળ જાહેરમાં જુગાર રમતા હિંમત ભગવાનભાઇ દવે (ઉ.વ.પ૬) વિરેન્‍દ્ર ચંદુભાઇ રૈયાણી (ઉ.વ.૩ર) પરેશ હિંમતભાઇ દવે (ઉ.વ.ર૬), રસીલાબેન રસીકભાઇ કીયાડા (ઉ.વ.પપ), દક્ષાબેન હિંમતભાઇ દવે (ઉ.વ.પ૩), રીટાબેન સંજયભાઇ ગૌસ્‍વામી (ઉ.વ.૪૬) મધુબેન કાળુભાઇ ટાંક (ઉ.વ.૪૬) રહે. બધા સુદામા ટાઉનશીપ, જયશ્રીબેન બકુલભાઇ નીમાવત (ઉ.વ.પ૮) રહે. કૃષ્‍ણ ટાઉનશીપ, મવડી અને રેખાબેન કાંતીભાઇ મોરી (ઉ.વ.પ૮) રહે. જસરાજનગર સોસાયટી, ૪૦ ફુટ રોડને રૂા. ર૦,૮૧૦ની રોકડ સાથે પકડી લીધા હતા.

ચોથા દરોડામાં માલવીયાનગરના પીએસઆઇ જે.જે.ગોહીલ, તેમજ પોલીસમેન ચંદ્રરાજસિંહ રાણા સહિતના સ્‍ટાફે ૧પ૦ ફુટ રીગ રોડ પર વિષ્‍ણુનગર શેરી નં. ૧ માં રહેતા દક્ષાબેન જયંતીભાઇ નનાણીયા (ઉ.વ.પપ) ના મકાનમાંથી જુગાર રમતા દક્ષાબેન ઉપરાંત રેખાબેન અતુલભાઇ વિસપરા (ઉ.વ.૪૬) રહે. કિશન પાર્ક, ઉમીયા ચોક પાસે, સોનુ બેન સચીનભાઇ ભુત (ઉ.વ.૩૧) રહે. ઓરીએન્‍ટ પાર્ક, જીવરાજ પાર્ક, સપનાબેન પંકજભાઇ પિત્રોડા (ઉ.વ.૩૦ રહે. કિશન પાર્ક ઉમીયા ચોક), ઐヘર્યાબેન કેયુરભાઇ નનાણીયા (ઉ.વ.ર૬ રહે. વિષ્‍ણુનગર ઉમીયા ચોક પાસે), પ્રજ્ઞાબેન અનિલભાઇ ભોરણીયા (ઉ.વ.૪૦ રહે. વિષ્‍ણુનગર, ઉમીયા ચોક), કૈલાશબેન ભરતભાઇ પિત્રોડા (ઉ.વ.પપ રહે. કિશન પાર્ક, ઉમીયા ચોક),દિપ શૈલેષભાઇ ભુત (ઉ.વ.ર૭ રહે. ઓરીઅન્‍ટ પાર્ક, જીવરાજ પાર્ક) અને ઉમંગ રમેશભાઇ હિન્‍સુ (ઉ.વ.ર૩ રહે. માણાવદર)ને રૂા. ર૧,૬ર૦ની રોકડ સાથે પકડી લીધા હતા.

પાંચમાં દરોડામાં પીસીબીના હેડ કોન્‍સ્‍ટેબલ વાલજીભાઇ જાડા સહિતના સ્‍ટાફે ૮૦ ફુટ રોડ પર બોલબાલા માર્ગ પર રાધાકૃષ્‍ણનગર શેરી નં. ૩ માં રહેતા ઘનશ્‍યામસિંહ ઉમેદસિંહ જાડેજા (ઉ.વ.પ૮) ના મકાનના પાર્કીંગમાં જુગાર રમતા ઘનશ્‍યામસિંહ ઉપરાંત રાજશી વિરાભાઇ જોટવા (ઉ.વ.પર રહે. દિપ્તીનગર, કોઠારીયા રોડ), મયુર ભીખાભાઇ ભાદરકા (ઉ.વ.૩૭ રહે. ગ્રીન પાર્ક, હુડકો મુળ વાડોત્રા, તા.રાણાવાવ), રોનક જેન્‍તીભાઇ કાનાણી (ઉ.વ.૩૩) રહે. રૂબી પાર્ક, અવધ ઢાળ, કાલાવડ રોડ, મુળ ફલ્લા, તા.જામનગર), અરજણ દોસાભાઇ ભાટુ (ઉ.વ.પ૪, રહે. સીતારામ સોસાયટી, ૮૦ ફુટ રોડ), સંજય સામતભાઇ બાબરીયા (ઉ.વ.૪પ રહે. આર્યમાન રેસીડેન્‍સી, ગોવર્ધન ચોક), મેરામણ અર્ષિભાઇ ઝાલા (ઉ.વ.પ૩) રહે. ગોકુલ પાર્ક, કોઠારીયા રોડ) અને દેવાયત રામદેવભાઇ વાળા (ઉ.વ.૭૦) રહે. દર્શન રેસીડેન્‍સી, નાણાવટી ચોક)ને રૂા. ૬૯,પ૦૦ની રોકડ સાથે પકડી લીધા હતા.

છઠ્ઠા દરોડામાં પીસીબીના હેડ કોન્‍સ્‍ટેબલ કુલદીપસિંહ જાડેજા, કોન્‍સ્‍ટેબલ યુવરાજસિંહ રાણા સહિતના સ્‍ટાફે ભગવતીપરામાં ગાંધી સોસાયટી શેરી નં. પ માં રહેતા ભુપત મોહનભાઇ વાસાણી (ઉ.વ.પ૮)ના મકાનમાંથી જુગાર રમતા ભુપત ઉપરાંત ધીરૂ નાગજીભાઇ બાવળીયા (ઉ.વ.પપ રહે. શિવશકિત રેસીડન્‍સી, રંગીલા રોડ, નવાગામ), મેહુલ મનોજભાઇ જાખેલીયા (ઉ.વ.રર રહે. રૂખડીયા ફાટક પાછળ રેલ્‍વે સ્‍ટેશન પાછળ), ટપુ નાથાભાઇ લોરીયા (ઉ.વ.૪૮) સાગર મોહનભાઇ સોલંકી (ઉ.વ.૪ર) મુન્ના રાજુભાઇ લોરીયા (ઉ.વ.ર૧), વિજય શામજીભાઇ વાઘેલા (ઉ.વ.૩૬) અને અજય અશોકભાઇ વાજેલીયા (ઉ.વ.ર૯) રહે. બધા દશામા ચોક, રૂખડીયા ફાટક પાસે) ને રૂા.૪૪,પ૦૦ ની રોકડ સાથે પકડી લીધા હતા.

(3:27 PM IST)