News of Thursday, 8th October 2026
રઘુપતિ રાઘવ રાજા રામ : ભજનથી રાષ્ટ્રની પ્રાર્થના સુધીની ઐતિહાસિક સફર
* ગાંધીજી પહેલાંની કે ગાંધીજીની રામધૂન? *ભજનની રચના, ‘ઈશ્વર-અલ્લાહ' પંક્તિ અને ગાંધીજીની પ્રાર્થના સભાઓ સાથે જોડાયેલો રસપ્રદ ઇતિહાસ * એવું માનવામાં આવે છે કે તે સંત તુલસીદાસ દ્વારા લખાયેલું છે અથવા મરાઠી સંત-કવિ રામદાસ દ્વારા ગવાયેલી ૧૭મી સદીની પ્રાર્થના પર આધારિત છે અથવા લક્ષ્મણાચાર્યને આભારી નામ રામાયણ માંથી લેવામાં આવ્યું હોવાનો દાવો છે ઈ.સ. ૧૯૩૦ના મીઠા સત્યાગ્રહ આ ભજન ગવાયું હતું * કાશ્મીરમાં ધાર્મિક અને સામાજિક સંગઠનો દ્વારા પણ વિરોધ થયેલો મૂળ સંસ્કરણઃ ઇતિહાસકાર અને સંગીતકાર દ્વારા ભજનનું મૂળ સંસ્કરણ નીચે મુજબ આપેલું છે. રઘુપતિ રાવઘવ રાજારામ, પતિત પાવન સીતારામ સુંદર વિગ્રહ મેઘાશ્યામ, ગંગા તુલ્સી શાલીગ્રામ ભદ્રગિરીશ્વર સીતારામ, ભજત-જનપ્રિય સીતારામ જાનકીરમણા સીતારામ, જયજય રાઘવ સીતારામ જ્યારે ગાંધીજી દ્વારા આ ગીતને વ્યાપકપણે લોકપ્રિય કરાયું હતું અને તેઓ અને તેમના અનુયાયીઓ દ્વારા તેઓએ ૨૪૧ માઇલ લાંબી દાંડી કુચ દરમિયાન ગવાયું હતું જે આ મુજબ છે. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ, ભજ પ્યારે તૂ સીતારામ. ઇશ્વર, અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન. રામ, રહિમ, કરીમ સમાન, હમ સબ હૈ ઉસકી સંતાન. સબ મિલા માંગે યહ વરદાન, હમારા રહે માનવ જ્ઞાન. : ‘રઘુપતિ રાઘવ રાજા રામ’

૨ ઓક્ટોબરે ગાંધીજીની ૧૫૭ મી જન્મજયંતી હતી. દેશભરમાં ભજન ‘‘રઘુપતિ રાઘવ રાજા રામ''(જેને રામ ધૂન પણ કહેવાય છે) બાપુને શ્રધ્ધાંજલી રૂપે ખુબ ગવાયું. આ એક ભજન (ભક્તિ ગીત) છે જે મહાત્મા ગાંધી દ્વારા વ્યાપકપણે લોકપ્રિય થયું છે અને રાગ મિશ્ર ગારામાં વિષ્ણુ દિગંબર પલુસ્કર દ્વારા ટયુન કરવામાં આવ્યું છે. પણ શું તમે આ ગીતમાં ગાંધીજી દ્વારા કરાયેલ ફેરફાર વિશે કે ગીતની ઉત્પતિ વિશે જાણો છો?
‘રઘુપતિ રાઘવ રાજા રામ' એટલે કે ‘રામધૂન' ભારતની ધાર્મિક અને સામાજિક પરંપરામાં વિશેષ સ્થાન ધરાવતું ભજન છે. ભગવાન શ્રીરામ અને માતા સીતાની સ્તુતિમાં ગવાતું આ ભજન રામનામના સ્મરણ અને પ્રભુની કરુણામાં વિશ્વાસનો સંદેશ આપે છે. જોકે, સોશિયલ મીડિયા પર તેના મૂળ સ્વરૂપ અને મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવેલા કથિત ફેરફારો અંગે વિવિધ દાવાઓ સામે આવતા તેના ઇતિહાસ અંગે ચર્ચા થઈ રહી છે. ‘રઘુપતિ'નો અર્થ રઘુવંશના સ્વામી ‘રાઘવ' એટલે રઘુવંશમાં જન્મેલા શ્રીરામ અને ‘પતિતપાવન' એટલ પતિતોનો ઉદ્ધાર કરનાર એવો થાય છે.
આ ગીતની ઉત્પત્તિ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. એવું માનવામાં આવે છે કે તે સંત તુલસીદાસ દ્વારા લખાયેલું છે (અથવા તેમની કળતિ રામચરિતમાનસ પર આધારિત છે) અથવા મરાઠી સંત-કવિ રામદાસ દ્વારા ગવાયેલી ૧૭મી સદીની પ્રાર્થના પર આધારિત છે. એવું પણ કહેવાય છે કે આ ભજન લક્ષ્મણાચાર્યને આભારી નામ રામાયણ (અથવા શ્રી નામ રામાયણમ) માંથી લેવામાં આવ્યું હોવાનો પણ દાવો કરવામાં આવે છે. નામ રામાયણ એ સંસ્કળતમાં એક ભક્તિગીત છે, જે શ્રી રામના અનેક નામોના જાપ દ્વારા રામાયણનું વર્ણન કરે છે. તેમાં ૧૦૮ શ્લોકો છે જે ‘‘શુદ્ધ બ્રહ્મ પરાત્પર રામ'' થી શરૂ થાય છે અને તેની દરેક પંક્તિ ‘રામ' સાથે સમાપ્ત થાય છે. ફક્ત કેટલાક સંસ્કરણોમાં ‘‘રઘુપતિ રાઘવ રાજા રામ'' શ્લોક છે જ્યારે એમએસ સુબ્બુલક્ષ્મી દ્વારા રજૂ કરાયેલ અન્ય સંસ્કરણોમાં આ શ્લોક નથી.
કેનેડિયન ઇતિહાસકાર, લેખક અને શિક્ષણવિદએન્થોની પરેલ ગાંધીજીની ફિલોસોફી અને સંવાદિતાની શોધમાં લખે છે કે, રામધૂનનું મૂળ દંતકથાઓમાં છવાયેલું છે. જે દંતકથા તેમને પસંદ હતી તે મુજબ તે મહાન હિન્દુ કવિ તુલસીદાસ (૧૫૩૨-૧૬૨૩) દ્વારા રચિત હતી. ઉત્તર ભારતના ડાકોરના વિષ્ણુ મંદિરની યાત્રા દરમિયાન સંત તુલસીદાસજી ભગવાન વિષ્ણુ સાથે સોદો કરવા માટે પ્રેરાયા. જ્યાં સુધી વિષ્ણુએ પોતાને રામ તરીકે પ્રગટ ન કર્યા ત્યાં સુધી તેઓએ પ્રાર્થનામાં માથું નમાવ્યા નહીં. તેમની ઇચ્છા તરત જ મંજૂર થઈ ગઈ. શ્રી રામ તેમના મનમાં તેમના પત્ની સીતા અને તેમના ત્રણ ભક્તો સાથે દેખાયા. તેથી, ગાંધીજી સમજાવે છે કે, ‘‘રામધૂન, જેનો અર્થ ભગવાન (રામ) સાથેનો પ્રેમ થાય છે.''
હવે ગાંધીજી એ ભજનમાં કરેલા બદલાવ એટલે કે સંસ્કરણની વાત કરીએ તો, રામધૂનના ઘણા સંસ્કરણો છે અને મહાત્મા ગાંધીએ જે સંસ્કરણનો ઉપયોગ કર્યો હતો તેમાં‘‘એકયુમેનિકલ સ્વાદ'' હતો. ગાંધીજીએ મૂળ ભજનમાં ફેરફાર કરીને ઉમેર્યું કે હિન્દુઓના ઈશ્વર અને મુસ્લિમોના અલ્લાહ એક જ છે જેથી ગીત વધુ ધર્મનિરપેક્ષ દેખાય અને હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે સમાધાનનો સંદેશ ફેલાય. આ ગીતનો ઉપયોગ ભારતીય સમાજના ધર્મનિરપેક્ષ અને સંયુક્ત દ્રષ્ટિકોણને રજૂ કરવા માટે વ્યાપકપણે કરવામાં આવ્યો હતો. તે ૧૯૩૦ ના દાંડી માર્ચ દરમિયાન ગવાયું હતું. નોઆખલીથી ગાંધીજી પાછા ફર્યા પછી તેમણે ઇચ્છિત હિન્દુ-મુસ્લિમ એકતાને વધુ સારી રીતે -તિબિંબિત કરવા માટે ‘‘ભજ મન પ્યારે સીતારામ''ગીતને બદલે ‘‘ ભજમન પ્યારે રામ રહીમ, ભજ મન પ્યારે કળષ્ણ કરીમ'' ગાયું.
જ્યારે ગાંધીજી ફેરફાર સાથે આ ભજન ગાયું ત્યારે કેટલાક હિન્દુઓ અને મુસ્લિમોએ ગાંધીજીએ તેમના સંસ્કરણમાં કરેલા ફેરફારોની ટીકા કરી હતી. જ્યારે ગાંધીજીએ ભજન ગાવાનું શરૂ કર્યું ત્યારે મુસ્લિમોએ તેનો વિરોધ કર્યો કારણ કે તેમણે અલ્લાહને રામની સમકક્ષ રાખ્યા હતા.
સપ્ટેમ્બર ૨૦૨૨ માં પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ દાવો કર્યો હતો કે ભાજપ કાશ્મીરમાં મુસ્લિમ બાળકોને શાળાઓમાં ભજન ગાવાની ફરજ પાડીને તેના હિન્દુત્વના એજન્ડાને આગળ ધપાવી રહી છે જ્યારે ભારત સરકારે વિદ્યાર્થીઓને મહાત્મા ગાંધીની ૧૫૩મી જન્મજયંતિ નિમિત્તે યોજાતી શ્રેણીબદ્ધ પ્રવળત્તિઓના ભાગ રૂપે ‘‘સર્વશ્રેષ્ઠ પ્રાર્થના - રઘુપતિ રાઘવ રાજા રામ.. ઈશ્વર અલ્લાહ તેરો નામ'' વાંચવાનો નિર્દેશ જારી કર્યો હતો. જ્યારે નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાએ મુફ્તીના દાવાઓને ફગાવી દીધા હતા. કાશ્મીરમાં ધાર્મિક અને સામાજિક સંગઠનોના સમૂહ, મુત્તાહિદા મજલિસ-એ-ઉલેમાએ સરકાર અને શિક્ષણ વિભાગને શાળાઓમાં ‘ભજન અને સૂર્યનમસ્કાર' ગાવા જેવી પ્રથાઓ બંધ કરવા વિનંતી કરી હતી કારણ કે તે ‘‘મુસ્લિમોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે'' અને ‘‘કાશ્મીરની મુસ્લિમ ઓળખને નબળી પાડે છે''. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ કાયમી પ્રતિનિધિ મલીહા લોધીએ પણ તેને ‘‘કાશ્મીરી સંસ્કળતિ અને ઓળખ પર હુમલો'' ગણાવ્યો હતો.
ડિસેમ્બર ૨૦૨૪ માં ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જન્મજયંતિ નિમિત્તે ભાજપ દ્વારા બિહારના પટનામાં આયોજિત એક કાર્યક્રમમાં જ્યારે લોક ગાયિકા દેવીએ રઘુપતિ રાઘવ રાજા રામના ગાયન દરમિયાન ‘‘ઈશ્વર અલ્લાહ તેરો નામ'' પંક્તિ ગાઇ ત્યારે પ્રેક્ષકોના એક વર્ગમાં વિરોધ ફાટી નીકળ્યો. તેમને માફી માંગવાનું કહેવામાં આવ્યું અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ પછી તેમનો માઇક્રોફોન છીનવી લીધો અને ભીડને શાંત કરવાનો પ્રયાસ કરવા માટે 'જય શ્રી રામ' ના નારા લગાવ્યા. કાર્યક્રમમાં હાજર રહેલા ભૂતપૂર્વ સાંસદ શાહનવાઝ હુસૈને આ વિક્ષેપને ‘‘અસહિષ્ણુતાની પરાકાષ્ઠા''ગણાવી હતી.
ડિસેમ્બર ૨૦૧૧ માં ગ્રીનડેલ, વિસ્કોન્સિનની ત્રણ પ્રાથમિક શાળાઓએ તેમના મોસમી કોન્સર્ટમાં આ ગીતનો સમાવેશ કરવાની યોજના બનાવી હતી. ઘણા વાલીઓની ફરિયાદ પછી શાળા જિલ્લાએ આખરે આ ગીતને તેના ધાર્મિક સ્વભાવને કારણે દૂર કર્યું કારણ કે તેમાં સીતા, રામ, ભગવાન અને અલ્લાહનો ઉલ્લેખ હતો.
આ ભજનના રચયિતા તરીકે શ્રી લક્ષ્મણાચાર્યનું નામ પ્રચલિત છે અને તેને તેમની ‘શ્રી નામ રામાયણમ્' સાથે જોડવાનો દાવો પણ કરવામાં આવે છે. જોકે ઉપલબ્ધ ઐતિહાસિક સામગ્રીના આધારે આ સંબંધને નિર્વિવાદ હકીકત તરીકે રજૂ કરવો યોગ્ય નહીં ગણાય. ઇતિહાસકાર વિનય લાલે પણ રામધૂનની ચોક્કસ ઉત્પત્તિ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી તેમ જણાવ્યું છે. તેથી તેની રચનાનું ચોક્કસ વર્ષ અથવા કોઈ એક પાઠને પ્રમાણિત ‘સૌથી પહેલું મૂળ સંસ્કરણ' ગણાવવાથી બચવું જોઈએ. આ ભજનની પ્રખ્યાત ધૂનનો શ્રેય સામાન્ય રીતે પંડિત વિષ્ણુ દિગંબર પાલુસ્કરને આપવામાં આવે છે. તેમના સંગીત અને ગાયનનું ભજનના પ્રચાર-પ્રસાર અને લોકપ્રિયતામાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. તેમના શિષ્ય પંડિત નારાયણ મોરેશ્વર ખરે ગાંધીજીના આશ્રમની સંગીતમય પ્રાર્થના પરંપરા સાથે જોડાયેલા હતા. ખરે અને ગાંધીજીએ મળીને વિવિધ ભાષાઓનાં આશરે અઢીસો ભક્તિગીતોનું ‘આશ્રમ ભજનાવલી'માં સંકલન કર્યું હતું. આ રીતે ભજન, સામૂહિક પ્રાર્થના અને સ્વતંત્રતા આંદોલન વચ્ચે ગાઢ સંબંધ સ્થાપિત થયો.
ગાંધીજીની પ્રાર્થના સભાઓએ રામધૂનને જન-જન સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઈ.સ. ૧૯૩૦ના મીઠા સત્યાગ્રહ અને ત્યારબાદના સવિનય કાનૂનભંગ આંદોલન દરમિયાન તેની લોકપ્રિયતા વધુ વધી હતી. ગાંધીજી માટે રામનામ વ્યક્તિગત આસ્થા ઉપરાંત લોકોને એકસાથે જોડવાનું માધ્યમ પણ હતું. તેમના ધાર્મિક વિચારોમાં અલગ-અલગ નામોથી પૂજાતા પરમાત્માની મૂળભૂત એકતા મહત્વપૂર્ણ સ્થાન ધરાવતી હતી.
ખાસ કરીને ‘ઈશ્વર-અલ્લાહ તેરો નામ' પંક્તિ અંગે મનુ ગાંધીના વર્ણનને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમની ડાયરીની પ્રકાશિત નોંધ મુજબ ૧ ફેબ્રુઆરી ૧૯૪૭ના રોજ આ સ્વરૂપની રામધૂન ગાવાનો ઉલ્લેખ મળે છે. મનુ ગાંધીએ બાળપણમાં પોતાની માતા સાથે સુદામા મંદિરે જતી વખતે એક કથાકાર પાસેથી આ સ્વરૂપ સાંભળ્યાનું જણાવ્યું હતું. બીજી તરફ ગાંધી-અધ્યયનના વિદ્વાન ત્રિદીપ સુહૃદે ૨૨ જાન્યુઆરી ૧૯૪૭ના નોઆખાલીના પનિયાલા ગામની પ્રાર્થના સભાનો ઉલ્લેખ કર્યો છે. બંને વિગતોમાં તારીખનો તફાવત હોવાથી ચોક્કસ તારીખ અંગે સાવચેતી જરૂરી છે. આથી ‘ગાંધીજીએ જ જૂના ભજનમાં ઈશ્વર- અલ્લાહની પંક્તિ ઉમેરી' એવો સીધો દાવો ઐતિહાસિક રીતે અધૂરો ગણાય. ઉપલબ્ધ વિગતો એ દર્શાવે છે કે રામધૂનનો ઇતિહાસ અનેક પાઠ, પરંપરાઓ, ગાયકો અને પ્રાર્થના સંસ્કળતિ સાથે જોડાયેલો છે.
(3:30 PM IST)










