<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

રઘુવંશી પરિવારનો રાસોત્સવ બનશે ગરબા પ્રેમીઓનું આકર્ષણનું કેન્દ્ર

વિશાળ ગ્રાઉન્‍ડથી અલૌકીક પ્રવેશદ્વાર સુધી તડામાર તૈયારીઓઃ સિનિયર-જુનિયર અને કિડઝ માટે લાખેણા ઈનામો : અદ્યતન સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સ, જબરદસ્‍ત લાઈટીંગ, અનોખુ ડેકોરેશન વચ્‍ચે ખેલૈયાઓ ઝુમશેઃ કડક સુરક્ષા સાથે મેડિકલ ટીમની પણ વ્‍યવસ્‍થા

રાજકોટઃ માં આદ્યશક્‍તિની આરધનાના નવલા નોરતાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્‍યારે ખેલૈયાઓમાં  ગરબે ઘુમવાનો અનેરો  થનગનાટ જોવા મળી રહ્યો છે તેમાં પણ રઘુવંશી સમાજના ખેલૈયા જે નવરાત્રી ની મહિનાઓથી તૈયારીઓ કરી રાહ જોઈ રહ્યા હોય ત્‍યારે રઘુવંશી પરિવાર ખેલૈયાઓં માટે દર વર્ષે કઈક નવું અયોજન કરી ખેલૈયાનો ઉત્‍સાહ વધારી રહ્યા હોય છે તેમાં આ વર્ષે પણ  વિશાળ ગ્રાઉન્‍ડ જબરજસ્‍ત લાઈટીંગ તથા અનોખું ડેકોરેશન ખેલૈયાઓનું મન મોહી લેશે સાથે સાથે મેડીકલ ટીમ પણ હાજર રહેશે,તેમ યાદીમાં જણાવ્‍યું હતું.

અકિલા રઘુવંશી પરીવાર રાસોત્‍સવમાં પ્રવેશ કરતા અલોકિક વાતારણનો અનુભવ થશે તેવા આગમન દ્‌ર્‌વારથી શરુ કરી વિશાળ ગ્રાઉન્‍ડમાં રઘુવંશી ખેલૈયાઓ મન મુકીને રમી શકે તેવિ વ્‍યવસ્‍થા સજ્જ થઇ રહી છે. રઘુવંશી સમાજ એક વિશાળ ગ્રાઉન્‍ડ એકત્ર થઇ સંપૂર્ણ પરિવારીક માહોલ અને સલામતી સુરક્ષાના સજજડ આયોજનમાં લોકપ્રિય ખ્‍યાતનામ  સિગર અજય ગઢવી, વિજય બારોટ, અંજુ મકવાણા, તથા એન્‍કર રશ્‍મી માણેક, ભાવેશ મેર, તેમજ અદ્યતન સુપ્રસિદ્ધ સાઉન્‍ડ સિસ્‍ટમ સાથે આંતર રાષ્ટ્રીય ખ્‍યાતિ ધરાવતા આશિષ કોટેચા તથા કવિતા કોટેચાનું શુભ ઈવેન્‍ટ્‍સ ના સાંજીદા વાંજીદાઓ  ના સંગાથે ગરબાની રમઝટ સાથે ખેલૈયાઓને થનગનાટ કરાવશે .

અકિલા રઘુવંશી પરિવાર રાસોત્‍સવ દ્વારા આયોજિત રાસોત્‍સવ૨૦૨૬  માં દરરોજ સીનીયરજૂનિયર અને કિડ્‍સ પ્રિન્‍સ પ્રીન્‍સેસ ને લાખેણા ઇનામોથી  નવાજવામાં આવશે ઉપરાંત  વેલડ્રેસ અને સરપ્રાઈઝ ગિફટથી પણ  ખેલૈયાઓ પ્રોત્‍સાહિત કરવામાં આવશે. તેમજ છેલ્‍લા દિવસે મેગા ફાઈનલ યોજવામાં આવશે.

ધ વન વલ્‍ડ ની સામે રવિ રેસ્‍ટોરન્‍ટ ની બાજુમાં શીતલ પાર્ક પાસે રામભાઈ મોકરીયાની વિશાળ જગ્‍યામાં હાલ આયોજનની તૈયારી નો ધમધમાટપુર જોશમાં ચાલી રહ્યો છે. આ ભવ્‍ય રાસોત્‍સવને સફળ બનાવા  પ્રતાપભાઈ કોટક, પરેશભાઈ વિઠલાણી, હસુભાઈ ભગદેવ સહીતની યુવા  ટીમ જહેમત ઉઠાવી રહી છે. 

અકિલા રઘુવંશી પરિવાર રાસોત્‍સવ-૨૦૨૬ વિશેષ જાણકારી માટે : સદગુરુ વંદનાધામ ૫-આફ્રિકા કોલોની રૈયા ટેલીફોન એક્ષ્ચેન્‍જપાસે ૧૫૦ ફૂટ રીંગ રોડ  રાજકોટમો ૯૮૨૪૪ ૦૦૦૩૦ કાર્યાલયે સંપર્ક કરવા યાદીના અંતમાં જણાવ્‍યું છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:37 PM IST)