<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

રેસકોર્ષ સિધ્‍ધી વિનાયક ધામ ખાતે આજે રાત્રે મુંબઇ અને અમદાવાદના કલાકારો દ્વારા નમો નમઃ કોન્‍સર્ટ સંગીત સંધ્‍યાનો સંસ્‍કૃતિક કાર્યક્રમ

નરેન્‍દ્રભાઇના જન્‍મદિવસ નિમિતે સાંજે રક્‍તદાન કેમ્‍પ, આર્શીવાદનો દીવડોના કાર્યક્રમમાં પાંચ હજારથી વધુ દીપ પ્રજવલિત કરાશે, માનવ સાંકળ રચી વડાપ્રધાનશ્રીને શુભેચ્‍છા પાઠવશે

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોતસવ સમિતિના ન્‍ચાર્જ ડો.માધવ દવેના માર્ગદર્શન હેઠળ સિધ્‍ધી વિનાયક ધામ ખાતે આયોજીત ગણપતિ મહોત્‍સવમાં આજે રાત્રે ૯ કલાકે મુંબઇના મીરાન રોય, અમદાવાદના અભિજી રાવ અને ડો.પાયલ વાખરીયા અને રાજકોટના જયશ દવે સહિતના કલાકારો દ્વારાનમોનમઃ કોન્‍સર્ટ (ભવ્‍ય સૃંગીત સંધ્‍યા)નો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. આર.ડી.ઇવેન્‍ટ એન જીલ એન્‍ટરટેઇમેન્‍ટ  દ્વારા તૈયાર કરવામાં આવેલ આ અદ્‌ભુત કોન્‍સર્ટમાં ૪૦ થી વધુ કલાકારો દ્વારા ગીત ભાતીગળ સંસ્‍કૃતિના ગીતો, લોક ગીતો,ભજન સહિતના વિવિધ કૃતિઓ ઉપર વેશભુષા સાથેના પરફોમન્‍સ પીરસવામાં આવશે. રાજકોટના આંગણે આ કાર્યક્રમ પ્રથમ વખત જ યોજાવાનો હોય, આ કાર્યક્રમમાં શહેરી જનોને ઉમટી પડવા ડો.માધવ દવે, મહામંત્રી વલ્લભભાઇ દુધાત્રા, લલીતભાઇ વાડોલીયા, યોગેન્‍દ્રસિંહ જાડેજાએ જાહેર અનુરોધ કરેલ છે.

શ્રી ગણપતિ મંગલ મહોત્‍ીવના પંડાલમાં સાંજે ૬ થી ૯ દરમિયાન સુધી રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના સ્‍વસ્‍થ નિરોગી અને લાબાં આયુષ્‍યની પ્રાર્થના માટે આજે સાંજે ૭ કલાકે આર્શીવાદનો દીવડો કાર્યક્રમ અંતર્ગત એક ભવ્‍ય દીપ માળાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે જેમાં આશરે પાંચ હજાર થી વધુ માટીના  કોડીયાવાળા દીપ પ્રજવલિત કરવામાં આવશે. સાથોસાથ એક ભવ્‍ય માનવ  સાંકળ પણ રચવામાં આવશે

(2:52 PM IST)