News of Saturday, 11th July 2026
વિનાયકનગરમાં વિક્રમ લોખીલના ઘરમાં દરોડોઃ જૂગાર રમતાં ૬ મહિલા સહિત ૧૩ પકડાયા
માલવીયાનગર પોલીસે ૩૩૬૦૦ની રોકડ કબ્જે કરીઃ ગાંધીગ્રામમાં ભરત પતાણીના ઘરમાં પત્તા ટીચતાં ૪ને એલસીબી ઝોન-૨ ટીમે ૧૬૨૦૦ની રોકડ સાથે પકડયા

રાજકોટ તા. ૧૧: મવડી પ્લોટ વિનાયકનગરમાં આવેલા જયદિપ નામના મકાનમાં જૂગાર રમાતો હોવાની માહિતી પરથી માલવીયાનગર પોલીસે દરોડો પાડી મકાન માલિક તેમજ ૬ મહિલાઓ સહિત ૧૩ને જૂગાર રમતાં પકડી લીધા છે. બીજા દરોડામાં એલસીબી ઝોન-૨ ટીમે ગાંધીગ્રામ-૮માં એક મકાનમાં દરોડો પાડી ઘરધણી સહિત ૪ને પકડી લીધા છે.
જાણવા મળ્યા મુજબ વિનાયકનગર-૨૦/૫ના ખુણે આવેલા જયદિપ મકાનમાં રહેતો વિક્રમ રાણાભાઇ લોખીલ નામનો શખ્સ પોતાના ઘરમાં માણસો ભેગા કરી જૂગાર રમાડી રહ્યો હોવાની બાતમી પરથી માલવીયાનગર પોલીસે દરોડો પાડી વિક્રમ તેમજ સુર્યકાંત બાબુભાઇ જોષી (ઉ.વ.૪૦-રહે. કૃષ્ણનગર-૧૦ ગુરૂપ્રસાદ ચોક), નિલેષ બાબુભાઇ પોકર (ઉ.વ.૪૯-રહે. મનહરપ્લોટ-૧૧), આશિષ ભીખુભાઇ રાઠોડ (ઉ.વ.૨૯-રહે. સમૃધ્ધીનગર વામ્બે આવાસ યોજના બ્લોક નં. ૧૩), આરીફ વલીભાઇ કાળવાતર (ઉ.વ.૪૫-રહે. બગદાદી ગેઇટ અંદર દેવપરા રોડ), કોૈશલ ધર્મેન્દ્રભાઇ દવે (ઉ.વ.૨૬-રહે. શ્રીરામ પાર્ક-૨ આજીડેમ ચોકડી), મેહુલ ઉર્ફે મોન્ટુ કિશોરભાઇ હિરાણી (ઉ.વ.૨૪-રહે. શ્રીરામ પાર્ક-૨), ગોૈરીબેન જીતેન્દ્રભાઇ બગડા (ઉ.વ.૩૫-રહે. વામ્બે આવાસ યોજના બ્લોક નં. ૫૦), જીજ્ઞાબેન મહેશભાઇ મકવાણા (ઉ.વ.૪૦-રહે. હેડગેવાર ટાઉનશીપ બ્લોક નં. સી-૧૦૬), નિકીતાબેન કાનજીભાઇ પરમાર (ઉ.વ.૨૬-રહે. ભાયુના દોમડા તા. પડધરી), ગીતાબેન કાનજીભાઇ પરમાર (ઉ.વ.૪૫-રહે. ભાયુના દોમડા તા. પડધરી), શ્રધ્ધાબેન કાનજીભાઇ પરમાર (ઉ.વ.૨૪-રહે. ભાયુના દોમડા), તરાનાબેન સમીરભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૯-રહે. અંકુર સોસાયટી-૬ જંગલેશ્વર) અને મીનાબેન દિનેશભાઇ રૂડકીયા (ઉ.વ.૫૬-રહે. ન્યુ રાજદિપ સોસાયટી-૧ ઓમનગર)ને પકડી લઇ રૂા. ૩૩૬૦૦ની રોકડ કબ્જે કરી હતી. પીએસઆઇ કે. ડી. મારૂ, કેતનભાઇ શેખલીયા, અજયભાઇ વિકમા, ભાવેશભાઇ ગઢવી સહિતે આ દરોડો પાડયો હતો.
જ્યારે બીજા દરોડામાં ગાંધીગ્રામ શેરી નં. ૮-બીમાં રહેતાં મુળ ચોટીલાના ભરત મનુભાઇ પતાણી (ઉ.વ.૪૮)ના ઘરમાં એલસીબી ઝોન-૨ની ટીમે દરોડો પાડી તેને તથા મનિષ પ્રવિણચંદ્ર સાંગાણી (રિક્ષાચાલક, ઉ.વ.૫૫-રહે. સત્તાધાર સોસાયટી-૨, નાણાવટી ચોક), બકુલ નારણભાઇ એરડા (ઉ.વ.૬૫-રહે. ગાંધીગ્રામ ૮-બી) અને મુકેશ પ્યારઅલીભાઇ ભામાણ ી(ઉ.વ.૬૩-રહે. બજરંગવાડી મેઇન રોડ મુળ ભાડલા)ને પકડી લઇ રૂા. ૧૬૨૦૦ કબ્જે કર્યા હતાં. પીએસઆઇ એસ. વી. ગોહિલ, સહદેવસિંહ જાડેજા સહિતે આ દરોડો પાડયો હતો.
(2:27 PM IST)










