તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 4th November 2026
કલરકામ વખતે છજા પરથી પટકાતાં બજરંગવાડીના રાજેશભાઇનું મોત
કુવાડવાના રાણપુરમાં ગોડાઉન ખાતે બનાવ બન્યો

રાજકોટ તા. ૪: કુવાડવા નજીકના રાણપુર ગામે ગોડાઉન ખાતે કલર કામ કરતી વખતે છજા પરથી પટકાતાં ગંભીર ઇજા થતાં રાજકોટના પચાસ વર્ષના પ્રોૈઢનું મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ જામનગર રોડ પર બજરંગવાડીમાં રહેતાં રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ શશીકાંતભાઇ રાવલ (ઉ.વ.૫૦) ગઇકાલે બપોરે કુવાડવા નજીકના રાણપુર ગામે સંજયભાઇના ગોડાઉન ખાતે કલર કામ ચાલતુ હોઇ ત્યાં બીજા કારીગરો સાથે કામ કરવા ગયા હતાં. ગોડાઉનની બહારની સાઇડની દિવાલ પર કલર કરતી વખતે રાજશેભાઇ છજા પર ઉભા હોઇ અચાનક બેલેન્સ ગુમાવતાં નીચે પટકાતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.
બનાવને પગલે કારીગરો ભેગા થઇ ગયા હતાં અને રાજેશભાઇને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. પરંતુ ટુંકી સારવાર બાદ દમ તોડી દીધો હતો. રાજેશભાઇ પરિવારનો આધારસ્તંભ હતાં. બનાવથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે. કુવાડવા પોલીસને હોસ્પિટલ ચોકી મારફત જાણ થતાં જરૂરી કાર્યવાહી કરી હતી.
(11:36 AM IST)










