<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

ખીજડીયામાં રાજકોટના અભય કમાણીના ફાર્મહાઉસમાં ચાલતાં જૂગારધામ પર દરોડો

બધા સોખડા ચોકડીએ ભેગા થયા અને ત્‍યાંથી એક કાર મારફત જુગાર રમવા પહોંચ્‍યા હતાં : ફાર્મ હાઉસના માલિક સહિત ૭ને કુવાડવા પોલીસે પકડી ૧.૭૧ લાખની રોકડ અને કાર મળી ૪.૭૧ લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યોઃ કુશલભાઇ જોષી, ભાવેશભાઇ મકવાણા, જયદિપભાઇ ધોળકીયાની બાતમી : રાજીવનગરમાં જુબેદાબેનના ઘરમાં એલસીબી ઝોન-૨એ દરોડો પાડી જૂગાર રમતાં ૪ને, ગોકુલધામ રોડ પર જાહેરમાં જુગાર રમતાં ૩ને માલવીયાનગર પોલીસે પકડયા

રાજકોટ તા. ૧૦: કુવાડવા રોડ પોલીસે ખીજડીયા ગામના ફાર્મ હાઉસમાં દરોડો પાડી જૂગારધામ ઝડપી લઇ રૂા. ૧,૧૭,૧૦૦ની રોકડ અને કાર મળી ૪,૭૧,૧૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. ફાર્મના માલિક સામે જૂગારધામ ચલાવવાનો ગુનો દાખલ કરાયો હતો.

પ્રાપ્‍ત વિગત મુજબ કુવાડવા પોલીસની ટીમ દારૂ-જૂગારની પ્રવૃતિ અટકાવવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે કુશલભાઇ જોષી અને ભાવેશભાઇ મકવાણા તેમજ જયદિપભાઇ ધોળકીયાને બાતમી મળી હતી કે ખીજડીયા ગામની સીમમાં આવેલા વૃંદાવન ધામ નામના અભયભાઇના ફાર્મમાં જૂગારધામ ચાલી રહ્યું છે. બાતમી પરથી પોલીસે દરોડો પાડી ફાર્મ હાઉસના માલિક અભય લાલજીભાઈ કમાણી  (ઉ.વ.૪૫, રહે. ૧૫૦ ફૂટ રીંગ રોડ, બીગ બાઝાર પાછળ ગુલાબ વિહાર સોસાયટી-૩, રાજકોટ) તેમજ  લલીત છગનભાઇ કમાણી (ઉ.વ.૪૫, રહે. બિગ બાઝાર  પાછળ, ગુલાબ વિહાર-૨), નિલેશ શંભુભાઈ ઘરડુસીયા (ઉ.વ.૪૫, રહે. પારડી ગામ, રાજકોટ), કડવા દેવાભાઈ ચૌહાણ (ઉ.વ.૫૮, રહે. નવાગામ આણંદપર),  રામજી મોતીભાઈ બહુકીયા ( ઉ.વ.૫૦, રહે. નાકરાવાડી ગામ), રાજેશ વાલજીભાઇ જંજવાડીયા (ઉ.વ.૪૦, રહે. શુકલ પીપળીયા ગામ) અને રમેશ બાબુભાઈ ધામેચા (ઉ.વ.૪૨, રહે. રાણપુર નવાગામ)ને પકડી લઇ રોકડ-રેનોલ્‍ટ ડસ્‍ટર કાર જીજે૦૩એલએમ-૨૬૩૬ મળી કુલ રૂા. ૪.૭૧ લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. .

પોલીસની પુછપરછમાં સામે આવ્‍યું કે આ તમામ એકબીજાનો સંપર્ક કરીને સોખડા બાયપાસ સર્કલ પાસે ભેગા થયા હતા અને ત્‍યાંથી લલીત કમાણીની સફેદ કલરની ડસ્‍ટર કારમાં બેસીને આ ફાર્મ હાઉસ પર જુગાર રમવા આવ્‍યા હતા. પીઆઇ એ. એન. જાનીની રાહબરીમાં પીએસઆઇ એસ. બી. જાડેજા, એએસઆઇ કે. વી. જાડેજા, એમ. કે. રબારી, ભાવેશભાઇ મકવાણા, જયદિપભાઇ ધોળકીયા, જયદિપભાઇ મકવાણા, અરવિંદસિંહ ગોહિલ, ભરતભાઇ ઘેડ, પિન્‍ટુભાઇ, કુશલભાઇ સહિતે આ દરોડો પાડયો હતો.

 બીજા દરોડામાં જામનગર રોડ પર આવેલી એક સોસાયટીમાં ચાલતા જુગારધામ પર  એલસીબી ઝોન-૨ ટીમે દરોડો પાડી મહિલા સંચાલક સહિત ૪ને પકડી લઇ રૂા. ૧૩,૭૦૦ની રોકડ કબ્‍જે કરી છે. ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એલસીબી ઝોન-૨ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે બાતમી પરથી બજરંગવાડી રાજીવનગર-૫માં રહેતાં જુબેદાબેન ખમીશભાઇ જુણાચ (ઉ.વ.૫૮)ના ઘરમાં દરોડો પાડી તેણીને તથા યુસુફભાઈ અબ્‍દુલભાઈ સાંધ (રહે. ભોમેશ્વરવાડી શેરી નં. ૧, યુસુફ મંઝિલ, જામનગર રોડ), હસીનાબેન રફીકભાઈ  સમા (રહે. બજરંગવાડી રાજીવનગર શેરી નં. ૫) અને સમાબેન રકફીકભાઇ સમા (રહે. રેલનગર અવધ પાર્ક-૨)ને પકડી લઇ રૂા. ૧૩૭૦૦ રોકડા કબ્‍જે લીધા હતાં. પીએસઆઇ એસ. વી. ચુડાસમાની રાહબરીમાં જે. વી. ગોહિલ, હરપાલસિંહ જાડેજા, શક્‍તિસિંહ ગોહિલ, કુલદીપસિંહ રાણા સહિતે આ દરોડો પાડયો હતો.

ત્રીજા દરોડામાં ગોકુલધામ મઇન  રોડ પર દ્વારકાધીશ સોસાયટી-૨ના ખુણે માલવીયાનગર પોલીસ મથકના અજયભાઇ વીકમા, ભાવેશભાઇ ગઢવી સહિતે દરોડો પાડી જસદણના વાવડા ગામના વિપુલ વિઠ્ઠલભાઇ પરમાર, આંબેડકરનગર-૧૫ના ગિરીશ ભગુભાઇ વાઘેલા, કોઠારીયા સોલવન્‍ટ દ્વારકેશ સોસાયટીના સુરેશ ખીાભાઇ વાઘેલાને તિનપત્તી રમતાં પકડી લઇ રૂા. ૧૧૨૦૦ની રોકડ સાથે પકડી લીધા હતાં.

(2:58 PM IST)