<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

રાજકોટમાં ચોકલેટ અને વેફરની લાલચ આપી ૧૦ વર્ષની બાળા પાસે પંચરવાળા હવસખોર શાંતિલાલે ન કરવાનું કરાવ્યું: પોક્સો હેઠળ કાર્યવાહી

આજીડેમ પોલીસ સ્ટેશન પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ જે. એમ. જાડેજા અને ટીમે હવસખોરી ઉતારી

રાજકોટ: શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧૦ વર્ષની માસુમ સગીરાને વેફર અને ચોકલેટની લાલચ આપી જાતીય સતામણી કરવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ મામલે આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ. એન. પટેલ તથા તેમની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપી સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. 

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, સહજાનંદ ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલી પિતૃકૃપા પંચરની દુકાને કામ કરતા શાંતિલાલ મોહનભાઈ કાપડીયા નામના શખ્સે પોતાની દુકાને માસુમ બાળકીને વેફર અને ચોકલેટ આપવાની લાલચ આપી અંદર બોલાવી હતી. ત્યારબાદ બાળકી સાથે દુષ્કૃત્ય કરવાનો પ્રયાસ કરી હસ્તમૈથુન કરાવડાવ્યું હતું અને જાતીય ઈરાદાથી સતામણી કરી હતી. આ બનાવ અંગે પંચરની દુકાને કામ કરતા અન્ય એક યુવકના ધ્યાને આવતા તેમણે તાત્કાલિક ૧૧૨ નંબર પર ફોન કરી પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલાએ સ્થળ પર પહોંચી બાળકી અને તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો.

બનાવ અંગે સગીરાની માતાની ફરિયાદના આધારે આજીડેમ પોલીસે આરોપી શાંતિલાલ મોહનભાઈ કાપડીયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૫(૨) તથા પોક્સો એક્ટની કલમ ૮ અને ૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજીડેમ પીઆઈ એચ. એન. પટેલ અને પીએસઆઇ જે.એમ. જાડેજા તથા તેમની ટીમ દ્વારા મામલાની વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

(10:29 AM IST)